Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૬૮
તત્ત્વાધિગમ સૂત્ર અભિનવટીકા 1 [6] અનુવૃત્તિ-સંસારી - જીવોનો અધિકાર ચાલુ છે.
[7] અભિનવટીકા:-ચારગતિ રૂપ સંસારમાં આયુષ્ય વિષયક નિયમ શું છે? ચારે ગતિમાં તેની સ્થિતિ વ્યવસ્થિત છે કે અકાલ મૃત્યુ પણ થયા કરે છે? આવો પ્રશ્ન થાય - કેમકે- લોકોમાં આ વિશે જૂદી જૂદી માન્યતા પ્રવર્તે છે કોઈ કહે છે કે પૂર્વજન્મમાં આયુષ્ય જેટલું બાંધ્યું હોય તે પૂર્ણ થાય-પુરુ ભોગવાઈ જાય એટલે મરણ થાય છે. કોઈ કહે છે આયુ ની સ્થિતિ પૂર્ણ થયા પહેલા પણ શસ્ત્ર-અસ્ત્ર નિમિત્તે મરણ થઈ જાય છે. તો સત્ય શું?
તેનો ઉત્તર આપવા ભાષ્કાર મહર્ષિ જણાવે છે કે આ બંને વાત સત્ય છે. મૃત્યુ અકાળે અને કાળે બંને રીતે સંભવે છે કેમકે આયુષ્યના બે ભેદ છે - (૧) અપવર્તનીય (૨)અનાવર્તનીય.
યુધ્ધ આદિ વિપ્લવોમાં હજારો તંદુરસ્ત નવયુવાનો મરણ પામે છે. સામે પક્ષે ઘરડા જર્જરી દેહવાળાઓને પણ ભયંકર,આફતમાંથી બચતા જોઈએ છીએ એટલે સંશય તો થવાનો જ છે કે શું અકાળમૃત્યુ જેવું કંઈ છે કે જેનાથી અનેક વ્યક્તિ મૃત્યુપામે છે અને કોઈ નથી પણ મરતું?
તેનો પ્રત્યુત્તર ઉપર કયામુજળું ભાષ્યકારે હા અને ના બંનેમાં આપ્યો છે. જો આયુષ્ય અપવર્તનીય હોયતો અકાળમૃત્યુ થઈ પણ શકે. અને જો અનાવર્તનીય આયુ હોયતો અકાળમૃત્યુ કદાપી ન થાય. આ અનાવર્તનીય પણાને આશ્રીને પ્રસ્તુત સૂત્રમાં જણાવે છે કે
પપાતિક - ચરમદેહી- ઉત્તમપુરુષ અને અસંખ્ય વર્ષ આયુષ્યાળા એ ચાર પ્રકારના જીવોને આયુ અનપવર્ય હોય છે.
* સૌપપતિ:- ઉપપાત જન્મવાળા દેવ અને નારક તે ઔપપાતિક.
$ ઔપપાતિક એટલે ઉપપાતરૂપ જન્મથી ઉત્પન્ન થનારા તેના અધિકારી દેવ અને નારક બે જ છે.
# વિશેષ વ્યાખ્યા સૂત્ર ૨ઃ૩૫નારજ્વવાનામુFપાત: ની અભિનવટીકામાં કહેવાઈ છે. * रचरमदेहा: चरम: अनयो देहो येषां ते चरम देहा: # જન્માંતર લીધા વિના એ જ શરીરથી મોક્ષ મેળવનાર “ચરમદેહી' કહેવાય છે. જ વર્તમાન ભવમાં જ મોક્ષેજનાર જીવ તેચરમ દેહી. $ જેને આ શરીર છેલ્લું છે, જેને કોઈ શરીર ફરીથી ગ્રહણ કરવાનું નથી, તે ચરમ દેહા
જ મોક્ષમાં જવાનો ભવ હોવાથી તે “ચરમ' કહેવાય. તે ભવે છે લુ શરીર હોય છે. તેધારણ કરનાર ચરમદેહી કહેવાય છે.
–આવા ચરમશરીરી ફકત મનુષ્યો જ છે. દેવ-નારક અને તિર્યંચમાં સિધ્ધિધગમનની યોગ્યતા હોતી નથી માટે મનુષ્ય સિવાય કોઇચરમશરીરી હોઈ શકે નહીં. મનુષ્ય આ શરીરને ઘારણ કરીને સઘળા કર્મની જાળને દૂર કરી - કર્મરહિત થઈ સિધ્ધિને પ્રાપ્ત કરે છે.
* उत्तमपुरुषा:- तीर्थकरचक्रवर्तिनो वासुदेवबलदेवाः, गुणधरादयोऽपि चान्ये। ૪ તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવઆદિશલાકાપુરુષો ઉત્તમ પુરુષ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org