Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 164
________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૫૦ ૧૬૩ સૂત્રરમાંઔદયિકભાવના ભેદોમાંલિંગનાત્રણભેદોનો ઉલ્લેખ થયો છે. અને તે લિંગના સ્વામીને જણાવે છે. લિંગ એટલેચિહ. તે ત્રણ પ્રકારે છે. પુંલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. આલિંગને વેદ શબ્દથી પણ ઓળખવામાં આવે છે. ત્રણ વેદો પણ દ્રવ્ય અને ભાવથી બબ્બે ભેદો ધરાવે છે. જેમાં દ્રવ્ય વેદ એટલે પૌલિક આકૃતિ અથવા બાહય ચિહ્ન, ભાવવેદ એટલે અમુક ઈચ્છા કે અભિલાષા જે એક પ્રકારનો મનો વિકાર છે. -જે ચિહ્ન થી પુરુષની ઓળખ થાયતે દ્રવ્યવેદ અને સ્ત્રીના સંસર્ગસુખની અભિલાષા તે ભાવપુરુષવેદ. જે ચિહ્નથી સ્ત્રીની ઓળખ થાય તે દ્રવ્ય સ્ત્રીવેદ અને પુરુષના સંસર્ગસુખની અભિલાષાતે ભાવ સ્ત્રીવેદ. -જેનામા કંઈક અંશે પુરષ ચિહ્ન અને કંઈક અંશે સ્ત્રીનું ચિહન હોય તે દ્રવ્ય નપુંસક વેદ છે અને પુરુષ તથી સ્ત્રી બંનેના સંસર્ગસુખની અભિલાષા તે ભાવ નપુંસકવેદ કહે છે. દ્રવ્ય વેદએ નામ કર્મના ઉદયનું ફળ છે અને ભાવવેદ એ મોહનીય કર્મના ઉદયનું ફળ છે. વ્યવેદ અને ભાવવેદ વચ્ચે સાધ્ય – સાધનનો સંબંધ છે. નપુંસકવેદની સમજ આપવા માટે આટલી લાંબી ભૂમિકા પછી પ્રસ્તુત સૂત્રના ભાષ્ય આધારિત અર્થને જોઈએ તો * મર્થ:- નારકીના પંચેન્દ્રિય જીવો તથા સર્વે સંમૂર્ણિમ જીવો- [એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય,ચઉરિન્દ્રિય, અસંશોતિર્યંચો, અસંજ્ઞીમનુષ્યો એટલે કે સૂક્ષ્મ એકેન્દ્રિયોથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિયો સુધીના તમામ જીવો નપુંસકવેદના ઉદયવાળા હોય છે. આ જીવો પુરુષ તથા સ્ત્રી બંનેના સંસર્ગની અભિલાષા વાળા હોવાથી તથા પ્રકારની ચેષ્ટાવાળા હોય છે. પણ તેમાં ગર્ભજ પણું સંભવતું નથી. # ભાષ્યાર્થઃ- નારકીના બધા જીવ તથા સંમૂર્ઝિન જન્મ ધારણ કરવાવાળા સઘળા જીવો નપુંસક જ હોય છે. તે નથી સ્ત્રી હોતા કે નથી પુરુષ હોતા. તેઓને ચારિત્રમોહનીયના નોકષાયવેદનીય સંબંધિત્રણ વેદમાંથી એકનપુંસર્વેદનીય કર્મનો જ ઉદય હોય છે. * नारक - नरकेषु भवा नारकाः सर्वे सप्तसु पृथिवीषु वर्तमाना: # એક સામાન્ય વ્યાખ્યા - ધર્મઆદિ ચાર પુરુષાર્થને (નરણ) નયન કરે તે નર. જે આ નરોને શીત - ઉષ્ણઆદિ વેદનાઓથી શબ્દાકુલિત કરી દે તે નરક છે. –અથવા–પાપી જીવોને આત્યન્તિક દુઃખ આપનારી તે નરક છે. આ નરકમાં જન્મ લે તે નારકી. * संमूर्छिन:- संमूर्छनं संमूर्छः समूर्छा वा संमूर्छनजन्म इत्यर्थः तद् येषां विद्यते ते મૂર્ણિન: ૪ સમૂઈન એટલે સંમૂર્ણિન જન્મ તે જેનામાં વિદ્યમાન હોય તે સંમૂછિન અર્થાત સંમૂછિન જન્મ વાળા કહેવાય છે. જેમાં પૃથ્વી અપુ, તેલ, વાયુ, વનસ્પતિ, બે-ત્રણ-ચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194