Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા નહિ પણ તે માટે જરૂર છે ઔદારિક શરીરની
દેવ-નારક તો મોક્ષે જઈ શકે નહીં તેથી વૈક્રિય શરીર નકામું છે. આહારક પ્રમત ગુણઠાણે હોય માટે તે પણ બિન ઉપયોગી-તૈજસતો કામણની સાથે જ જવાનું તેથી ઔદારિક શરીરી મનુષ્યભવ પામી વિસ્તાર કરવો
0 0 0 0 0 0
(અધ્યાય૨-સૂત્ર:૩૮) U [1]સૂત્રહેતુ -ઔદારિક પાંચ શરીરોનો નામ નિર્દેશ કર્યા બાદ આ સૂત્રમાં તે પાંચે ની સૂક્ષ્મતા ની વિરણા કરેલ છે.
0 [2]સૂત્ર મૂળઃ- પરં પરં સૂક્ષ્મદ્ U [3] સૂત્ર પૃથકઃ- પરમ્ -પરમ્ સૂક્ષ્મદ્
U [4] સૂત્રસાર-ઔદારિકાદિ જે પાંચ શરીરો પૂર્વસૂત્ર ૩૭માંજોયાતેમાંપૂર્વ-પૂર્વ શરીર થી] પછી પછીના શરીરને વધુ સૂક્ષ્મ જાણવા.
(અર્થાત્ ઔદારિક થી વૈક્રિય શરીર સૂક્ષ્મ છે. વૈક્રિયથી આહારક શરીર સૂક્ષ્મ છે. આહારકથી તૈજસ શરીર સૂક્ષ્મ છે. અને તૈજસ શરીરથી કાર્પણ શરીર સૂક્ષ્મ છે.)
0 [5]શબ્દશાનઃપરંપર: પછી પછી
સમ: સૂક્ષ્મ-સૂક્ષ્મ શબ્દ પરિમાણની અલ્પતાનો સૂચક નથી પણ પુદ્ગલોની સઘનતાને સૂચવે છે [જુઓ અભિનવટીકા]
U [6]અનુવૃત્તિ-ગૌરારિ વૈક્રિયદરતૈનાના શરીરમાં પૂ. ૨:૩૭ની
U [7]અભિનવટીકા- ઉપરોકત સૂત્રમાં જે પાંચ શરીરોનું વર્ણન કર્યું તેમાં ઔદારિક શરીરની સ્થૂળતાનો નિર્દેશ કર્યો. તેથી બીજા શરીરો સૂક્ષ્મ છે તે વાત સિધ્ધ થાય છે. પણ આ સૂક્ષ્મતા કેવી છે? બાકીના ચારે શરીરોની સૂક્ષ્મતા સમાન છે કે એકમેકથી કંઈ વિશેષ છે? એ બાબતોને જણાવતા સૂત્રકારે અહીં કહ્યું કે આ પાંચ શરીરમાં પૂર્વ-પૂર્વના શરીરથી પછી-પછીનું શરીર વધારે સૂક્ષ્મ છે. એટલે કે -
ઔદારિક શરીરથી વૈક્રિય શરીર સૂક્ષ્મ હોય છે વૈક્રિય શરીરથી આહારક શરીર સૂક્ષ્મ છે. આહારક શરીરથી તૈજસ શરીર સૂક્ષ્મ હોય છે. તૈજસ થી કાર્પણ શરીર સૂક્ષ્મ છે.
જ તેષામ:- ભાષ્ય સાથે અને ભાષ્ય ટીપ્પણ એ બંને પુસ્તકોમાં સૂત્ર પૂર્વે તેવામ્ પદ મુકેલ છે. ટીકાકાર મહર્ષિ પણ સંદર્ભમાં તેષામ્ શબ્દની વ્યાખ્યા કરે છે.
અહીં તેવામ્પદપૂર્વસૂત્ર સાથે સંબંધ ધરાવે છે. તેનાથકીઉપરોક્ત પાંચશરીરોનીઅહીંઅનુવૃત્તિ ચાલે છે તેમ સમજવાનું છે. જેથી કોઈ શંકા કરે કે પૂરું પૂરું [ કહ્યું તે કોના સંદર્ભમાં?” તો તેનું સમાધાન થઈ શકે ઉપરોકત પાંચ શરીરના સંદર્ભમાં આ વાત કહેવાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org