Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [7] અભિનવટીકા :- ત્રણ પ્રકારના જન્મોને દર્શાવ્યા પછી સૂત્રકાર મહર્ષિ ક્રમાનુસારતે ત્રણે જન્મોના સ્વામીને જણાવે છે. તેમાં પ્રસ્તુત સૂત્રઉપપાત જન્મોનાસ્વામીનો ઉલ્લેખ કરે છે. - (૧) નારક (૨) દેવ. એ બે ગતિવાળા જીવોને ઉપપાત જન્મ હોય છે.
* ૩૫પતિ:-પૂર્વે સૂત્ર ર૩રમાં ઉપપાત શબ્દનો અર્થ કહેવાઈ ગયો છે. - ત્યાં જન્મના ભેદના વર્ણન રૂપે આ વાતનો ઉલ્લેખ કર્યો.
૪ ઉપપાત અર્થાત દેવો અને નારકોના જન્મ માટે ખાસ નિયત સ્થાન.
૪ જયાં જન્મ થતાં (પહોંચતા) અન્તર્મુહુર્તમાં જ જીવ ઉત્પન થઈ જાય છે તેવા પ્રકારનું વિશિષ્ટ - નિયત સ્થાન એટલે ઉપપાત.
અહીં ૩પ૨ત શબ્દ થકી ઉપપાત જન્મ જ અર્થ લેવાનો છે.
દેવ અને નારક જીવો પોતપોતાના ઉપજવાના ચોક્કસ સ્થાનોમાં જ ઉત્પન્ન થઈ જન્મ પામતા હોવાથી તેઓનો જન્મ ઉપપાત કે ઔપપાતિક જન્મ કહેવાય છે.
રેવ-૩૫પતિ:- દેવશયા ઉપરનો ભાગ જે દિવ્ય વસ્ત્રથી ઢંકાયેલો રહે છે. તે દેવોનું ઉપપાત ક્ષેત્ર છે.
$ દેવલોકમાં અમુક સ્થળે વિશિષ્ટ પ્રકારની શપ્યા હોય છે. જેમાં ઉત્પન્ન થયેલો જીવ પોતાના શરીરની ઊંચાઈ. કાંતિ, યુવાવસ્થા વગેરે પૂર્ણ કરીને અંતર્મુહુર્તમાં જન્મે છે. તેને દેવઉપપાત કહે છે.પુણ્ય બળથી તેઓને ગર્ભાદિ દુઃખનો અનુભવ કરવો પડતો નથી.
જ નાર૩પપાત:-વજય ભીંતનો ગોખ જેને કુંભી પણ કહે છે તેનારકોનું ઉપપાત ક્ષેત્ર છે. શરીરને માટે ત્યાં રહેલા વૈક્રિય પુગલોનું જ તે ગ્રહણ કરે છે.
૪ નારકોને ઉત્પન્ન થવા માટે ગોખલા આકારના સ્થાનો હોય છે. તેઓ પણ દેવોની માફક અંતર્મુહુર્તમાં જ શરીરની ઊંચાઈ વગેરે પૂર્ણ કરી જન્મ લે છે. તેને નારક - ઉપપાત કહે છે.
– પાપની પ્રબળતાને કારણે તે સમયે નારકના જીવોને અતિશય કષ્ટ થાય છે. * આ સૂત્રથકી બે પ્રકારનો નિયમ સમજવો જોઈએ:(૧)નારક અને દેવોનો ઉપપાત જન્મ જ થાય છે. (૨)નારક અને દેવોનો જ ઉપપાત જન્મ થાય છે.
નારક-દેવક્રમનિર્દેશકેમ? પૂર્વસૂત્ર ૨ માં જે ચતુર્ગતિ જણાવી, તેના ભાષ્યમાં નારતૈયથોનમનુષ્યદેવા એ રીતે ક્રમ દર્શાવ્યો છે. સિધ્ધસેનીયટીકામાં જણાવે છે કે આ ગતિ અપેક્ષાએ પ્રસ્તુત સૂત્રમાં પ્રથમ નારક અને પછી દેવો એ ક્રમ ગ્રહણ કરેલો છે.
જ દેવશબ્દમાં અલ્પ સ્વર છે. - નારકમાં વધારે છે. છતાં જયારે અહીં દ્વન્દ સમાસ કર્યો ત્યારે દેવને બદલે નારકનો ક્રમ પૂર્વે મુકયો તે એવું દર્શાવવા માટે કે - જન્મ માત્ર દુઃખ દાયક છે તેમાં પણ નારકોનો જન્મ વધુમાં વધુ દુઃખ દાયક છે. માટે તેનો ક્રમ પહેલો છે.
U [8] સંદર્ભઃ$ આગમસંદર્ભઃ- ટોખું ૩વવીતેવામાં વેવ નેરડયામાં વેવ
થીથી. ૨, ૩. રૂ . ૮૫/૨ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org