Book Title: Upmiti Kathoddhar
Author(s): Munichandrasuri
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 15
________________ 14 ગ્રંથપ્રયોજન વગેરે જણાવતાં લખે છે કે અનેક વૈરાગ્ય અને સંવગી રૂપી તરંગોના કારણે ગહન બનેલી ઉપમિતિ ભવપ્રપંચ નામની- વેલ-નદીનું અવગાહન કરવું સામાન્ય માણસા માટે મુશ્કેલ છે. મારા જેવા આવા સામાન્યશક્તિવાળા લોકો ઉપર અનુગ્રહ કરવા માત્ર વાર્તારૂપે ઉપમિતિકથાનો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. આમ સંસ્કૃતમાં સામાન્ય જ્ઞાનવાળા પણ ભાવિકો ઉપમિતિભવપ્રપંચકથા'માં શ્રી સિદ્ધર્ષિગણિએ. ગુંથેલા પદાર્થો અને કથાથી વંચિત રહી ન જાય એવી ઉત્તમ ભાવનાથી આ ગ્રંથની રચના થઈ છે. સહુ કોઈ આ ગ્રંથનું વાંચન-મનન આદિ કરી સંવેગ અને વૈરાગ્યને વધુને વધુ પ્રબળ બનાવે એ જ મંગળ કામના હણ સ્વીકાર પરમકૃપાળુ પરમાત્માની અસીમકૃપા અને પૂજ્યપાદ યુગમહર્ષિ આચાર્ય ભગવંત શ્રીમવિજય ભદ્રસૂરીશ્વરજી મ.સા. અને પૂજ્યપાદ સંઘહિતચિંતક આ. દેવ શ્રીવિજય 3ૐકારસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ આચાર્ય ભગવંતશ્રી વિજય ભદ્રકરસૂરીશ્વરજી મ.સા.ના દિવ્ય આશીષ અને પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રીમદ્ વિજય અરવિંદસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રી યશોવિજયસૂરીશ્વરજી મ.સા. આદિના શુભાશીષના બળે આ સંપાદન કાર્ય થઇ શક્યું છે. દેવ-ગુરુના ચરણે અનંત અનંત વંદના ધન્યવાદ ! આ ગ્રંથના પાઠભેદો લેવામાં અને મુફ-વાંચનમાં પ્રવર્તિની સાધ્વીશ્રી મનકશ્રીજી મ.ના પરિવારના ઘણાં સાધ્વીજીઓએ યોગદાન આપ્યું છે. તે બધાની શ્રુતભક્તિની અનુમોદના. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડ. વિ.સં. 2058 મા.વ.૧૨ પૂ. આ ભ.શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ના શ્રી શંખેશ્વર મહાતીર્થ પૂ. મુનિરાજશ્રી જિનચન્દ્રવિજયજી મ.સા.ના વિનેય. આ. વિજય મુનિચન્દ્રસૂરિ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146