Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૨
૧૪૧ 3 [7]અભિનવ ટીકા- ઉપરોકત ઔદારિકાદિ પાંચ શરીરમાંના છેલ્લા બે શરીરતૈજસ અને કાર્મણ-સાથે જીવનો અનાદિ કાળથી સંબંધ છે, તેથી આ બે શરીરને મન સન્ડન્ટે કહ્યું. આ સૂત્રાર્થને સિધ્ધસેનીયટીકામાં વધુ સ્પષ્ટ કરીને કહ્યું કે તૈજસ અને કાર્પણ એ બંને શરીરોનો સંબંધ પરસ્પર તેમજ સંસારી(જીવ) સાથે અનાદિ નો છે.
* મનરિ:- આદિ-- - પ્રાથમિક અથવા પહેલું કે આરંભનું એટલે આદિ – જેને ગાદ્રિ વિદ્યમાન નથી તે અનાદિ છે અર્થાત અનાદિ એટલે જેનો આરંભ નથી તે.
૪ ગd: તથામિત્રત્વ ક્ષય અનાદિ એટલે કોઈએજેનું નિર્માણ કરેલ નથી પણ તથા ભવ્યત્વે મુજબ આપમેળે જ ચાલ્યા કરે છે. “અક્તક' હોવાથી તેને અનાદિ કહ્યું છે.
* સંખ્ય- સંયો:- સંયોગ-જોડાણ के सम्बन्धन-सम्बन्धः संयोग इत्यर्थः
- ના વિકલ્પને સૂચવવા “” શબ્દ કયો છે # સૂત્રમાં મૂકેલ વ થકી અહીં સૂત્રકાર એવું કહેવા માંગે છે કે તૈજસ-કાશ્મણ શરીરનો સંબંધ મનદિ હોવા ઉપરાંત વિકલ્પ પણ છે. કાર્યકારણ ભાવની પરંપરાની અપેક્ષા અનાદિ સંબંધ છે પણ વિશેષની અપેક્ષાએ સાદિ સંબંધ છે
બીજા શબ્દોમાં કહીએતો દ્રવ્યની અપેક્ષાએ આ સંબંધ અનાદિનો છે. પણ પર્યાયની અપેક્ષાએ જોઈએ તો પર્યાયતો બદલાતા રહે છે માટે તેને સત્ સંબંધ કહ્યો. જેમ બીજ અને વૃક્ષનો સંબંધ માહિ નો છે પણ અમુક બીજનું અમુક વૃક્ષ થયું, એવું વિશેષ અપેક્ષાએ કે પર્યાયાનુસાર કહીએ તો ત્યાં તે સંબંધ સાદ્ધિ થશે. તે રીતે તૈજસ-કાશ્મણ શરીર અનાદિનું છે. પણ અમુક તૈજસ કે અમુક કામણ શરીર એવું વિશેષ અપેક્ષાએ કહોતો ત્યાં તે તૈજસ કાર્પણ બંને શરીર સઃિ થશે. કેમ કે પ્રતિક્ષણ નવા કર્મનો બન્ધ તો થતો રહે છે.
આ રીતે સૂત્રમાં મુકેલ “વ” નારિ સાથે સાવિ સંબંધ પણ સૂચવવા માટે છે.
જ વિશેષ:- અત્રે શરીર નો અધિકાર ચાલે છે તેમાં પાંચ શરીર માંના છેલ્લા બે શરીર તૈનમાં અને કાળ માં રહેલી વિશેષતા અંગે પ્રસ્તુત સૂત્ર રચના થઈ છે.
તૈજસ અને કાર્મણ નો સંબંધ એકમેકની સાથે તેમજ આત્માની સાથે પ્રવાહરૂપે જેવો અનાદિ કાળથી ચાલ્યો આવે છે. આવો સંબંધ પહેલા ત્રણ શરીરોનો જોવા મળતો નથી કેમકે એ ત્રણે શરીરો અમુક સમય પછી કાયમ રહી શકતા નથી.
ઔદા રિકાદિ ત્રણે શરીરો કાદાચિત્ક/અસ્થાયી સંબંધવાળા કહેવાય છે. જયારે તૈજસ કાર્પણ અનાદિ સંબંધ વાળા છે.
જયાં સુધી સંસાર છે ત્યાં સુધી જીવની સાથે આ બંને શરીરોનો સંબંધ રહે છે. સંસારી જીવ અનદિકાળથી સંસારી છે(કેમકે હજી સિધ્ધ થયો નથી, તેથી કરીને તૈજસ- કામણ બંને શરીરનો સંબંધ પણ અનાદિનો જ છે.
[અલબત આ વાત દ્રવ્યાર્થિક નય અપેક્ષાએ જ છે. જો પર્યાયાર્થિક નયનો અભિપ્રાય લઈએ તો પ્રતિક્ષણે જીવને નવા કર્મો બંધાય છે. તે કર્મોની સ્થિતિ આદિ પણ નિશ્ચિત છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org