________________ 13 આ ‘ઉપમિતિભવપ્રપંચગ્રંથ' તે પ્રથમ સિદ્ધર્ષિગણીએ 16002 શ્લોક સંખ્યાનો સંસ્કૃત ભાષામાં રચેલ છે. તેમાંથી થોડુંક ભાવાર્થ લઈને હંસરન મુનિએ સંસ્કૃતગધ રચ્યું. તેનું પ્રાકૃત (ગુજરાતી) ભાષાંતર અમૃતસાગરગણિએ કર્યું. તેના ઉપરથી અમે પ્રથમ છાપવા માંડીયું, પણ, સવાચાર ફોરમ છપાઈ રહ્યા પછે હંસરત્નના કરેલા સંસ્કૃત ગદ્ય સાથે મેળવી જોતાં એમાં કેટલાક સંબંધ ઓછો લીધેલો માલમ પડવા થકી પાછીલી સર્વકથા હંસરત્નમુનિકૃત સંસ્કૃતગધ ઉપરથી પ્રાકૃત (ગુજરાતી) કરી છાપી છે.” ગ્રંથકારશ્રીએ રચેલ “અધ્યાત્મકલ્પદ્રુમ' ઉપરની બાલાવબોધ પ્રકરણરત્નાકર-ભા-૨ પૃ. 9 થી ૯૬માં ભીમશી માણેકે વિ.સં.૧૯૩૩માં પ્રસિદ્ધ કરેલ છે. આ બાલબોધને અંતે પણ ગ્રંથકારે પ્રશસ્તિ આપી છે. આ બાલાવબોધની રચના “શત્રુંજય મહોલ્લેખ' પછી થઇ છે. કેમ કે “શત્રુંજયની રચના આ. ભાવરત્નસૂરિની વિદ્યમાનતામાં થઈ છે. જ્યારે બાલાવબોધ એમના પટ્ટે દાનરત્નસૂરિ આવ્યા બાદ રચાયો છે. બંને પ્રશસ્તિમાં આહીરત્નસૂરિજીના વિદ્વાન શિષ્યોનો ઉલ્લેખ છે. ફરક એટલો છે કે શત્રુંજય'માં શ્રીમાનર પાઠક છે. અને બાલાવબોધમાં જ્ઞાનરત્નમણિનો ઉલ્લેખ છે. બાલાવબોધની રચના પણ અન્ય ગ્રંથોની જેમ તનુ બુદ્ધિ સત્ત્વ હિતા' એટલે કે અલ્પજ્ઞાનીઓના લાભાર્થે કરી છે. બાલાવબોધમાં રચના સંવત આપ્યો નથી. શ્રી મોહનલાલ દેસાઈ લખે છે કે આ રચના વિ.સં. 1798 પહેલાં થઇ છે. (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પારા 974) આ ઉપરાંત ગ્રંથકારશ્રીએ વિ.સં. ૧૭૫પમાં ચોવીસીની રચના કરી છે. ચોવીસી વીસી સંગ્રહ પૃ 368-389 સ્તવનમંજૂષા વગેરેમાં પ્રસિદ્ધ થઈ છે. ચોવીસીના અંતે ગ્રંથકારશ્રી લખે છે કે તપગણગગન વિભાસન દિનકર, શ્રી રાજવિજયસૂરિરાયા શિષ્યલેસ તસુ અન્વય ગણિવર, ગ્યાનરત્ન મન ભાયા.” વિ.સં. ૧૭૮૬માં “શિક્ષાશત દુહા' અથવા “આત્મજ્ઞાન દોધક શતક' નામની 111 દુહાની કૃતિ ગ્રંથકારે રચી છે. ન (જૈન ગૂર્જર કવિઓ ભા. 5 પૃ. 157, તાજી વા તિહાસ માં. 1, પૃ. 307) ઉપમિતિકથોદ્ધાર વિ.સં. ૧૭૯૦માં ગ્રંથકારશ્રીએ રચેલી આ કૃતિ 32 20 શ્લોક પ્રમાણ ગ્રંથાગ્ર ધરાવતી સરળ ગદ્યમય રચના છે. - મંગલાચરણમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને વંદના કરી શ્રી સિદ્ધર્ષિગણિજીને નમસ્કાર કરતાં ગ્રંથકારશ્રી મંગલાચરણમાં લખે છે કે- “જેમની વાણીના પાણી દ્વારા ભવ્ય જીવોની હૃદય-ભૂમિમાં મૈત્રી વગેરે સદ્ભાવનાઓની વેલડીઓ નવ-પલ્લવિત બને છે અને દુર્થાન રૂપી તાપ ક્ષય પામે છે. તે અમૃતમેઘ જેવા સિદ્ધર્ષિ જય પામો.' મંત્ર તુલ્ય સિદ્ધર્ષિની વાણી સુમતિ માટે આકર્ષણ, સ્વર્ગ-મોક્ષનું વશીકરણ, કામવાસના વગેરે માટે ઉચ્ચાટન, દુર્ગતિમાં પડતાને સ્થંભન કરનારી છે.