Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ૪૪
૧૪૭ જ એકજીવને એકસાથે પાંચશરીર કદાપી નહોય:- કોઇપણ જીવને એકજ એકકાળે વૈક્રિય લબ્ધિ અને આહારક લબ્ધિનો પ્રયોગ સંભવતો નથી પરિણામે કોઈપણ એક જીવ ને એક કાળમાં કયારેય પાંચે શરીર એક સાથે અસ્તિત્વ ધરાવી શકતા નથી.
$ હારિભદ્દીયટીકા- “માવા ફતવયવમહિર તુ ને ઇવ વિદ્ युगपद् एकदा पंच भवन्ति शरीराणि ।
* વૈક્રિય અને આહારક બંને શરીર સાથે ન હોય
આહારક શરીર કેવળચૌદપૂર્વધરરમુનિને જ હોય છે. તેથી વૈક્રિય અને આહારકશરીર રચવાનું સામર્થ્ય ચૌદ પૂર્વઘર સિવાય અન્ય કોઈ જીવોમાં હોઈ શકે નહીં ફકત ચૌદ પૂર્વધર મુનિઓ જ આ બંને શરીર વિક્ર્વવાની શકિત સંભવે છે.
ચૌદ પૂર્વધર મુનિને વૈક્રિયલબ્ધિ ના પ્રયોગ સમયે લબ્ધિથી શરીર રચના કર્યા પછી નિયમો પ્રમત્ત દશા હોય છે જયારે આહારકલબ્ધિ ના પ્રયોગ થી શરીરરચના સમયે તો પ્રમત્ત દશા જ હોય પણ શરીર રચના બાદ શુધ્ધ અધ્યવસાયનો સંભવ હોવાથી અપ્રમત્ત ભાવ ઉત્પન્ન થાય છે.
પરિણામે વૈક્રિય અને આહારક બને લબ્ધિઓનો પ્રયોગ એકી સાથે થવો એ સંભવ નથી.
ઉપરોક્ત મુદ્દામાં પાંચ શરીર એક સાથે કેમ નહીં? તેનો ઉત્તર પણ પ્રસ્તુત મુદ્દામાં સમાયેલો છે પાંચેનો એક સાથે આવિર્ભાવ થતો નથી માટે પાંચ શરીર ન હોય એક જીવ ને શકિતરૂપ તો પાંચ શરીર હોય જ છે કેમ કે આહારક લબ્ધિવાળા મુનિને વૈક્રિય લબ્ધિનો પણ સંભવ છે. પણ એકજ વખતે બંને લબ્ધિ વિદુર્વવી શક્ય ન હોવાથી એક કાળે પાંચે શરીરનો સંભવ રહેતો નથી માટે જ કાવતરૂંકહ્યું છે. વૈક્રિય-આહારક-શરીરના સ્વામી ની વિશેષતા સૂત્રઃ ૨:૪૮ અને ૨ઃ૪૯માં જણાવેલ છે.
ભાષ્યમાં જણાવ્યા મુજબ એકજીવને એક સાથે કેટલા શરીર સંભવે છે. તેના પાંચ અને સાત વિકલ્પોઃ
ભાષ્યકાર મહર્ષિ તૈજસ અને કાર્મણ શરીર ને અનાદિના સંબંધવાળા અને નિત્ય સાથે રહેતા હોવાનું જણાવે છે. પરંતુ બીજા કોઈક મતાનુસાર કાર્મણ શરીરજ અનાદિ સંબંધ વાળું કહ્યું છે-તૈજસ તો લબ્ધિ વિષયક છે માટે હોય અને ન પણ હોય
સૂત્રકાર ના કહેવા મુજબ તો તૈજસ-કાશ્મણ યુગવત જ હોય તેથી આ મત મુજબ એક જીવને એક સાથે સંભવતા શરીર બે-ત્રણ કે ચાર હોવાથી પાંચ વિકલ્પોની જ ભજના રહે છે.
(૧)પ્રત્યેક જીવને તૈજસ અને કાર્મણ તો હોય જ શરીર-૨ (૨)તૈજસ-કાર્પણ અને ઔદારિક
શરીર-૩ (૩)અથવા તૈજસ-કાર્પણ અને વૈક્રિય
શરીર-૩ (૪)તૈજસ-કાશ્મણ-દારિક અને વૈક્રિય શરીર-૪ (પ)અથવા-તૈજસ-કાર્પણ ઔદારિક અને આહારક શરીર-૪ તેને બદલેજેઓ ફકત કાર્મણ શરીરને જ નિત્યસંબંધવાળું માને છે. વિપ્રદ તૌર્મયોn:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org