Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૭૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પણ ઘટાડો ન થાય તેને અનપવર્તનીય આયુ કહે છે.
છે જે આયુષ્ય બંધકાળની સ્થિતિ પૂર્ણથયા પહેલાં સમાપ્ત થતું નથી તે અનાવર્તનીય છે.
છે જે આયુષ્ય કર્મનોબંધ ગાઢ-મજબૂત થયો હોય ત્યાં આયુષ્યની સ્થિતિનો વાસ થઈ શકતો નથી. તે આયુષ્ય અનપવર્તનીય કહેવાય.
$ જે આયુનો ભોગકાળ બંધકાળની સ્થિતિ મર્યાદા જેટલો જ હોય તે અનપવર્તનીય આયુકહેવાય.
* अपवर्तनीयः
છે હીન વીર્યવાળા જીવને અનિકાચિત એટલે કે મજબૂત આયુષ્ય બંધાતુ નથી. તેથી તેમાં ઓછાશ એટલે કે ઘટાડો થઈ શકે તેને અપવર્તનીય આયુ કહેવાય છે.
છે જે આયુષ્ય બંધના સમયની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં શીધ્ર ભોગવી શકાય છે તે અપવર્તનીય આયુ કહેવાય છે.
# જે આયુષ્યની સ્થિતિનો હાસ થઈ શકે તે આયુષ્ય અપવર્ય કે અપવર્તનીય કહેવાય.
છે જે આયુનો ભોગકાળ બંધકાળની સ્થિતિ મર્યાદાથી ઓછો હોય તેને અપવર્તનીય આયુકહેવાય છે.
આ રીતે અનાવર્તનીય અને અપવર્તનીય આયુષ્યની વ્યાખ્યા જૂદા જૂદા શબ્દોમાં રજૂ થઈ છે. પણ સારી લઈએતો એક જ વાત જોવા મળે છે કે
(૧) કોઇપણ નિમિત્તથી આયુષ્યની સ્થિતિ ઘટવી તે અપવર્તન
(૨) કોઈપણ નિમિત્ત મળે નહીં અને મળે તો પણ આયુષ્યની સ્થિતિ ન ઘટે તે અનપવર્તન.
છે અનપવર્તનીય આયુને બે પ્રકારનું કહેવું છે (૧)સોપકમ (૨) નિરુપક્રમ અર્થાત્ - ઉપક્રમસહિત અને ઉપક્રમરહિત
આ ઉપક્રમ એટલે શું? ઉપક્રમ એટલે અપવર્તન નું નિમિત્ત. છે જે અધ્યવસાનાદિક કારણોથી આયુકર્મની અતિ દીર્ધકાળની સ્થિતિ પણ ઘટીને અલ્પકાળની થઈ શકે છે તે કારણકલાપોને ઉપક્રમ કહે છે.
૪ ઉપક્રમ એટલે આયુષ્ય તુટવાના સંયોગો. જ ઉપકમના અત્યંતર અને બાહય બે ભેદ છે.
અત્યંતર ઉપક્રમ - અધ્યવસાયને અત્યંતર ઉપક્રમ કહયો છે. જેના ત્રણ ભેદ છે રાગ સ્નેહ અને ભય. અર્થાત્ રાગથી,સ્નેહથી કે ભયથી આયુષ્યતુટે એટલે કે અકાળ મૃત્યુ થાય તે અત્યંતર ઉપક્રમ.
(૧) રાગથી મૃત્યુ-રૂપ વગેરે વિષયના આકર્ષણ થી થતો પ્રેમ તે રાગ છે. જેમકે સ્ત્રી આદિ પ્રત્યેનો પ્રેમ.
દૃષ્ટાન્ત -એક આકર્ષક સોહામણા યુવાનને એક યુવતિ એ પાણી આપ્યું. યુવાન પાણી પીતો હતો ત્યારે યુવતિ તેના રૂપમાં મુગ્ધ બની યુવાન પાણી પીને ચાલતો થયો. યુવતિ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org