Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [10]નિષ્કર્ષ - સૂત્ર ૨૦ અને સૂત્ર ૨૧ નો સંયુકત નિષ્કર્ષપાંચ ઇન્દ્રિયો અને પછી તેના શેય વિષયો જણાવ્યા અહીં બે બાબતો વિચારણીય છે.
એક તો સૂત્રકારે –ટીકાકારે આ બધાંને પર્યાયો કહ્યા છે. તેથી આ પુદ્ગલ પર્યાયોમાં લેપાતાઅનાસકિત ભાવકેળવવોઅર્થાત્ જીવનું ધ્યેય મોક્ષ છે-માટે ઇન્દ્રિયોના આવિષયોને વિષ સમાન સમજી તેનો ત્યાગ કરવો.
બીજું શેયવિષયો પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને રૂપે હોઈ શકે તેમાં પ્રશસ્ત વિષયોનો આશ્રય કરી ઈન્દ્રિયોને શુભમાં પ્રવર્તાવવી જેથી શુધ્ધ ભાવ તરફ ગતિ થઈ શકે જેમ કેશ્રોત્રેન્દ્રિય ને સમ્યગુ જ્ઞાની ગુરુના વચનોના શ્રવણમાં પ્રવર્તાવવી જેથી મોક્ષ માર્ગનો ઉપદેશ સાંભળી જીવનું અંતિમ ધ્યેય સાધી શકાય.
OOOOOOO
અધ્યાયઃ૨ સૂત્ર :૨૨) 0 [1]સૂત્રહેતુઃ- આ સૂત્ર મનનો વિષય જણાવે છે. પૂર્વસૂત્ર ૨૨૧માં ઇન્દ્રિયનો વિષય જણાવ્યો તેથી આ સૂત્ર અનિન્દ્રિય એવા મનના વિષયને જણાવવા માટે રચાયું છે.
[2] સૂત્ર મૂળ-કુતમન્દ્રિયસ્થ 1 [3] સૂત્રઃ પૃથક-કૃતમ્ - અનન્દ્રિયસ્થ
[4]સૂત્રસાર -અનિન્દ્રિય મનનો વિષય કૃત છે (અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય ભેદ રૂપ શ્રુત એ અનિન્દ્રિય અર્થાત મનનો વિષય છે.) 1 [5] શબ્દજ્ઞાનઃ
કૃત-શ્રુતજ્ઞાન નિયિમ્ -મન |U [6] અનુવૃત્તિઃ- (૧) રસાચું સૂત્ર :૨૧થી તેષામ: ની અનુવૃત્તિ
U [7] અભિનવટીકા:- ઉપરોકત સૂત્રમાં ઈન્દ્રિય વિષયક વર્ણન આવ્યું પણ મન”ને નિન્દ્રિય કહ્યું હોવાથી તેનો સમાવેશ ઇન્દ્રિયોના વ્યાખ્યાન માં થતો નથી.
વળી લબ્ધિ ઈન્દ્રિય માં મતિજ્ઞાનવરણના ક્ષયોપશમને નિમિત્ત રૂપ કહ્યું. ઉપયોગમાં પણ મતિજ્ઞાનોપયોગની વાત કહીં. પરંતુ શ્રુતજ્ઞાનની ચર્ચા કે સંદર્ભ બાકી જ રહ્યો - આસૂત્રમાં દ્રિય એવામનનોઅનેઅનેમતિ પછીનાશ્રુતજ્ઞાનનોસંબધસાંકળીનેસૂત્રકારે વિષય અનુસંધાન પૂર્ણ કર્યુ છે. તેથી ટૂંકમાંજ જણાવી દીધુકે-“શ્રત એ મનનો શેય વિષય છે એ રીતે પાંચ ઇન્દ્રિય તથા “મન” છએના શેય વિષયો [તેવામથી ક્રમશઃ જણાવી દીધા.
ઉપરોકત પાંચ ઈન્દ્રિય ઉપરાંત છઠું “મન” જેને નિદ્રિય કહ્યું છે. તે જ્ઞાનનું સાધન છે. પણ સ્પર્શન ઇન્દ્રિયની માફક બાહ્ય સાધન નથી- તે આંતરિક સાધન છે. તેથી તેને અંતઃકરણ પણ કહે છે.
મનનો વિષય બાહ્ય ઇન્દ્રિયની માફક પરિમિત નથી.બાહ્ય ઈન્દ્રિયો મૂર્ત પદાર્થને ગ્રહણ કરે છે. અને તે પણ અંશરૂપે. મન મૂર્ત-અમૂર્ત બધાં પદાર્થોને તેમના અનેકરૂપો સાથે ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org