Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા નિરુપમ:-જે આયુષ્યને આવા ઉપક્રમો પ્રાપ્ત થાયજ નહીં તેને નિરુપક્રમ આયુષ્ય કહેવાય છે.
૧૭૨
નોંધઃ-અપવર્તન પામનાર આયુષ્ય સોપક્રમી જ હોય છે અર્થાત્ અપવર્તનીય આયુષ્યવાળા પ્રાણીઓને શસ્ત્રાદિ કોઇપણ નિમિત્ત મળીજ રહે છે જેથી અકાળ મૃત્યુ થાય છે.[વિશેષાવશ્યક ગાથા ૨૦૫૫ મુજબ આ આયુષ્ય-ઉપક્રમ લાગે તો ઘટે - ઉપક્રમ ન લાગે તો નથટે પણ સ્વોપજ્ઞ ભાષ્યાનુસાર તો અપવર્તનીય આયુનો અવશ્ય હ્રાસ થાય જ છે.] અપવર્તનીય આયુષ્યનું દૃષ્ટાંતઃ- ધારોકે કોઇ જીવની આયુ સ્થિતિ ની મર્યાદા ૧૦૦વર્ષની છે. અપવર્ત્ય આયુ હોવાથી કોઇઉપક્રમનીપ્રાપ્તી થઇ-જેમકે ૭૫મે વર્ષેસર્પદંશ થયો, આવો ઉપક્રમ મળતાં બાકીની સ્થિતિમાં રહેલા સઘળાં આયુષ્ય દલિકો અંતર્મુહૂર્તમાં જ ભોગવાઇ જાય છે. અને તેનું મૃત્યુ થાય છે.
અહીં તે જીવ ને ઉપક્રમ પ્રાપ્ત થતા ૨૫ વર્ષની સ્થિતિનું અપવર્તન-ઘટાડો થઇ ગયો કેમ કે તેને પૂર્વ જન્મમાં વર્તમાન ભવના આયુષ્યનો બંધ પડ્યો ત્યારે આયુકર્મના દલિકોનો બંધ શિથિલ પડેલ હોય
અનપવર્તનીય આયુના ભેદઃ
સોપક્રમ અનપવર્તનીય :- જે આયુષ્ય ને ભય આદિ અત્યંતરકે વિષ-આદિ બાહ્ય ઉપક્રમ (નિમિત્તો) પ્રાપ્ત થાય તેને સોપક્રમ અનપવર્તનીય આયુષ્ય કહેવાય છે. ૐ નિરુપક્રમ અનેપવર્તનીય :- જે આયુષ્ય ને કોઇપણ ઉપક્રમ (અપવર્તના માટેના નિમિત્તો) પ્રાપ્ત જ ન થાય તેને નિરુપક્રમ અનપવર્તનીય આયુષ્ય કહે છે.
નોંધઃ-ઉપક્રમપ્રાપ્તથાય કે ન થાય અર્થાત્ સોપક્રમહોયકેનિરુપક્રમ-પણ અનપવર્તનીય આયુની સ્થિતિનો કદાપિ હસ થતો નથી કેમ કે તેના આયુષ્ય કર્મનો બંધ ગાઢ હોય છે.
ઉપરોકત સૂત્રમાં ઔપપાતિક-ચરમદેહી-ઉત્તમપુરુષો અને અસંખ્ય વર્ષ આયુષ્યવાળા જીવોનું આયુષ્ય અનપવર્તનીય જણાયેલ છે. તે જીવોમાં ઔપપાતિક દિવ-નારક] અને અસંખ્યવર્ષ આયુવાળા [મનુષ્ય અને તિર્યંચો] નું આયુષ્યનિરુપક્રમ અનપવર્તનીય હોય છે.
—જયારે ચરમદેહી તથા ઉત્તમપુરુષો નું આયુષ્યનિરુપક્રમ અને સોપક્રમ એમ બંનેપ્રકારે અનપવર્તનીય જણાવેલ છે.
જૈ અપવર્તનીય-અનપવર્તનીય નું કારણઃ- આ બંને આયુષ્યનો બંધ સ્વાભિવિક નથી પણ પરિણામની તરતમતા ઉપર અવલંબિત છે ભાવિ જન્મના આયુના બંધ સમયે પરિણામ શિથિલ હોય તો નિમિત્ત મળતા બંધકાળની મર્યાદા તુટી જાય છે. આયુનું અપવર્તન થાય છે.
તેનાથી ઉલટું જો તે સમયે પરિણામો તીવ્ર હોય તો આયુષ્યનો બંધ ગાઢ થાય છે. તેથી નિમિત્ત મળે તો પણ બંધકાળની મર્યાદા ઘટતી નથી અને આયુષ્ય શીઘ્ર ભોગવાતું નથી.
જેમ અત્યંત દૃઢ બનીને ઉભેલા પુરુષોની હાર અભેદ્ય હોય છે પણ શિથિલ બની ઉભેલા પુરુષોની હાર ભેદી શકાય તેવી હોય છે તેમ આયુષ્ય બાબત પણ સમજવું
આયુષ્ય ૧૦૦ વર્ષનું હોય-અપવર્તનાથી ૫૦ વર્ષ ઘટી જાય તે કઇરીતે બને? શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org