Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૩
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૨
પૂર્વભવનું શરીર છોડ્યા પછી અંતરાલગતિથી કામણ શરીરની સાથે આવીને જે નવો જન્મ ધારણ કરે છે તે જન્મના સ્થાનની અપેક્ષાએ ત્રણ ભેદો કહયા છે
(૧) સંમૂર્ણિમ જન્મ (૨) ગર્ભ જન્મ (૩) ઉપપાત જન્મ .
જન્મ થવાની આ જૂદી જૂદી રીત છે. છતાં પણ સર્વપ્રાણી ઓનો જન્મ આ ત્રણમાંથી કોઈપણ એક રીતે જ થાય છે.
* ન: નવીન ભવને યોગ્ય સ્થૂલ શરીરને માટે યોગ્ય પુદ્ગલોનું પહેલ વહેલા ગ્રહણ કરવું એ જન્મ છે.
# ઉત્પત્તિ ક્ષેત્રમાં આવીને નવીન ભવના સ્થલ દેહને યોગ્ય પુદ્ગલોનું સર્વ પ્રથમ ગ્રહણ તે જન્મ.
જ સંક્ષેપમાં - નવીન શરીર ધારણ કરવું તે જન્મ.
જ સમૂઈન જન્મઃ-સ્ત્રીપુરુષના સંબંધ સિવાય જ ઉત્પત્તિ સ્થાન માં સ્થિત ઔદારિક પુદ્ગલોને પહેલ વહેલાં શરીર રૂપમાં પરિણત કરવાં એ સંમૂર્ણિમ જન્મ છે.
# જે સ્થાને જીવને ઉત્પન્ન થવાનું છે, તે સ્થાનના પુદ્ગલ દ્રવ્યનું પોતાના શરીરના રૂપે પરિણમન કરવું તેને સંપૂર્ણન જન્મ કહે છે.
જેમ કાષ્ઠમાં ધુણો, ફળ વગેરે માં કીડા પડવા, ઠંડી ગરમી કે તેવું કંઈક નિમિત્તપામી વસ્ત્રાદિકમાં જૂ વગેરે થવા, પાણીનું નિમિત્ત મળતા કઠોળમાં અંકુરા ફુટવા વગેરે સંમૂર્ણિમ જન્મના ઉદાહરણો છે.
તે-તે સ્થાન પર જીવ આવે કે તુરત તે સ્થાનના પુગલોને જ શરીર રૂપે પરિણમાવે છે. र सम्म मात्रं सम्मूर्छनम्
# ત્રણેલકમાં ઉપર-નીચે - અને તિર્ણી ચારે તરફથી શરીરનું મૂઈન અથ ગ્રહણ કરવું તે સંપૂર્ણન - અર્થાત ચારે તરફથી પુદ્ગલોને ગ્રહણ કરી શરીરના અવયવોની રચના કરવી - સર્વાર્થ સિધ્ધિ
છે ગર્ભજન્મઃ-ઉત્પત્તિસ્થાનમાં રહેલા શુક્ર અને શોણિતનાપુદ્ગલોને પહેલ વહેલા શરીરને માટે ગ્રહણ કરવાં એ ગર્ભ જન્મ.
* સ્ત્રીપુરુષના સંયોગથી ઉત્પન્ન થયેલા શુક્ર શોણિતના પુદ્ગલોનું સર્વપ્રથમ ગ્રહણ તે ગર્ભ જન્મ.
# નર-માદાનો સંયોગ થાય ત્યારે તેના રજ અને વીર્યના સંસર્ગથી જે શરીર બને છે. તેને ગર્ભ જન્મ કહે છે.
# સ્ત્રીના ઉદરમાં શુક્ર-શોણિત નું જે પરસ્પર ગરણ અથવા મિશ્રણ-તે ગર્ભ
* ઉપપાત જન્મ:- સ્ત્રીપુરુષના સંયોગ સિવાય ઉત્પત્તિ સ્થાને રહેલા વૈક્રિય પુદ્ગલોને પહેલવહેલાં શરીરરૂપમાં પરિણત કરવા એ ઉપરાત જન્મ છે.
# ઉત્પત્તિસ્થાનમાં રહેલા વૈક્રિય પુદગલોનું સર્વપ્રથમ ગ્રહણ તે ઉપપાત જન્મ.
૪ દેવ અને નારકના શરીર - પરિણમનને ઉપપાત જન્મ કહે છે. અ. ૨૮
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org