Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 161
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨)કાર્મણ શરીર વિષયક-જે આ સૂત્રના અંતે નિષ્કર્ષ રૂપે મુકી છે. (૩)આહારકાદિ પાંચે શરીરોની વ્યાખ્યા-જે પૂર્વોકત સૂત્ર ૨:૩૭ઔવરિ વૈયિ ની અભિનવટીકામાં જણાવી દીધી છે. ૧૬૦ (૪)આહારકાદિ શરીરની ભિન્નતા-જે અત્રે રજૂ કરીએ છીએ પાંચે શરીરની વિવિધ દૃષ્ટિએ ભિન્નતાઃ- પાંચે શરીર નો અર્થ અને લક્ષણાદિ જણાવવાથી તે પાંચે મધ્યે ભિન્નતા સ્પષ્ટ થઇજ ચૂકી છે. તો પણ ભાષ્યકાર મહર્ષિ વિશેષ બોધ કરાવવાને માટે સ્વોપન્ન ભાષ્યમાં નવ પ્રકારે પાંચે શરીરની ભિન્નતાનું નિરૂપણ કરે છેઃ(૧)કારણઃ- જે ઉપાદાન કારણરૂપ પુદ્ગલ વર્ગણા થકી આ શરીરોની રચના થાય છે તે ઉત્તરોત્તર સૂક્ષ્મ હોય છે. ઔદારિક શરીરના કારણરૂપ પુદ્ગલો સૌથી વધુ સ્થૂળ છે અને ઉત્તરોત્તર સૂક્ષ્મ થતા કાર્મણ શરીર ના કારણરૂપ પુદ્ગલો સૌથી સૂક્ષ્મ (સૂક્ષ્મતમ) કહ્યા છે. (૨)વિષયઃ- વિષય એટલે ગમન યોગ્ય ક્ષેત્ર. કયુ શરીર કેટલા ક્ષેત્ર સુધી ગમન કરી શકે છે. તેનું પ્રતિપાદન કરતી વિભિન્ન શકિતને જ વિષયભેદ કહ્યો છે. -જેમ કે ઔદારિક શરીર ધારી (વિદ્યાચરણમુનિ) ઔદારિક શરીર થકી તિઠ્ઠલોકમાં નંદીશ્વર દ્વીપ સુધી જઇ શકે છે-જંઘાચરણમુનિ તો રૂચક પર્વત સુધી પણ જઇ શકે છે – ઉર્ધ્વ દિશામાં પાંડુકવન સૂધી જઇ શકે છે. - વૈક્રિય શરીર અસંખ્યાત દ્વીપ-સમુદ્ર પર્યન્ત જઇ શકે છે. આહારક શરી૨ મહાવિદેહ ક્ષેત્ર સુધી જઇ શકે છે. અને તૈજસ-કાર્યણની ગતિતો સમગ્ર લોકની અંદર ગમે ત્યાં થઇ શકે છે. (૩)સ્વામીઃ- કયુ શરીર કોનું હોય તેના ભેદનું નિરૂપણ એટલે સ્વામી. જેમ કે ઔદારિક શરીરના સ્વામી માત્ર મનુષ્ય અને તિર્યંચ જ હોય —વૈક્રિય શરીર દેવ-નારકને હોય પણ કોઇ લબ્ધિવાન મનુષ્ય કે તિર્યંચ ને પણ હોઇ શકે -આહારક શરીર ચૌદ પૂર્વી-સંયમી નેજ હોય છે. —તૈજસ કાર્મણ શરીર જીવ માત્રને હોઇ શકે છે. - (૪)પ્રયોજનઃ- જે જેનું અસાધારણ કાર્ય છે તે જ તેનું પ્રયોજન કહેવાય જેમ કે ઔદારિક શરીરનું પ્રયોજન ધર્મ-અધર્મનું સાધન અથવા કેવળજ્ઞાનાદિની પ્રાપ્તિ છે જે કાર્ય બીજા શરીર થી થઇ શકે નહી. -વૈક્રિય શરીરનું પ્રયોજન સ્થૂળ-સૂક્ષ્મ વગેરે અનેકરૂપ ધારણ કરવા તે છે તેના વડે પૃથ્વી-પાણી કે આકાશમાં ગમન કરવાદિ અનેક આશ્ચર્ય ભૂત લાભો મેળવી શકાય છે. આહારક શરીર સૂક્ષ્મરૂપે અરિહંત પરમાત્મા પાસે જઇને શાસ્ત્રીય ગહન પદાર્થોમાં ઉદ્ભવેલ શંકાનું નિરસન કરવાના પ્રયોજનથી બનાવાય છે. – તૈજસ શરીર વડે આહારનું પાચન અને શાપ કે અનુગ્રહ માટે તજોલેશ્યા-શીત લેશ્યા છોડાય છે જે અન્ય કોઇ શરીર કરી શકતું નથી. -કાર્મણ શરીર નું પ્રયોજન ભવાન્તર માં જવાનું છે. (૫)પ્રમાણઃ- ઔદારિક શરીરનું પ્રમાણ ૧૦૦૦ યોજનથી કંઇક અધિક છે. વૈક્રિયનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194