Book Title: Upmiti Kathoddhar
Author(s): Munichandrasuri
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 144
________________ ગુરુ સ્તુતિ (રાગ : સમરો મંત્ર ભલો નવકાર) પ્રણામો વિજયભદ્રસૂરિરાય, જેહના નામે મંગલ થાય; જેહને સમરે સંકટ જાય, જેહને પ્રણમે પાપ પલાય... પ્ર. 1 નગર રાધનપુર કેરા વાસી, મસાલિયા મનોહાર; શેઠ ઉગરચંદ નામે સોહે, સૂરજબેન ગૃહનાર.. પ્ર. 2 ઓગણીસસોત્રીસે ગુરુ જનમ્યા, જન ગણ મંગળ ગાય; સૂરજબહેનના સૂર્યસમા એ, ભોગીલાલ કહેવાય.. પ્ર. 3 બાલ્યકાળથી જિનભક્તિમાં, ચિત્ત પ્રફુલ્લિત થાય; ભવ વેરાગી ભોગીલાલ મન, સંસારે ન ઠરાય... પ્ર. 4 ચોવન વયમાં સ્વજન સંબંધી લગ્ન કરી હરખાય; ધર્મપત્ની પ્રતિબોધ કરીને, ગુરુવર મન મલકાય.. પ્ર. 5 અઠ્ઠાવીસ વરસની વયમાં, ઉભય, સંયમી થાય; સંઘ ચતુર્વિધ આશિષ આપે, જયજય શબ્દ સુણાય... પ્ર. 6 વિજયસિદ્ધિસૂરીશ્વરજી કેરા, વિનયવિજય મુનિરાય; તાસ શિષ્ય ગુરુભક્તિ સવાયા, પ્રણમુ તેહના પાય... પ્ર. 7 અનુપમ ત્યાગી ગુરુ વૈરાગી, ક્રિયાનિષ્ઠ કહેવાય; શાસન દીપક મહાપ્રભાવક, સૂરિવર પદે સોહાય... પ્ર. 8 પ્રભાવક એ પુણ્યપુરુષના, પગલાં જ્યાં જ્યાં થાય; સંઘ પ્રતિષ્ઠા ઉધાપનની, સુવાસ ત્યાં પસરાય... પ્ર. 9 દીર્ઘ સંયમી દીર્ઘ તપસ્વી, પ્રણુ ગુરુના પાય; ભવો ભવ ગુરુવર શરણું મળતા ૐકાર ભવદુઃખ જાય... પ્ર. 10 સંઘસ્થવિર યુગમહર્ષિ પ.પૂ.આ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા.ના દીક્ષા શતાબ્દિના મંગલ અવસરે.... 'કોટિ કોટિ વંદના

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146