Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૭૩
અધ્યાયઃ ૨ સૂત્રઃ પર એક કલાકનું કાર્ય અડધા કલાકમાં થઈ શકે?
-હા-એક કલાકનું કાર્ય અડધો કલાક શું અડધી મિનિટમાં પણ થઈ શકે. જેમ એક ગામમાં દરેક શેરીમાં દીવો કરવો હોયતો જૂના જમાનામાં એક કલાક પણ વીતતો હશે. આજે બધી શેરીમાં એક સાથે લાઈટ કરવી હોય તો અડધી મિનિટમાન થાય કે નહીં?
શાસ્ત્રીય દૃષ્ટાંત જોઈએ તો (૧) ભીનું વસ્ત્ર ઘડી સહિત સુકવો તેના કરતા ખુલ્લુ કરી સુકવોતો જલ્દી સુકાય જાય છે.
(૨) દોરીને એક છેડે થી સળગાવો-બીજે છેડે પહોંચતા વાર લાગે પણ ગુંચળું વાળીને સળગાવોતો તુરંત સળગી જાય કે નહીં?
તે રીતે અંતર્મુહૂર્ત કાળમાં પણ કર્મના ફળનો અનુભવ થઈ શકે અને શીઘ આયુકર્મના દલિકો ભોગવાઈ જાય છે.
* આયુષ્ય ઘટે તેમ વધે કે નહીં? રસાયણો ખાવાથી કે યોગવિદ્યાથી આયુષ્ય વધતાં નથી. જેટલું બાંધ્યું હોય તેટલું બરાબર ભોગવાય છે. માટેવ્યવહારમાં આયુષ્ય વધી ગયું બોલે છે.બાકી આયુષ્યની સ્થિતિ મર્યાદામાં કદાપી એક સમય પણ વધી શકે જ નહીં. અરે! અમૃત ખવડાવો તો પણ કદી આયુષ્ય ન જ વધે.
* સોપક્રમ અને અનપવર્યબંને સાથે કઈ રીતે સંભવે? સોપક્રમ અનપવર્યનો અર્થ એ છે કે તે આયુષ્યમાં ઉપક્રમ અપવર્તન માટે ના નિમિત્તો ની સંભાવના તો રહેવાની જ પણ આયુષ્યનું અપવર્તન કદાપી નહીં થવાનું. કેમ કે ચરબદેહી તથા ઉત્તમ પુરુષોનું આયુકર્મનું બંધન અતિ ગાઢ હોય છે, ગમે તેવાઉપસર્ગાદિ પણ તેને શિથિલ ન કરી શકે.
જ નિયતકાળમર્યાદાપૂર્વઆયુષ્ય ભોગવાઇ જવાથી કૃતનાશ-અકૃતાગમ-નિષ્ફળતા દોષ લાગશે જે શાસ્ત્રમાં ઈષ્ટનથી. તો તેનું નિવારણ કઈ રીતે કરશો?
$ આયુકર્મશીઘ ભોગવવાથી આ દોષો લાગતા નથી. કેમકે જે કર્મ લાંબા કાળ સુધી ભોગવી શકાય છે તે જ કર્મ એક સાથે ભોગવવામાં આવે છે. એનો કોઇ ભાગ વિપાકનુભવ કર્યા વિના છૂટકો નથી. - તેથી કૃત કર્મનો નાશ કેબદ્ધ કર્મની નિષ્ફળતા પ્રાપ્ત થતાં જ નથી એજ રીતે કર્માનુસાર, આવનાર મૃત્યુ પણ આવે છે. પરિણામે અકૃત કર્મના આગમનો દોષપણ આવતો નથી.
* સૂત્રનો પરોક્ષ સંબંધઃ ભાષ્યકાર મહર્ષિના જણાવ્યા મુજબ. ઔપપાતિક, ચરમદેહી, ઉત્તમ પુરુષ અને અસંખ્યયવર્ષઆયુવાળા સિવાયના જે બાકી રહેલા મનુષ્યો કે તિર્યંચો છે તેમનું આયુષ્ય-સોપક્રમનિરુપક્રમ-અપવર્ય અને અનપવર્યએ બધાં પ્રકાર હોઈ શકે છે.
U [8] સંદર્ભઃ
છે આગમ સંદર્ભઃ- (૧) રો સદારચું પાતિ / રેવા વેવ શેરડુચા વેવ - થા સ્થા. ર-૩. રૂ. ૮૧/રરૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org