________________
૧૪
મહાવીર ભગવંતની ભવતારણ આનાથી શાસનશિરછત્ર શ્રી ગૌતમગણધર ભગવંત પધાર્યા.
શ્રી ગૌતમ ગણધર ભગવંત શ્રી નવપદજીનું માહાભ્ય સુમધુર અને હદયંગમ શૈલિમાં વર્ણવ્યું. અન્તમાં કહ્યું કે હે ભવ્યજીવો ! જે રીતે શ્રી શ્રીપાળ મહારાજા અને શ્રી મદનાસુંદરીએ નવપદની પરમ શ્રેષ્ઠ અને પ્રણિધાન પૂર્વકની આરાધના કરી એમ મુમુક્ષુઓએ પણ સાત્વિક આરાધના કરવી જોઈએ.
આ વખતે મગધ સમ્રાટુ શ્રી શ્રેણિક મહારાજાએ વિનંતિ કરી કે હે પ્રભો ! શ્રી નવપદની આરાધના કરનારા એ મહાભાગ રાજવી શ્રી શ્રીપાળ અને વડભાગી મહારાણી ભદનાસુંદરી કોણ હતા ? એમની વિશિષ્ટ આરાધના કેવી હતી ? એમનું ઉદાહરણ આપ અમને જણાવો.'
આ સ્થળે શ્રી ગૌતમ ગણધર ભગવંત એ કથાનક સવિસ્તર જણાવે છે. આવા દષ્ટાન્તો, કથાનકે જૈન ઉપદેશ ગ્રંથ કે કથાગ્રંથમાં ઘણા સ્થળે જોઈ શકાય છે. - આ પદ્ધતિના દષ્ટાન્તો શ્રી જિનાગ અને જૈન ઉપદેશ કથાગ્રંથોમાં સ્થળે સ્થળે ઉપલબ્ધ થતાં જોઈ શકાય છે. “ નગરના બાહ્ય ઉપવન કે ઉદ્યાનમાં કઈ પરમતારક ચતુર્દાની, ત્રણજ્ઞાનધારી કે વિશિષ્ટશ્રુતસંપન્ન મુનિભગવંત પધાર્યા અને સંવેગમય દેશના આપી. એમાં શ્રોતાઓને સરળ સમજૂતિ માટે એક આદર્શ દષ્ટાન્ન આપ્યું.” 1 तो पुच्छइ मगहेसो, को असो मुणिवरिंद ! सिरिपालो ? ।
कह तेण सिद्धचक, आराहिय पावियं सुक्ख ॥ ३५ तो भणइ मुणी, निरुणसु नरवर ! अक्खाणयं इम रभ्मं । सिरि-सिद्ध चक्क माहप : सुंदरं परमचुज्जकरं ॥ ३६
[ સિfસારવાર છે