Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૭૧
અધ્યાયઃ ૨ સૂત્ર પર છેક સુધી જોઈ રહી પણ જેવો યુવાન દેખાતો બંધ થયો કે યુવતિને ફાળ પડી. “હાય-હાય !! શું હવે મારું તેની સાથે કદી મીલન નહીં થાય અને તે વિચારણામાં મૃત્યુ પામી.
(૨)સ્નેહથી મૃત્યુદરૂપ વગેરે વિષયના આકર્ષણ વિના સામાન્ય થી થતો પ્રેમ તે સ્નેહ
દૃષ્ટાન્ત-સાર્થવાહપરદેશથી લાંબા કાળે ઘેર આવતો હતો તેના મિત્રોએ સાર્થવાહઘેર પહોંચે પહેલા સાર્થવાહ પત્નીના સ્નેહની પરીક્ષા કરવા કહ્યું કે તારો પતિ મૃત્યુ પામ્યો છે. સમાચાર સાંભળતા જ સાર્થવાહ પત્ની મૃત્યુ પામી.
(૩) ભયથી મૃત્યુ - ગજસુકુમાલમુનિનો ઘાત કરી સોમિલબ્રાહમણ ઘેર જઈ રહયો હતો. માર્ગમાં કૃષ્ણ મહારાજા મળતા - “આ મને મારી નાખશે તો' એવા ભયથી સોમીલ મૃત્યુ પામ્યો.
આ ત્રણે અત્યંતર ઉપક્રમ થકી અકાળ મૃત્યુના દ્રષ્ટાંન્તો છે.
૪ બાહ્ય ઉપક્રમ - નિમિત્ત,આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ અને શ્વાસોશ્વાસ એ છ બાહય ઉપક્રમ કહયા છે અર્થાત આ છ બાહ્ય કારણો વડે આયુષ્યની સ્થિતિનો છાસ કે અપવર્તના થઇ શકે છે.
નિમિત્તમાં વિષ, શસ્ત્ર, સર્પદંશ, અગ્નિ, વીજળી, સુધા, તૃષા, ઠંડી, ગરમી વગેરે કારણે જે મૃત્યુ થાય તેને નિમિત્ત થી થતો બાહય ઉપક્રમ કહયો છે.
આહારઃ- અધિક કે કુપથ્ય આહારથી મૃત્યુ થવું. જેમકે સંપ્રતિરાજાનો જીવ જેણે પૂર્વે દીક્ષા લીધી હતી, તે ભવમાં ભિખારીનો જીવ છે. આહાર માટે દીક્ષા લઈ અધિક ભોજનથી મૃત્યુ પામ્યો.
વેદના - મસ્તકશૂળ કે તેવી કોઈ પારાવાર વેદનાથી મૃત્યુ થાય.
પરાઘાતઃ- કોઈનું કંઈ અહિત કર્યુ હોય તેનો આઘાત લાગે તેવા કોઈ અન્ય આઘાત થકી મૃત્યુ થયું.
સ્પર્શ -ઝેરી જંતુ, વિષકન્યા કે તેવા કોઈ સ્પર્શથી મૃત્યુથાય. જેમ ચક્રવર્તીબ્રહમદત્તના સ્ત્રીરને ઘોડા પર હાથ મુકયો. ત્યારે તેના સ્પર્શ થી તે ઘોડાનું સઘળું વીર્ય અલન થયું અને મૃત્યુ પામ્યો તેમ.
શ્વાસોશ્વાસ - દમ આદિ કારણે ઝડપી શ્વાસોશ્વાસ થાય ત્યારે અને ગભરામણ કે અન્યકારણે શ્વાસોશ્વાસ મંદ પડવા લાગે ત્યારે થતું મૃત્યુ.
નોંધ:- ઉપક્રમ એટલે કે આયુષ્ય સ્થિતિના દસ કે અપવર્તના માટે ભાષ્યકાર મહર્ષિ આવા અત્યંતરબાહય ભેદના જણાવતા નથી. તેઓ ઉપક્રમ (અપવર્તનના કારણોને) સીધા જ જણાવે છે, જેમકે વિષ -સસ્ત્ર- કાંટા-અગ્નિ-જળ- સર્પ - ભોજનઅજીર્ણ - વજપાત - ગળાફાંસો-સિંહાદિક હિંસક જીવથકી ધાત-ભૂખ-તરસ ઠંડી-ગરમી-વગેરે કારણોથી આયુષ્યનું અપવર્તન કે અકાળમૃત્યુ થાય છે.
જ સોપદમ-આયુષ્ય તુટવાના સંજોગો તે ઉપક્રમ-જેને ઉપર વિસ્તારથી જણાવેલ છે. આવા ઉપક્રમ થી આયુષ્ય તુટે અથવા આવા ઉપક્રમો જેને પ્રાપ્ત થવાની સંભાવના છે તેને સોપક્રમ આયુષ્ય કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org