Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૭૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અવધિ જ્ઞાનાદિનો નિષેધ પણ ભાષ્યકાર સ્પષ્ટ જ વ્યકત કરે છે)
-દૂબેન્દ્રિયાદિક ની અપેક્ષા પૂર્વક સ્પર્ધાદિક વિષય પ્રતિ જ્ઞાનની જે પ્રવૃત્તિ થાય છે. તેને-અથવા-સ્પર્શનાદિક ઇન્દ્રિયો દ્વારા ઉભવનારુ તે જ્ઞાન કે જે વિષયની મર્યાદા પૂર્વક સ્પશાદિના ભેદનેજણાવનાર (કરાવનાર) છે તેને ઉપયોગ કહે છે. [આ આત્માનું જ પરિણામ છે અન્ય કોઈ દ્રવ્યનું નહીં)
૪ ઉપયોગ શબ્દથી ઇન્દ્રિયજન્ય મતિજ્ઞાનવિશેષચૈતન્ય પરિણામ સમજવું જોઈએ.
# આવો ભાવેઇન્દ્રિય રૂપ ઉપયોગ સ્પર્શન આદિ ઇન્દ્રિય દ્વારા અનુક્રમે સ્પેશ-રસગંધ-વર્ણ-શબ્દ એ પાંચ વિષયોમાં પ્રવર્તે છે.
-સ્પર્શનેન્દ્રિય થકી સ્પર્શને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. -રસનેન્દ્રિય થકી રસને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. –ધ્રાણેન્દ્રિય થકી ગંધ જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. -ચક્ષુરિન્દ્રિય થકી રૂપ ને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. -શ્રોત્રેન્દ્રિય થકી શબ્દને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. સ્પશાદિ પાંચ વિષયો રૂપી પદાર્થના પર્યાયો છે. તેમાં ભાવેન્દ્રિય રૂપ મતિજ્ઞાન પ્રવર્તે છે.
ઉપયોગ બે પ્રકારે જણાવ્યો છે (૧) વિજ્ઞાન રૂપ (૨) અનુભવ રૂપ (૧)ધડો વગેરે પદાર્થોની ઉપલબ્ધિને વિજ્ઞાન કહ્યું છે. (૨) તે થકી સુખ દુઃખ વગેરેનું જે વેદન તેને અનુભવ કહે છે.
આ ઉપયોગ પાંચે ઈન્દ્રિય દ્વારા થાય છે. પણ એક સમયે એકજ ઇન્દ્રિય થકી ઉપયોગ હોય છે.
જ ઇન્દ્રિયોની પદાર્થ ગ્રહણ શકિતઃ-શ્રોત્રેન્દ્રિય બાર યોજન દૂર થી આવેલા શબ્દને સાંભળી શકે છે. –ચક્ષુ-ઈન્દ્રિય લાખ યોજન થી કંઈક અધિક દૂર રહેલી વસ્તુ જોઈ શકે છે. -સ્પર્શ, ગંધ, રસ ત્રણે નવ યોજનથી આવેલા પોતાના વિષયને જાણી શકે છે.
જેમકે- અહીંથી નવયોજન દૂર રહેલા ચંદનાદિ પદાર્થના પુગલો અહીં આવે ત્યાં સુધી ગંધ જાણી શકાય પણ તેથી વધુ જાણી ન શકાય. એ જ રીતે સર્વ ઇન્દ્રિયો ની પદાર્થ ગ્રહણ શકિતના ઉપયોગનું માપ ગણવું
–આ પાંચ ઇન્દ્રિયોનો જધન્ય વિષય અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. જ શું પુગલોમાં પણ ઉપયોગ હોઈ શકે?
૩૫T: સgિ પરમાળોરીમતિ વાકયાનુસાર પરમાણું અથવા સ્કન્વરૂપપુદ્ગલો પણ ઉપયોગ શબ્દ થકી કહી શકાય છે.
પરંતુ ઉપયોગ શબ્દનો આ અર્થ સર્વથા અસંગત છે કેમકે ભાષ્યકાર પોતેજ આ વાતને સ્પષ્ટ કરતા જણાવે છે કે જીવનું લક્ષણ ઉપયોગ છે. [આ વાત મેર-સૂત્ર.૮ માં પણ કહી છે) વળી અહીં ભાવેન્દ્રિયનો અધિકાર વર્તે છે એટલે પુદ્ગલના વિષયમાં ઉપયોગની કલ્પના કરવી તે સર્વથા સંબંધ રહિત વાત છે અહીં તેનો અધિકાર લઈ શકાય નહીં [નિહાયિત]
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org