Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૭૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તલવાર ચલાવવાની કળાને સ્થાને લબ્ધિ છે. તે કળાના ઉપયોગને સ્થાને “ઉપયોગ” છે.
જેમ કેમેરો હોય તો તેમાં આગળના મુખ્ય કાચ ઉપર પદાર્થનું પ્રતિબિંબ પડે છે તે પ્રતિબિંબ પકડાઈ ને પાછળ રહેલી કાચની સપાટી -પ્લેટ પર પડે છે કેમિકલ્સ વાળી પ્લેટ કેમિકલ્સના પાવરથી તે પ્રતિબિંબ પકડી લે છે. પણ જો પ્લેટન હોય કે આગળનો મુખ્ય કાચ ન હોય કે ઉપર ઢાંકણું ઢાંકેલ હોય તો અંદર પ્લેટ ઉપર પ્રતિબિંબ ઝીલાતું નથી. અહી પ્લેટમાં પ્રતિબિંબ ઝીલવાની શકિતને લબ્ધિ કહે છે. પ્રતિબિંબ પકડવાનો પ્રયત્ન તે ઉપયોગ.
જ લબ્ધિ અને ઉપયોગ બંને જ્ઞાન સ્વરૂપ છે છતાં તેને ઈન્દ્રિય કેમ કહેવાય છે?
લબ્ધિ-ઇન્દ્રિયની સફળતાનો આધાર ઉપયોગ ઈન્દ્રિય છે.લબ્ધિગમેતેટલી હોયછતાંઉપયોગ ન થાય તો શું કામની? લબ્ધિ-મળેલી શક્તિનો ઉપયોગ કરવામાં ઇન્દ્રિયોની જરૂર છે, ઈન્દ્રિય વિના ઉપયોગ થઈ શકતો નથી આમ લબ્ધિ અને ઉપયોગમાં ઇન્દ્રિય કારણ હોવાથી-કાર્યમાં કારણનો ઉપચાર કરીને લબ્ધિ અને ઉપયોગને પણ ઇન્દ્રિય કહેવામાં આવે છે.
અહીં કાર્યમાં કારણને ઉપચાર કરી ઉપયોગને ભાવેન્દ્રિય કહી છે, તે વાત ને દ્રષ્ટાંત થી ઘટાવતા જણાવે છે-ઘડા આકારે પરિણમેલ જ્ઞાનને ઘડો કહેવામાં આવે છે એ ન્યાયે લોકમાં કાર્ય ને પણ કારણ માનવામાં આવે છે. આત્માનું લિંગ ઇન્દ્રિય(ભાવઇન્દ્રિય) છે આત્મા માં ઉપયોગ મુખ્ય છે અને તે જીવનું લક્ષણ છે તેથી ઉપયોગને ભાવ-ઈન્દ્રિય પણું કહી શકાય છે.
આજ વાત સરળ શબ્દોમાં રજૂ કરતા કહી શકાય કે પ્રત્યેક જીવને મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન રૂપલબ્ધિ હોય જ છે, પણ તે લબ્ધિ ઇન્દ્રિયોની મદદ વિના કામ આપી શકતી નથી તેથી તેને ભાવેન્દ્રિય નામ આપવું પડે છે. આ રીતે લબ્ધિ ઉપયોગ જ્ઞાનરૂપ હોવા છતાં તેને ઇન્દ્રિય રૂપે નામ ધારણ કરવું પડે છે.
વળી દરેક ભાવેન્દ્રિયદરેક જીવને લબ્ધિ અને ઉપયોગ રૂપે હોય છે. પરંતુ જેજે જીવને જે જે ઇન્દ્રિયો હોય તે તે ઇન્દ્રિયના લબ્ધિ અને ઉપયોગ વિશેષ પણે પ્રવર્તતા હોય છે. તેથી દરેક જીવને ભાવેન્દ્રિય હોવા છતાં અમુક અમુક બેન્દ્રિયો ન હોવાના કારણે તે જીવ એકેન્દ્રિય-બેઈન્દ્રિય આદિ કહેવાય છે.
એક નોંધપાત્રખુલાસો-૩યોનું સ્વરૂપ આ સૂત્રમાં સ્વોપલ્લભાખ્યકારે દર્શાવેલ નથી કારણ કે સ્વયં સૂત્રકાર તે માટે હવે પછીનું સૂત્ર ૨ઃ૧૯ બનાવી ૩૫યો ને વિશેષ સ્પષ્ટ કરે છે. અન્યથા પાંચજ્ઞાન-ત્રણ અજ્ઞાન ને જ ઉપયોગ રૂપ ગણી લીધું હોત, વળી અવધિ આદિ અતિન્દ્રિયજ્ઞાન ઉપયોગ શબ્દમાં અભીષ્ટનથી કેમકે તે ઇન્દ્રિયોની અપેક્ષા વગર ઉત્પન્ન થાય છે માટે ઉપયોગ: પતિ એવું સ્પષ્ટ અલગ સૂત્ર બનાવેલ છે.
[સંદર્ભ$ આગમસંદર્ભ તિવિદ્દા અંતે ક્રિય થ્યિ યમાં પંવિહી દ્રિયગ્ધ पण्णत्ता । कतिविहाणं भंते उवओगद्धा पण्णत्ता । पंचविहा इन्दिय उवओगद्धा पण्णत्ता
* प्रज्ञा. प. १५ उ-२ सू. १९९/४ ૪ તત્વાર્થસંદર્ભ - ઉપયોગ માટે જુઓ સૂત્રઃ ૨-૧૯ # અન્ય ગ્રન્થસંદર્ભઃ- દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૩શ્લો.૪૭૯થી ૪૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org