Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ કર્મવેદન-વિશિષ્ટ અનુભાવ તથા કર્મ વિગ્રહના દીર્ધકાળને લીધે બંધાયેલ કર્મનું વેદન અર્થાત્ કર્મવિપાક જન્ય શુભાશુભ ફળોનું વેદન પણ ઔદારિકાદિ ચાર શરીર કરે છે.
કર્મનિર્જરા -ઉદિરણાદિયોગને લીધે પવિત્ર અનુષ્ઠાન દ્વારા સંચિત કર્મોની નિર્જરા પણ ઔદારિકાદિ ચાર શરીરો વડે થયા કરે છે/થઈ શકે છે.
આ ચારે બાબતોને ભાષ્યકારે ઉપભોગ કહ્યો છે કે જે કામણ શરીરમાં સંભવતો નથી. * निरुपयोग:- निरस्त उपभोगम् इति निरुपभोगम्
ઉપર ઉપભોગ શબ્દની વ્યાખ્યા કરી છે. આ પ્રતિવિશિષ્ટ લક્ષણોનો અભાવ હોવાથી (કાર્પણ શરીર) નિરુપભોગ” કહેવાય છે.
# ઉપકરણ ના અભાવથી, સામગ્રીના યોગ ન થવાથી તેમજ પ્રતિવિશિષ્ટ ભોગદિ અભાવની અપેક્ષાએ (કાર્પણ શરીર) નિરુપભોગી કહ્યું છે.
જ અન્ય-અન્ય શબ્દ થકી અહીં કાશ્મણ શરીરનું ગ્રહણ કરવું જોઈએ. કેમકે પૂર્વે સૂત્ર ૨ઃ૩૭ માં રિક્રિયાશીરતૈનાને શરીરમાં કહ્યું છે તેથી આ સૂત્રક્રમના પ્રામાણ્ય ને સ્વીકારીને ક્રમમાં છેલ્લે આવતું હોવાથી #ામણ શરીરને અન્ય શરીર કહ્યું છે.
મવમ્ અન્યમ્ ઔદારિકાદિ શરીરને અન્ત હોવાથી-પર્યન્ત વર્તી હોવાથી ફાર્મળ ને અન્ય કહ્યું છે.
જ વિશેષ:- અહીં કામણ શરીર થકી ઉપભોગનો જે નિષેધ કર્યો છે તેમાં સામાન્ય ઉપભોગ નહીં લેતા ઉપભોગ-વિશેષ લેવો
ઉપભોગના સાધન હાથ-પગ ઇન્દ્રિય વગેરે છે કે જે કામણ શરીરમાં જોવા મળતા નથી. જે પ્રકારે ઔદારિક શરીર થકી જીવ મનોયોગ દ્વારા વિચારણા પૂર્વક હિંસાદિ અશુભ કર્મકરી શકે છે અને પ્રાણી રક્ષા વગેરે શુભકર્મ પણ કરી શકે છે....
–અથવા શ્રોત્રાદિ ઈન્દ્રિયો થકી શબ્દાદિને સાંભળી શકે છે. તથા ઇષ્ટ-અનિષ્ટ વિષયોનું સેવન કરી શકે છે તે રીતે કોઈપણ કાર્ય કાર્મણ શરીરથી થઈ શકતું નથી.
–બીજી વાત એ પણ છે કે કાશ્મણ શરીર કર્મોના સમૂહ રૂપ છે તેથી તે ઉપભોગ્ય તો થઈ શકે પણ ઉપભોજક ન થઈ શકે
–વળી છસ્થ જીવોનો ઉપભોગ અસંખ્યાત સમયથી ઓછો હોતો નથી, પણ કાર્પણ શરીરનો યોગ જયાં પ્રાપ્ત થાય છે તે વિગ્રહ ગતિનો કાળ ચાર સમય સુધીનો જ છે આવાઆવા કારણોથી કાર્પણ શરીરને નિરુપભોગ કહ્યું છે.
કાર્મણ શરીરના નિરુપભોગ પણા વિશે કંઈક વધુ સ્પષ્ટીકરણોઃ–બુધ્ધિપૂર્વક કરાયેલા કાર્યો થકી જેવો કર્મ બંધ ઔદારિકઆદિ શરીર વડે થાય તેવો કાર્મણ શરીર વડે થતો નથી.
-અંગોપાંગ અને ઇન્દ્રિયો થકી જેવું કર્મના ફળનું અનુભવન કે વેદન દારિક આદિ શરીર વડે થઈ શકે છે તેવું કામણ શરીર વડે થઈ શકતું નથી.
–તપસ્યા વગેરે થકી જે રીતે કર્મોની નિર્જરા ઔદારિકાદિ શરીરો થકી થાય છે તેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org