Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સંમૂછ:-અહીં સમૂઈન શબ્દ સમૂઈનઝન્મ ના અર્થમાં જ કહેવાયો છે વળી ન શબ્દની અનુવૃત્તિ પણ ચાલે છે.
આ સમૂઈન જન્મનો અર્થ પૂર્વે સૂત્ર ર૩રમાં કહેવાઈ જ ગયો છે. છતાં પુન:ઓળખ આપવા માટે જણાવે છે કે -
# સ્ત્રી-પુરુષના સંયોગવિના માટી-પાણી-મલીન પદાર્થો-આદિ અનેક સ્થાનોમાં [દેવ-નારક ઉપપાત સ્થાન સિવાયના સ્વયમેવ-આપમેળે ઉપજે તે સંપૂર્ઝન.
$ જન્મ લાયક કારણ સામગ્રી જયાં કયાંય પણ મળી જાય, ત્યાં જન્મ થઈ જાય એવા જન્મનું નામ સંમૂર્ઝન જન્મ કહ્યું છે.
[વિશેષ વ્યાખ્યા માટે પૂર્વોકત સૂત્ર ર૩રની અભિનવટીકા જોવી
* સૂત્રથી પ્રતિપાદિતનિયમ-ભાષ્યકાર મહર્ષિઆ સૂત્રના ભાગ્યમાં કહે છે. ૩મયાવધારM વત્ર મત અર્થાત આ ત્રણ સૂત્રો થકી બે-બે પ્રકારના નિયમો પ્રતિપાદિત થાય છે.
[૧] જરાયુજ-અંડજ-પોતજ એ ત્રણ પ્રકારનાજીવોને ગર્ભ જન્મ જ હોય અને જરાયુજ -અંડજ-પોતજ એ ત્રણ પ્રકારના જીવોને જ ગર્ભ જન્મ હોય
[૨]નારક તથા દેવોને ઉપપાત જન્મ જ હોય અને નારક તથા દેવોને જ ઉપપાત જન્મ હોય [૩] શેષ-બાકીના જીવોને સંમૂર્ણન જન્મ જ હોય અને શેષ-બાકીના જીવોને જ સંમૂર્ઝન જન્મ હોય * આ સૂત્ર રચનાની આવશ્યકતા શી?
આ સૂત્રની રચના વિના “શેષ જીવોને ગર્ભ-ઉપપાત અને સમૂઈન ત્રણે જન્મો હોઈ શકે એવો અનિષ્ટ અર્થ ગ્રહણ ન થઈ જાય તે માટે પ્રસ્તુત સૂત્ર બનાવાયું છે. જેથી સૂત્રકારે સ્પષ્ટ કરી દીધુ કે -શેષ જીવોને સંપૂર્ણન જન્મ જ હોય
જ જન્મ ક્રમમાં સંમૂછન પહેલા હોવા છતાં અહીં સૂત્રક્રમમાં છેલ્લે કેમ?
જયારે ત્રણ પ્રકારના જન્મો જણાવ્યા ત્યારે સૂત્રર:૩૨ માં સમૂછન પછી ગર્ભ અને ઉપપાત જન્મ જણાવેલો, પણ ત્રણે જન્મોના સ્વામીને જણાવતી વખતે તેને છેલ્લે મુકયું અને ગર્ભ તથા ઉપપાત જન્મ પહેલાં જણાવ્યા–તેનું કારણ એ છે કે
જો સંમૂછન નો ક્રમ પ્રથમ ગ્રહણ કર્યો હોતતો પામ્ ને બદલે અદ્વિત્રિવરિયાળ નર્મળતિર્યવપંન્દ્રિયાળ વ એટલું લાંબુ સૂત્ર બનાવવું પડત. તેથી શેવપ્રફળ આધવાર્થમ્ નિયમ મુજબ લાઘવતા ને માટે સંપૂર્ઝન જન્મનો સૂત્રક્રમ છેલ્લો ગ્રહણ કર્યો છે.
* તીડ-માખી-વીંછી વગેરે જીવોમાં તો મૈથુન સેવન જણાય છે તો તેના ગર્ભજન્મને બદલે સંપૂર્ણન જન્મ કેમ કહ્યો?
૪ તીડ વગેરે જીવોમાં ભાવથી મોહનીય કર્મના ઉદય થી ત્રણે વેદ હોવા છતાં દ્રવ્ય થી નપુંસક અવસ્થા હોય છે. આ જીવો મૈથુન સંજ્ઞાના સંસ્કારને લીધે તેવી ચેષ્ટાઓ કરતા હોવા છતાં ત્યાં ગર્ભની સંભવના જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org