Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૭
૯૯
ઉત્પન્ન થાય છે કે જીવોને ભવાન્તર માં જતા જે ભવાન્તર પ્રાપિણી ગતિ છે તેમાં કોઇ ચોકસ નિયમ છે કે પછી તે ગતિ ચારે તરફ ગમેતેમ થઇ શકે છે.?
ટીકાકાર મહર્ષિ જણાવે છે કે ભવાન્તર પ્રાપ્તિ સમયે જે અંતરાલ ગતિ પ્રાપ્ત થાય છે
ગતિ “નિયમ” તે પૂર્વક થાય છે અને આ ગતિ નિયમ તે જ અનુપ્રેળિ: તિ:
ગતિ વિષયનો નિયમ છે કે-જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય ની સમસ્ત ગતિ આકાશ પ્રદેશ અનુસાર જ થયા કરે છે. તેનાથી વિરુધ્ધ ગતિ થતી નથી
દૃવ્યો છ પ્રકારે બતાવ્યા તેમાં અને જીવ અને પુદ્ગલ બે દ્દવ્ય જ ગતિશીલ કહ્યા છે. આ બંને દ્રવ્યોની ગતિ જો કોઇ બાહ્ય ઉપાધિ ન હોય તો સીધીજ થાય છે. આ સમગ્ર વાતને સંકલિત રૂપે રજૂ કરીએ તો જ
–(૧) ગતિશીલ પદાર્થ બે પ્રકારના જ છે-જીવ અને પુદ્ગલ.
–(ર)ગતિક્રિયાની શકિત ને કારણે, નિમિત્ત મળતાં જ ગતિક્રિયામાં પરિણત થઇ બંને ગતિ કરવા લાગે છે.
–(૩) સ્વાભાવિક ગતિ બંનેની સીધી છે. [બાહ્ય પરિબળો થી તે ગતિ વાંકી થઇ શકે સ્વાભાવિક નહીં
–(૪) સીધીગતિ એટલે જે આકાશ ક્ષેત્ર(અવગાહ) માં જીવ કે પરમાણું સ્થિત હોય ત્યાંથી ગતિ કરતાં એ જ આકાશક્ષેત્રની સરળ રેખામાં ઉંચે-નીચે કે તીર્ણો જાય છે. આ સ્વાભાવિક ગતિનેઅનુશ્રેણી ગતિ કહે છે.
* શ્રેīિ:-શ્રેણિ એટલે લીટી અથવા રેખા.
શ્રેણિનો અર્થ પૂર્વસ્થાન જેટલી-ઓછી કે વધારે નહીં એવી-સરળ રેખા કે સમાનાંતર સીધી લીટી છે.
आकाशप्रदेशपङ्क्तिः श्रेणि:
जीवानां स्वशरीरावगाह प्रमाणप्रदेशपंकित: श्रेणिरुच्यते
લોકના મધ્યભાગથી ઉપર નીચે તથા તિર્યક્ દિશામાં ક્રમથી હારબંધ રચનાવાળા પ્રદેશની પંકિત (લીટી) ને શ્રેણિ કહે છે.
* અનુપ્રેળિ:-તદન સામાન્ય અર્થમાં કહીએતો અનુશ્રેણિ એટલે ‘લીટી પ્રમાણે’ श्रेणे: अनु इति अनुश्रेणिः - तद् अनुसारेण इत्यर्थः
श्रेणिमनुपत्य अथवा श्रेणिः ताम् अनु इति अनुश्रेणि અનુશ્રેણિ એટલે શ્રેણિની આનુપૂર્વી મુજબ પતિ:- સામાન્ય રીતે જવું તે.
गमनं - गतिः - देशान्तर प्राप्तिः
૪ ઉર્ધ્વ-અધો કે તિધ્ન દેશાન્તર પ્રાપ્તિને ગતિ કહે છે
અહીં નૃતિ શબ્દથી જીવ અને પુદ્ગલ બે દ્રવ્યની ગતિ લીધી છે. નીવ-જીવ એટલે સંસારી જીવ સમજવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org