Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૮૪
કર્યો છે કે દ્રવ્યમ્રુત તો પાંચે ઇન્દ્રિયોનોવિષય થઇ શકે છે. શું મનથી મતિજ્ઞાન ન થાય?
થાય. મન દ્વારા પહેલ વહેલું જે સામાન્યરૂપે વસ્તુનું ગ્રહણ થાય છે અને જેમાં શબ્દાર્થ સંબંધઆગળ પાછળનું અનુસંધાન- અને વિકલ્પરૂપે વિશેષતા ન હોય તે‘‘મતિજ્ઞાન’’ છે તેના પછી થતી ઉકત વિશેષતા વાળી વિચાર ધારા તે ‘‘શ્રુતજ્ઞાન’’ છે. અર્થાત્ મનોજન્ય જ્ઞાન વ્યપારની ધારામાં પ્રાથમિક અલ્પ અંશ મતિજ્ઞાન છે અને પછીનો અધિક અંશ શ્રુતજ્ઞાન છે.
આમ અધિકતાની દૃષ્ટિએ-તથા-મતિ કરતા શ્રુતની પ્રધાનતા ની દ્રષ્ટિ અહીં સૂત્રકાર મનનો વિષય શ્રુત છે તેમ જણાવે છે.
જ મનનું શરીરમાં સ્થાન કયાં છે?
મન શરીરમાં સર્વત્રછે કોઇ ખાસ સ્થાનમાં નથી શરીરના ભિન્ન ભિન્ન સ્થાનમાં વર્તતી ઇન્દ્રિયો થકી ગ્રહણ કરાયેલા બધા વિષયોમાં મનની ગતિ થાય છે. તેથી તે સમગ્ર દેહવ્યાપી છે તેમ માન્યા સિવાય કોઇ વિકલ્પનથી.
[] [8]સંદર્ભઃ
♦ આગમસંદર્ભ:- મુળેત્તિ મુર્ખ નંદ્રિ સૂ. ૧૫/૨ મનોનિમિત્તોવગમ વિશેષ - પ્રજ્ઞા મજ્યગિરિ પૃ. ૧૨૬. તત્વાર્થસંદર્ભઃ- શ્રુત-અ o-મૂ. ૧,૨૦ અનિન્દ્રિય - અ-૧-મૂ. ૨૪
[] [9]પદ્યઃ(૧)
(૨)
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
મન અનિન્દ્રિય જાણવું શ્રુતજ્ઞાન વિષય છે શરીરમાં સર્વત્ર મનના પુદ્ગલો વ્યાપેલ છે. સર્વત્ર દેહમાં બેઠું અનિન્દ્રિય રૂપી મન રહે ઈંદ્રિય આધારે તેનો વિષય છે શ્રુત
3 [10]નિષ્કર્ષ:- ઇન્દ્રિય જન્ય મતિજ્ઞાન અને અનિન્દ્રિય સંબંધિત શ્રુતજ્ઞાનનો વિષય જાણ્યાપછી તેનું મહત્વનું તારણ કે નિષ્કર્ષ એ છે કે મતિજ્ઞાન પછી મન થકી હિતાહિતનો વિવેક કરી શકાય છે. હેયોપાદેયની વિચારણા થઇ શકે છે. યથાર્થ નિર્ણય કરવામાં કે સમ્યગ્ જ્ઞાન માં તે જ મન ઉપયોગી થઇ શકે છે. આ રીતે મનવાળા અર્થાત સંજ્ઞી જીવો જ ધર્મ પામવાને લાયક બની શકે છે. માટે સંજ્ઞી જીવોએ મનના શેય વિષય એવા શ્રુત જ્ઞાનનો ભાષ્યકારે જણાવેલ અર્થ સ્વીકા૨ી શ્રધ્ધાપૂર્વક અવાય-અપ્રવિષ્ટ થકી સમ્યગ્ જ્ઞાન પામી સમ્યગ્ ચારિત્ર તરફ ગતિ કરી મોક્ષમાર્ગ ને સાધવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org