Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૯
૧૩૩ तेषाम् अनन्तरसूत्रोपदिष्टानाम् औदारिकादि शरीराणां परं परं सूक्ष्मं वेदितव्यम् ।
જ પરંપર-અહીં પરમ શબ્દ નું વીસામાં દ્વિતથતા પરમ્પરમ્ [પશબ્દ બન્યો છે તે વીસા વ્યાપ્તિ અર્થને સૂચવે છે. તેનો અર્થ “પૂર્વ-પૂર્વ”ની અપેક્ષાએ ઔદારિકાદિ [પરં-પર) પછી-પછી ના''- એ પ્રમાણે સમજવો.
મૂળ “પ” શબ્દ વ્યવસ્થા-ભિન્ન-પ્રધાન-ઈષ્ટવગેરે અનેક અર્થમાં વપરાય છે. અહીં વ્યવસ્થા વ્યાપ્તિ અર્થની વિવિક્ષામાં પરશબ્દ પ્રયોજાયો છે. સંજ્ઞા, લક્ષણ, આકાર, પ્રયોજન, આદિ દૃષ્ટિ એ પરસ્પર વિભિન્ન શરીરોની સૂક્ષ્મતાની વિચારણાથી આ પર શબ્દ વીસા અર્થમાં બે વખત નિર્દેશાયેલ છે.
* सूक्ष्मः- सूक्ष्म गुणं द्रव्य सूक्ष्मं तद् यत्रास्ति तत् सूक्ष्मम्
૪ અહીં સૂક્ષ્મતાનો અર્થ અલ્પ પરિમાણ એવો નથી પણ ઘનતા અર્થ છે ઘનતા એટલે અધિક પુદ્ગલોનો અલ્પ પરિમાણમાં સમાવેશ.
૪ (સ્થૂલ અને) સૂક્ષ્મનો અર્થ-રચનાની શિથિલતા અને સઘનતા છે. પરિમાણની સૂક્ષ્મતા નહીં
# અહીં સૂક્ષ્મ શબ્દ થી આપેક્ષિક સૂક્ષ્મતા ગ્રહણ કરવી. સૂક્ષ્મ નામકર્મના ઉદય થી ઉત્પન્ન થનારી સૂક્ષ્મતા નહીં જે ચર્મચક્ષુથી દેખાય નહીં અથવા જે બીજા થી રોકાય નહીં કે બીજાને રોકે નહીં એવા ચક્ષુ ઈન્દ્રિય અગોચર પુદ્ગલ દ્રવ્યના પર્યાયને સૂક્ષ્મ કહે છે.
* પરં પર સૂક્ષ્મમ:-મનુષ્ય અને તિર્યંચનું શરીર સ્પષ્ટ દેખાય છે તેથી તે સૌથી વધુ સઘૂળ છે જયારે વૈક્રિય શરીર વિદુર્વા દ્વારા જોવામાં આવે છે. તે ઔદારિક કરતા સૂક્ષ્મ છે પણ આહારકની અપેક્ષા એ તો ધૂળ જ છે.
–એ જ રીતે વૈક્રિય કરતા આહારક શરીર સૂક્ષ્મ છે. પણ તેજ આહારક શરીર તૈજસ શરીરની અપેક્ષા સ્થળ છે.
– તૈજસ શરીર-આહારક શરીરની અપેક્ષએ સૂક્ષ્મ છે પણ કાર્મણ શરીર અપેક્ષાએ સ્થૂળ છે. -કાશ્મણ શરીર સૌથી વધારે સૂક્ષ્મ છે.
૪ આ સૂક્ષ્મતાકે સ્થૂળતાનો સંબંધ પૂર્વેજણાવ્યા મુજબ “ઘનતા'' સાથે છે. જેમ જેમ અધિક પુદ્ગલોનો અલ્પ અલ્પ પરિમાણમાં સમાવેશ તેમ તેમ ઘનતા વધારે.
ઔદારિકાદિ શરીરમાં ઉત્તરોત્તર શરીરમાં ઘનતા અધિક હોવાથી ઉત્તરોત્તર શરીર સૂક્ષ્મ છે કેમ કે તે-તે શરીરો જે સ્કંધોમાંથી બનેલા છે તે અધિકાધિક પુદ્ગલ દ્રવ્યો વાળા છે અને કોઇપણ વસ્તુમાં જેમ-જેમ પુદ્ગલ વધુ તેમ તેમ તે વધુ ઘન બને છે. [અને સૂક્ષ્મતા વધે છે)
ટૂંકમાં પુદ્ગલનું પરિમાણ જેમ વધુ તેમ તેની સૂક્ષ્મતા વધું. જેમ કે લાકડાનો એક ટુકડો અને તે જ પ્રમાણમાં હાથીદાંતનો ટુકડો લઈએ તો બંનેના પરિમાણ સમાન દેખાતા હોવા છતાં પુદ્ગલ દ્રવ્ય હાથીદાતમાં અધિક હોવાથી તે સઘન લાગશે. આ સઘનતા તેજ સૂક્ષ્મતા
-બસ એ જ રીતે ઉત્તર ઉત્તર શરીરો ને પૂર્વ-પૂર્વ અપેક્ષાએ સૂક્ષ્મ કહ્યા છે. છે કે ઔદારિક શરીર ૧૦૦૦યોજન પ્રમાણ ઊંચુ હોઈ શકે છે. -વૈક્રિયશરીર તો લાખ યોજન પ્રમાણ પણ ઉંચાઈ ધારણ કરી શકે છે તો તેને સૂક્ષ્મ કેમ કહ્યું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org