Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૫
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૬
-૧-એકેન્દ્રિય થી પંચેન્દ્રિય પર્યન્તના જીવોનો ઓળખ. -૨- આ જીવોમાં મનવાળા અને મનવગરના જીવોનો ભેદ.
આ મન જીવ ને ઈનિષ્ટત્વના સંકલ્પ-વિકલ્પ કરી તે પ્રતિ હેયોપાદેયતા એ તે પદાર્થ મેળવવાનો તેમજ તેનો ત્યાગ કરવાની આત્માને પ્રેરણા આપે છે.
મન એક વસ્તુ વિષયક શુભ કે અશુભસંકલ્પભાવમાં વધુમાં વધુ અંતર્મુહુત કાળ સુધીજ રહે છે. જો આત્મા શુકલ ધ્યાનમાં આટલો કાળ રહેતો કેવળ જ્ઞાન પામે અને અશુભ ધ્યાનમાં રહેતો તંદુલીયા મની માફક સાતમી નરકને યોગ્ય કર્મપણ બાંધે. આ વાતને સમજી આરાધક આત્માઓએ અંતર્મુહૂર્ત પર્યન્ત સતત અશુભ ધ્યાનમાં રહેવું નહીં અને શુભ ધ્યાન વધારવા પ્રયત્નશીલ થયું
'S S S S S T U
(અધ્યાયઃર-સૂગ ૨૧) U [1]સૂત્રરંતુ વિગ્રહગતિમાં યોગને જણાવવા માટે આ સૂત્ર બનાવેલ છે. -જીવ એક શરીર છોડી બીજા શરીર ને ધારણ કરવા ગમન કરે છે. ત્યારે કયોયોગ થાય છે તે જણાવે છે. D [2]સૂત્રમૂળ-વિધતૌ કયો 1:
[3]સૂત્ર પૃથક-સ્પષ્ટ છે. U [4] સૂત્રસાર-વિગ્રહ ગતિમાં જીવને કર્મયોગ(કાર્પણ કાયયોગ) જ હોય છે U [5] શબ્દશાનઃવિપ્રતિ:-વિગ્રહ ગતિમાં (પરભવે જતાં વક્રગતિમાં) વર્મયો:-કર્મશરીરયોગ- કામણકાય યોગ U [6]અનુવૃત્તિઃ આ સૂત્ર માં અનુવૃત્તિ નથી - સંસારિખ: નો અધિકાર ચાલુ છે.
3 [7]અભિનવટીકાઃ- પૂર્વ સૂત્ર માં સંસારીજીવો માં વિશિષ્ટ પ્રકાર ના એવા [સંજ્ઞી] જીવને આશ્રીને મનોયોગનું વર્ણન કર્યું. આ સૂત્ર અન્તર્ગતિમાં વર્તતા એવા પ્રાણીનો કયો યોગ છે તેના વર્ણન માટે બનાવેલ છે.
કોઈપણ જીવને મૃત્યુ પામી બીજી ગતિમાં જવાનું હોય છે. તે સમયે પ્રત્યેક સંસારી આત્મા જેને ઔદારિક શરીર હોય તેણે ઔદારિક શરીર ને છોડી જવાનું હોય છે. જીવ જયારે બીજી ગતિમાં જાય ત્યારે કાર્પણ અને તૈજસએ બે શરીરો જ તેને રહે છે. હવે જયારે તે બીજા શરીરને ધારણ કરે અર્થાત્ શરીરાત્તર માટે ગતિ કરે ત્યારે તેને કયો યોગ હોય? આ પ્રશ્નનું સમાધાન પ્રસ્તુત સૂત્રમાં કરેલ છે. સૂત્રકારે અતિ સંક્ષેપમાં પ્રત્યુત્તર આપ્યો કે જીવને પરભવે જતા વિગ્રહગતિમાં કર્મયોગ અર્થાત કાર્પણ કાર્ય યોગ હોય.
-અહીં આપણી સમક્ષ સૂત્રકાર-મહત્ત્વના ચાર શબ્દો મુકી દીધા.
(૧)ગતિ(૨)વિગ્રહગતિ(૩)યોગ(૪)કામણયોગ - આ ચારે મુદ્દાને વ્યવસ્થીત રીતે સમજવા જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org