Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
પૂર્વ શરીર છોડીને બીજે સ્થાને જતા જીવો બે પ્રકારના છે(૧) સ્થૂળ અને સૂક્ષ્મ શરીર સદાને માટે છોડી સ્થાનાંતર કરનારા જીવો જેને ‘‘મુષ્યમાન’’ મોક્ષે જતા જીવો અર્થાત્ સિધ્ધિના જીવો કહયા છે
(૨) જેઓ પૂર્વના સ્થૂળ શરીર છોડીને નવા સ્થૂળ શરીરને અર્થાત્ ભવાંતરને પ્રાપ્ત કરે છે. તેવા જીવોને સંસારી જીવો કહયા છે. સંસારી જીવો માટેની અંતરાલગતિનું વર્ણન તો પૂર્વસૂત્ર માં સૂત્રકારે કરેલું છે. તે મુજબ સંસારીજીવોને ભવાન્તર પ્રાપ્તિ માટે વિગ્રહ કે અવિગ્રહ બંને પ્રકારની ગતિ સંભવી શકે છે.
૧૦૨
જે જીવો સિધ્ધિ ગતિમાં જ જાય છે. વર્તમાન શરીર છોડીને ઉર્ધ્વગમન કરે છે. તેમની ગતિ કેવી હોય ? તે જણાવવા પ્રસ્તુત સૂત્ર બનાવેલું છે.
મોક્ષે જતા જીવોની ગતિ હંમેશા “ત્રકજુ” જ હોય છે.
વૃત્તિ:- પૂર્વે કહેવાઇ ગયું છે કે ગતિ બે પ્રકારની છે ઃ
(૧) ઋજુ-સરળ-અકુટીલ-વ્યાઘાત રહિત- અવિગ્રહ અથવા વળાંક વગરની. (૨) વાંકીવક્ર વિગ્રહ-કુટીલ વ્યાઘતયુકત અથવા વળાંકવાળી.
અવિપ્રદ એટલે ઋજુ ગતિ એ છે કે જેમાં પૂર્વ સ્થાનથી નવા સ્થાન તરફ જતાં સરળરેખાનો ભંગ થતા નથી. અર્થાત્ કયાંય વળાંક લેવો પડતો નથી.
વિપ્રદ એટલે વક્રગતિ. જેમાં સ્થાનાન્તર કરતા વળાંક લેવો પડે છે. અર્થાત્ તેમાં સરળરેખાનો ભંગ થાય છે. કેમકે ઓછામાં ઓછો એક વળાંક પણ આ ગતિમાં આવે જ છે. અવિપત્ત: સૂત્રકારે પ્રસ્તુત સૂત્રમાં અવિપ્રદ્ શબ્દ વાપર્યો છે.
આ શબ્દ ત્તિ માટે જ વપરાયો છે. કેમકે ત્તિ શબ્દની અનુવૃત્તિ અહીં ચાલુ છે. તેથી અવિપ્રા નો અર્થ વિગ્રહ તિ અભિપ્રેત છે.
ટીકાકાર મહર્ષિ પણ વિપ્રા નો અર્થ કરતા જણાવે છેકે
(૬) અનિપ્રા -ૠાવ (૨) અવિપ્રા - રનુાતિઃ
વિગ્રહ વિનાની-કાટખૂણાવિનાની એવી સીધી ગતિ થાય ત્યારે તેને ‘વિપ્રા’’ કહી છે. નીવસ્ય:[શબ્દાર્થતા સ્પષ્ટ જ છે] -જીવની
માત્ર ‘જીવની’’ એ અર્થ કરતાં કંઇક વિશેષ છેતે જણાવે છે ક
અહીં જીવ શબ્દથી ‘‘મોક્ષનાજીવ’’ અર્થ ગ્રહણ કરવાનો છે. કેમકે:
(૧) ગૌવ શબ્દનો અધિકાર ચાલુ છે છતાં અહીં નૌવ શબ્દનું પુનઃગ્રહણ કરેલ છે. તેથી પૂર્વસૂત્રમાં પુર્વાહ નું ગ્રહણ થયું તે આ સૂત્રમાં નિવૃત્ત થઇ જાય છે. એટલે ફકત નીવ ના અધિકાર રહેશે. છતાં સૂત્રમાં નીવ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. માટે કંઇક વિશેષ અર્થ અભિપ્રેત છે તે વાત અત્યંત સ્પષ્ટ છે.
(૨) હવે પછીના સૂત્રમાં સંસારિ: શબ્દ ગ્રહણ કર્યો છે. હવે સંસારિ: શબ્દનો અધિકાર તો ચાલુ જ છે.છતાં તેનું પુનઃગ્રહણ કર્યુ તેથી અહીંસિદ્ધના જીવોનું ગ્રહણ કરવું તેવું સૂચિત થઇ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org