Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૭૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બે ઇન્દ્રિય જીવને પહેલી-બીજી (સ્પર્શન-રસન) ઇન્દ્રિય હોય છે. તેઇન્દ્રિય જીવને પહેલી ત્રણ((સ્પર્શન-રસન-પ્રાણ) ઇન્દ્રિય હોય છે. ચરિન્દ્રિય જીવને પહેલી ચાર (સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુ) ઇન્દ્રિય હોય છે. પંચેન્દ્રિય જીવને પાંચે પાંચ ઇન્દ્રિયો હોય છે.
સ્પર્શનાદિ ક્રમ નો હેતુઃ- અહીં જે સ્પર્શન-આદિ ક્રમમાં પાંચ ઇન્દ્રિય જણાવી છે તે ચૈતન્ય વિકાસના ક્રમ સાથે સુંસંબધ ધરાવે છે. જીવ નિગોદ થી આગળ વધતા વધતા મનુષ્યની કક્ષા સુધી પહોંચે છે. તેની સાથે જ ઇન્દ્રિયોનો વિકાસ સંકડાયેલો રહે છે.
જેમ કે સ્પર્શન ઇન્દ્રિય સર્વ સાધારણ છે. બધાં જ સંસારી જીવોમાં તે વ્યાપ્ત હોય છે.જીવને અનાદિ થી આ ઇન્દ્રિય વળગેલી જ રહે છે. પણ એકેન્દ્રિય જીવ વિકાસ પામી બે ઇન્દ્રિય ની કક્ષા ધારણ કરે ત્યારે સ્પર્શન પછી રસનાની પ્રાપ્તિ થાય છે.
જયારે જીવને વિકાસ કક્ષા આગળ વધે ત્યારે ત્રીજી ઇન્દ્રિય પ્રાપ્ત થતા પ્રાણ (નાક) નો ક્રમ આવે, ચઉરિન્દ્રિય જીવને ચક્ષુ ની પ્રાપ્તિ થાય અને છેલ્લે પૂર્ણ પંચેન્દ્રિય અવસ્થામાં કાન ની ઉપલબ્ધિ હોય છે.
[અલબત્ત જીવ એકેન્દ્રિય બેન્દ્રિય એમ ક્રમશઃ જ આગળ વધે તેવો નિયમ નથી બેઇન્દ્રિય જીવ સીધો ચઉરિન્દ્રિય પણ બની જઇ શકે છતાં સર્વ સાધારણ રીતે જીવને ક્રમશઃ વિકાસ થાય છે ત્યારે]ઇન્દ્રિય વૃધ્ધિ નો ક્રમ આજ રીતે રહે છે. અહીં સ્પેશન -૨સન -ધ્રાણચક્ષુ-શ્રોત્ર એ વૃધ્ધિ ક્રમ છે તેવો અર્થ જ અભિપ્રેત છે. જો બે પછી ત્રણ ઇન્દ્રિય થાય તો ત્રીજી પ્રાણજ હોય-ચોથી ચક્ષુ જ હોય તેમાં ક્રમ ઉલટ સૂલટ કદાપી થતો નથી
આ રીતે સ્પર્શનાદિ ક્રમનો હેતુ T
[૧]જીવનો વિકાસ આ પ્રમાણેના ઇન્દ્રિય વિકાસ ક્રમે જ થાય છે.
[૨]સૂત્ર ૨:૨૩-૨:૨૪ પણ તેના અનુસંધાને જ એક થી પાંચ ઇન્દ્રિય વાળા જીવનું દૃષ્ટાન્ત આપે છે.
[૩]મુખને આશ્રીને સમજાવવામાં પણ સ્પર્શ-પછી રસ (મુખ) તેની ઉપર પ્રાણ (નાક), તેની ઉપર ચક્ષુ (નાક ની ઉપર આંખ), તેની આસપાસ શ્રોત્ર (કાન) એમ તાર્કિક રીતે સરળ પડે છે.
* સૂત્રમાં બહુવચન કેમ મુકયું ?
એક તો અહીં ઇન્દ્રિયોની સંખ્યા પાંચની છે. બીજું આ સૂત્ર પવેન્દ્રિયાળિ સૂત્ર સાથે અન્વય પામે છે માટે અહીં સૂત્રકારે બહુવચન મુકેલ છે. એક મત મુજબ અહીં દરેક ઇન્દ્રિય -નિવૃત્તિ-ઉપકરણ-લબ્ધિ-ઉપયોગ ચાર ભેદે સમજવાની છે માટે પણ બહુવચન પ્રયોજેલ છે. સ્પર્શન -રસન – પ્રાણ - ચક્ષુ - શ્રોત્રનો વિષય કયો ? તે હજી સ્પષ્ટ થયુ નથી - અહીંતો ફકત પાંચ ઇન્દ્રિય ના નામ જણાવેલા છે.
જેમકે સ્પર્શન ન્દ્રિય નો વિષય સ્પર્શ છે. તેમ પાંચે ઇન્દ્રિય ના વિષયને જણાવવા માટે સૂત્રમાં ૨:૨૧ બનાવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org