Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ત્રસ જીવોની (ત્રસમાંથી ત્રસમાં ઉત્પન્ન થતા જીવોની) આ ત્રણ ગતિજ કહી છે. (૧) અવિગ્રહા(૨)એકવક્રા ગતિ (૩) દ્ધિ વક્રા આથી અધિક ગતિ ન થાય - લોકપ્રકાશ સર્ગ૩ શ્લોક. ૧૧૦૧ આ વિધાનની દૃષ્ટિએ પ્રા વતુર્યં: નો જે અર્થ ત્રણ સમયની ગતિ કરાયો છે તે યોગ્ય લાગે છે. -છતાં
૧૦૬
સ્થાવર જીવોને સ્થાનાન્તર માં ચાર [પાંચ પણ] સમયની પણ ગતિ કહી છે. ખુદ ભાષ્યકારે ત્રિવિદ્મા ફત્યેતા વતુ: સમય પશ્વવિદ્યા તયો મવન્તિ એવું વિધાન કર્યું છે. તો આ નિવિપ્રા કે ત્રિવક્રાગતિ કઇ રીતે?
ત્રિક્રાગતિઃ- જેમ કે ત્રસ નાડીની બહાર રહેલો કોઇ જીવ પહેલે સમયે ત્રસનાડીની બહાર અધોલોકની વિદિશામાંથી સમશ્રેણીએ દિશામાં આવે. બીજે સમયે વળાંક લઇને ત્રસનાડીમાં પ્રવેશ કરે. ત્રીજે સમયે વળાંક લઇને ઉર્ધ્વલોકમાં જાય, ચોથે સમયે ત્રસનાડીની બહાર નીકળી દિશામાં (વિદિશામાં નહીં) ઉત્પત્તિ સ્થાને પહોંચે છે.
અહીં ત્રણ વળાંક હોવાથી ત્રિવક્રાગતિ કહી છે. જેમાં કુલ ચાર સમય લાગે છે. આ રીતે અવિગ્રહા-એકવિગ્રહા,દ્વિવિગ્રહા અને ત્રિવિગ્રહા એમ ચાર પ્રકારે અને ચાર સમયની ગતિજ સૂત્રકારે કહી છે. પ્રતિધાત અને વિગ્રહના નિમિત્તના અભાવે તે કરતા વધુ સમયની વિગ્રહ ગતિ થતી નથી.
* સંસારિળ: આ શબ્દની વ્યાખ્યા પૂર્વે સૂત્રઃ૧૦ [ સંસારિો] તથા સૂત્રઃ૧૨ [સંસારિળસ્ત્રસ૰] માં કરાયેલી છે.
અહીં ફરી સ્પષ્ટતા કરતા હારિભદ્રીય ટીકામાં સંસારિળ: ન્દ્રિયાને: કહ્યું છે. -સિધ્ધસેનીય ટીકા- સંસાર-ર્મ તમિસમ્બન્ધાત્ સંસારિળ:
સંસારિળ: પદનો અધિકાર ચાલુ હોવા છતા અહીં તે પદનું પુનર્પ્રહણ કરવાથી પૂર્વસૂત્રઃ૨૮ અવિપ્રહા૰ માં જીવ નો અર્થ મુકત જીવ લીધો. જો અહીં સંસારિળ: શબ્દ ન હોત તો સંસારીજીવોની ગતિ વિપ્રા હોય છે એવો અનિષ્ટ અર્થ થયો હોત
*પ્રાર્ ચતુર્થ્ય: અહીં પ્રાક્ શબ્દ મર્યાદા નિશ્ચિત કરવા માટે મુકાયેલો છે. પ્રાક્ વતુર્યં: શબ્દનો અર્થ ‘‘ચાર સમયની પૂર્વે’’ અર્થાત્ ‘‘ત્રણ સમયની વિગ્રહવાળી ગતિ’’ એ પ્રમાણે જ કરેલો છે. સિધ્ધસેનિય ટીકામાં સમયોં યાવત્ વિઘ્નદ: એ રીતે જ લખેલ છે.
તેમ છતાં જે ત્રિવિદ્મહાાતિ શબ્દ મુકાયો છે અને વતુ: સમય પણ કહેવાયું તે માટે ટીકાકાર મહર્ષિ માવતીસૂત્ર સાક્ષીપાઠ રજૂ કરે છે ‘‘તિસમર્પણળ વા વડસમફળ વા વિદેળ સવવન્તેના માટે પ્રાધ્ વતુ: શબ્દોથકી એમ સમજવુ કે સામાન્ય તયા ત્રણ સમયની ગતિજ હોય પણ કવચિત ત્રિવિગ્રહાગતિ હોયતો ચાર સમય પણ થાય આ રીતે ચાર સમય ગ્રહણ કરવામાં કોઇ દોષ નથી.
–વળી સ્વોપજ્ઞ ભાષ્યમાં પણ આ વાત સ્વીકારેલી છે.
—જો સૂત્રકારને ત્રણ સમય જ ઇષ્ટ હોતતો ચાર સમય ની પૂર્વે-એવા લાંબા શબ્દોને બદલે ત્રણ સમયજ કહ્યું હોત સૂત્ર જ એવું સૂચન કરે છે કે સૂત્રકાર ને પ્રા ૢ વતુર્યં થકી કંઇક વિશેષ કહેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org