Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૩
[] [3]સૂત્રઃપૃથ- સ્પષ્ટ છે. [][4]સૂત્રસારઃ- [તૈજસ અને કાર્યણ એ બંને શરીરો બધાં [સંસારી જીવો ]ને હોય છે
[] [5]શબ્દજ્ઞાનઃ સર્વ- બધાં
સર્વસ્ય- બધાંને
[] [6]અનુવૃત્તિઃ- અનન્તમુળે રે સૂત્ર ૨:૪૦ થી પેરે ની અનુવૃત્તિ અત્રે લેવી.પરે પદ લેતા પૂર્વ સૂત્ર ૨:૩૭ અને ૨:૩૯ ને આધારે તૈનસ-ાર્મળ એ બંને શરીર સમજવા.
૧૪૩
[] [7]અભિનવ ટીકાઃ- ઔદારિકાદિ જે પાંચ શરીર કહયા તેમાંના પ્રથમ ત્રણ [ઔદારિક-વૈક્રિય-આહારક] શરીરનો સંબંધ તમામ સંસારી જીવોને હંમેશા હોતો નથી કયારેક તે શરીર હોય અને કયારેક ન પણ હોય.
– પરંતુ-તૈજસ અને કાર્મણ શરીર સર્વ સંસારી જીવોને સદા-સર્વદા સાથે જ હોય છે. * સર્વક્ષ્યઃ- અશેષસર્વાંષાય ચેર્તાય ।
અહીં સર્વ શબ્દ નિરવશેષવાચી છે. નિરવશેષ અર્થાત્ ‘‘સર્વસંસારીજીવ’’ સમજવું. વિશેષ સ્પષ્ટીકરણોઃ- તૈજસ અને કાર્યણ ને બધાં સંસારી જીવો ધારણ કરે છે. તેથી આ બંને શરીરના સ્વામી સઘળા સંસારી જીવોને કહ્યા છે .જયારે ઔદારિકાદિના સ્વામી કેટલાક જીવો જ હોય છે.
r__સર્વસ્યઃ સર્વ અવસ્થામાં એવો કોઇ પ્રાણી વિદ્યમાન નહીં હોય કે જે દુઃખપંજર પ્રભવભવમાં અસ્તિત્વ ન ધરાવતો હોય અર્થાત્ ‘‘દુઃખમય એવા આ સંસારમાં વિદ્યમાન કોઇપણ જીવ’’ એવો અર્થ ગ્રહણ કરવો
આટલી સ્પષ્ટી રીતે ‘‘સંસારીજીવ’' એવું કથન કરવાથી સિધ્ધ જીવોનું અહીં ગ્રહણ થશે નહીં કેમ કે સિધ્ધનાજીવો સર્વથા અશરીરી હોય છે. તેથી મુકત જીવો માટે તૈજસકાર્મણ શરીર સંબંધિ વિચારણા જ અસ્થાને છે.
સર્વસ્ય એવું એકવચન વાળું પદ સંસારી સામાન્ય ની અપેક્ષાએ કરાયેલું છે અગર જો આ શરીર કોઇ સંસારી જીવને ન હોય તો તે જીવ સંસારીજ રહેતો નથી.
જે વિકલ્પ મત અને સમાધાનઃ- કોઇક આચાર્યનો મત છે કે કાર્યણ શરીર જ અનાદિ સંબંધ વાળું છે .તેજસ શરીરતો લબ્ધિ અપેક્ષાથી ઉત્પન્ન થયા કરે છે અને તે તૈજસ લબ્ધિ પણ કંઇ બધા જીવોને હોતી નથી કોઇ કોઇ જીવોને જ હોય છે.
ક્રોધના આવેશમાં શાપ દેવાને માટે ઉષ્ણ પ્રભાવાળું અગ્નિપુંજ જેને તેજોલેશ્યા કહે છે અને અનુકમ્પાને માટે મનની પ્રસન્નતાના આવેશથી નીકળતી શીત લેશ્યા એ બંને તૈજસ લબ્ધિના દૃષ્ટાન્તો છે.
આમ તૈજસ શરીર લબ્ધિ પ્રત્યયિક છે. તેથી તેનો નિત્ય સંબંધ માની શકાય નહીં – પણ બીજા આચાર્યો આ વાતને સમર્થન આપતા નથી. તેમના મતેતો કાર્મણ તૈજસનો જીવ સાથે નિત્ય સંબંધ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org