Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ગુમાવી બેસે તેવી અવસ્થા પણ પ્રાપ્ત થઈ શકતી હોય છે. આવા બીજા પણ અનેક પરિણમન થયા કરે છે.
આ રીતેદારિક શરીરમાં વારંવાર તેમજ અનેક પ્રકાર૩મ-ઉત્પત્તિ જોવા મળે છે તેથી તેને ઔદારિક કહેવાય છે. આ બધી વસ્તુ બીજા કોઇપણ પ્રકારના શરીરમાં જોવા મળતી નથી.
૪ ૩૬RK gવ લારિઝ્મ :-ઉદાર પુદ્ગલો થી જે શરીર થાય તે ઔદારિકજે રીતે આવા વિશિષ્ટ ધર્મો ઔદારિક શરીરમાં જોવા મળે છે. તેવી કોઈપણ વિશેષતા વૈક્રિય આદિ બીજા કોઈપણ શરીરમાં જોવા મળતી નથી. ઔદારિક શરીરમાં માંસ-અસ્થિ-સ્નાયું વગેરે પણ જોવા મળે છે જે બીજે કયાંય જોવા મળતું નથી.
ઔદારિક શરીર હાથ પકડીને સ્થાનાન્તર કરી શકાય છે, બીજે જતું રોકી શકાય છે. પરશુ વગેરેથી છેદી શકાય છે કરવત વગેરેથી ભેદી શકાય છે.અગ્નિ વગેરે બાળી શકાય છે. વાયુના વેગનો નિમિત્ત પામી ઉડી શકે છે. આવા અનેક પ્રકારનું ઉદારણ-વિદારણ અન્ય શરીરમાં જોવા મળતું નથી તેથી તેને ઔદારિક કહે છે.
# દ્વારમ્ રૂતિ પૂરુનામી-અથવા આ શરીર ધૂળ હોય છે કેમકે ઉદાર એટલેડ્યૂલ એવો અર્થ પણ થાય છે. સ્થૂળ-ઉદ્ગત-પુષ્ટ-બૃહત અને મહત શબ્દો ઉદાર ના પર્યાય વાચક છે.
સંક્ષેપમાં કહીએ તો જે શરીર બીજા શરીર ની અપેક્ષાએ ઊંચુ છે. ઉત્તમ છે-ઉત્કૃષ્ટ છેવિશાળ છે-સ્થૂળ છે-છેદી,ભેદી,બાળી કે ઉડાડી શકાય તેવું છે-પુષ્ટ છે.તેમજ
ઔદારિક શરીર નામકર્મના ઉદયથી બને છે માટે તે ઔદારિક કહેવાય છે.
જ વૈયિ શરીર:-ઔદારિક શરીર પછી વૈક્રિય શરીર ના સ્વરૂપને જણાવે છે વિક્રિયા-વિકાર-વિકૃતિ-વિકરણ આ શબ્દો એકજ અર્થના બોધક કે પર્યાયવાચક શબ્દો છે.
જ વિજયા–વિવિધ કે વિશિષ્ટ ક્રિયાને વિક્રિયા કહે છે. ૪ વિકૃતિ-વિચિત્ર કૃતિને વિકૃતિ કહે છે. $ વિવર–વિવિધ રૂપ અથવા ચેષ્ટાઓ કરવી તેને વિવરણ કહે છે $ વિર–સ્વાભાવિક રૂપથી અન્ય સ્વરૂપ અર્થાત રૂપપરિવર્તનને વિકાર કહે છે.
આ રીતે આ શબ્દો ભિન્નભિન્ન અર્થના બોધક હોવા છતાં તેને પર્યાયવાચી એટલા માટે કહ્યા છે કે આ બધાંજ શબ્દોનો અર્થ વૈક્રિય શરીરમાં ઘટાવી શકાય છે.
ભાષ્યકાર મહર્ષિ વાતને દૃઢ કરવા વધુ સ્પષ્ટતા પૂર્વક જણાવે છે કે, આ શરીર એટલા માટે વૈક્રિય છે કે-તેમાં વિવિધ ક્રિયાઓ જોવા મળે છે. –તે એકમાંથી અનેક રૂપે થાય છે પુનઃ અનેકમાંથી એક રૂપે થાય છે. –અણુરૂપ માંથી મહાન થાય છે પુનઃ મહાનમાંથી અણુરૂપ બને છે.
–એક આકૃતિ ધારણ કરીને અનેક આકૃતિ ધારણ કરવાવાળું બની જાય છે. પુનઃઅનેક કૃતિ માંથી એક આકૃતિ ધારણ કરવાનું પણ થઈ જાય છે.
–તે કયારેક નાનું-કયારેક મોટું-કયારેક પાતળું-કયારેક જાડું બની શકે છે. –એ રીતે દૃશ્યમાંથી અર્દશ્ય અને અર્દશ્યમાંથી ર્દશ્ય બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org