Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪ 7: અને ( ઉપરોકત સૂત્રમાં કહેલા સમ્યક્ત્વ અને ચારિત્ર) [] [6] અનુવૃતિ – (૧) ચૌપામ ક્ષાયિૌ માવો. ૨-૨ સૂત્રથી ક્ષાયિ ની અનુવૃતિ... (૨) દિનવાષ્ટાવી. થી નવ ની અનુવૃતિ (૩) સભ્યત્વ ચારિત્રે ની અનુવૃતિ એ ત્રણે આ સૂત્રમાં પ્રવર્તે છે. [] [7] અભિનવટીકા :– જ્ઞાનવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય એ ચાર ઘાતી કર્મોનો સર્વથા નાશ થવાથી આ નવે ક્ષાયિક ભાવો પ્રગટ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આત્મગુણના આવરક એવા ચાર ઘાતી કર્મોનો સર્વથા ક્ષય થવા થકી ક્ષાયિક ભાવે પ્રગટતા નવગુણોને જણાવવા સૂત્રકારે પ્રસ્તુત સૂત્ર રચના કરી છે. જ્ઞાન અને દર્શન આવક કર્મોના ક્ષયે ક્ષાયિકજ્ઞાન-દર્શન, મોહનીય કર્મક્ષયે સમ્યક્ત્વ અને ચારિત્ર, અંતરાય કર્મક્ષયે દાનાદિ પાંચ લબ્ધિ ઉત્પન્ન થાય છે. જ્ઞાન [ક્ષાયિકજ્ઞાન] :– અહીં જ્ઞાન એટલે કેવળ જ્ઞાન અથવા ક્ષાયિક જ્ઞાન અર્થજ લેવાનો છે. અર્થાત્ સકલશેયગ્રાહી એવું સંપુર્ણ જ્ઞાનજ સ્વીકાર્ય છે. મતિ-શ્રુતઅવધિ આદિ શેષજ્ઞાન તો તેમાં અંતર્ભૂત જ સમજવાના છે. સમસ્તજ્ઞાનાવરણ કર્મોના સંપુર્ણક્ષય થકી આક્ષાયિકભાવનુંશજ્ઞાન અર્થાત્ કૈવલ જ્ઞાન પ્રગટેછે. આત્મામાં અનન્તજ્ઞાન કાયમનું જ હોય છે પણ તેના આવરક કર્મોથી ઢંકાયેલું હોય છે. આવરક કર્મો દૂર થતા તે અનન્તજ્ઞાન ખુલ્લુ થાય છે. ૧૭ * દર્શન [ક્ષાયિક દર્શન] : અહીં કેવળ દર્શન અથવા ક્ષાયિક દર્શનના અર્થમાં ‘‘દર્શન’’ શબ્દનું ગ્રહણ કરવાનું છે. સમસ્ત દર્શનાવરણ કર્મોના સંપુર્ણ ક્ષય થકી આ ક્ષાયિક ભાવનું દર્શન અર્થાત્ કેવલદર્શન પ્રગટ થાય છે. ત્યાર પછી ચક્ષુ દર્શનાવરણ કે અચક્ષુદર્શનાવરણ આદિ એકનો પણ સંભવ રહેશે નહીં. કેમકે આત્મામાં અનન્ત વર્ણન રહેલું છે. તેના આવરક કર્મોનો સર્વથા ક્ષય થાય ત્યારે તે આપોઆપ પ્રકાશીત બને છે. દાન [ક્ષાયિક દાન] * ‘‘ઉપકાર બુદ્ધિથી પોતાની વસ્તુનો ત્યાગ’’ તે દાન. આ લક્ષણ અનુસાર સઘળા દાનાન્તરાયના ક્ષયથી એકાદ તૃણના અગ્રભાગ જેટલી ચીજ પણ બીજા માટે રહેવા દે - પણ પોતે ઉપભોગ કરે નહીં – જેને માટે ''પ્રયત્ત્વન અવિધાતારી લક્ષણ બાંછેલુ છે. સંક્ષેપમા કહીએ તો દાનાંતરાય નામક અંતરાય કર્મના સંપુર્ણ ક્ષય થકી પ્રગટ થતી દાનલબ્ધિ કે તે રૂપ ક્ષાયિક ભાવ. જ લાભ [ક્ષાયિક લાભ] – લાભ એટલે પ્રાપ્તિ. અનાદિકાળથી સંસાર ભમતા લાભાન્તરના ક્ષયોપશમ થકી અનેક ચીજો મેળવી સંગ્રહ કર્યો પણ છેવટે લાભાન્તરાય નો * अनुग्रहार्थ स्वस्यातिसर्गो अध्याय ७ सूत्र ३३ तत्त्वार्थाधिगमसूत्र - १ सिद्धसेनीय टीका पू. २८३ * અ ૨/૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 194