Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૭૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨) રેવા ને ફવિય સંસ્થાકીડી ય તિરજુમા !
उतमपुरिसा य तहा चरम सरीरा य निरुवकमा । स्था. स्था. २ उ.३-सू. ८५/२३६ अभयदेवसूरि कृत स्थानाङ्गवृत्ति # તત્ત્વાર્થસંદર્ભ- અધ્યાયઃ ૩- સૂત્ર ૧૦, ૧૬ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ- દ્રવ્ય લોક પ્રકાશ સર્ગઃ ૩ શ્લોક ૬૯ થી ૯૦ 1 [9] પદ્ય (૧) શરીરના સંયોગવાળા કાળને આયુ કહ્યું
ઘટે તે અપવર્તનીય ને ઘટે ન તે બીજું બધું અનેપવર્તન યુકત જીવિત ધરે નારકી દેવતા ચરમ શરીરી પુરુષ ઉત્તમ ને અસંખ્ય સમાયુષા ચરમ દેહીને નારકદેવો દીર્ધજીવીને શ્રેષ્ઠજનો કાળ પામતા મૃત્યુ કાળે અનઅપવર્યઆયુજીવો મનપરિણામી તરતમતાથી ભોગવે જીંદગી સહ તેઓ
અકાળ મૃત્યુ પશુઓ મનુજો અપવર્યાયુ છે જે ઓ U [૧૦] નિષ્કર્ષ:- સમગ્ર અધ્યાય ને અંતે મુકાયેલ આ સૂત્રમાં મુખ્ય વાત છે. અનપવર્તનીય આયુષ્યની. ચાર પ્રકારે અનપવર્તનીય આયુષ્ય જણાવ્યું. તેમાં ઉડીને આંખે વળગે તેવો ભેદ છે “ચરમશરીરી” નો.
દેવ અને નારક બને તેમજ યુગલિકો અનાવર્તનીય ખરા, પણ સિદ્ધિગતિની લાયકાત વગરના છે. ઉત્તમ પુરુષ વર્તમાનકાળે ભરત ક્ષેત્રમાં કોઈ છે. નહીં. ભાવિમાં પણ શલાકાપુરુષ પણું પ્રાપ્ત કરવું સહેલું નથી. તે સંજોગોમાં આદર્શ રાખવા જેવો ભેદ એકમાત્ર ચરમશરીરી પણાનો જ છે.
જો ચરમશરીરી થઈશું તો મોક્ષ માટેનો આદર્શ પથ તો સૂત્રકારે પ્રથમ અધ્યાયમાં દર્શાવેલોજ છે. તે દર્શન-જ્ઞાન-ચારિત્ર માર્ગ પામીને મોક્ષમાર્ગમાં પદાપિત થવું જોઈએ જો આવું પર્દાપણ થાય તો જ ચરમ શરીરી થઈ શકાય.
0000000 અધ્યાય બીજો અભિનવટીકા સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org