Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [5] શબ્દજ્ઞાન:
ભાવ: આત્મિક પરિણામ
માવેન્દ્રિય: આત્મિક પરિણામ રૂપ ઇન્દ્રિય તે ભાવેન્દ્રિયU [6] અનુવૃતિ - દિવિ સૂિત્ર ર૧૬] શબ્દ ને અનુવૃતિ રૂપે ગણી શકાય.
[7] અભિનવટીકા - પાંચ ઇન્દ્રિયોના દ્રવ્ય અને ભાવથી એમ બે પ્રકારો કહયા.સર્વ પ્રથમ દ્રવ્ય-ઈન્દ્રિય જણાવી આ સૂત્રમાં ભાવ ઈન્દ્રિયને જણાવે છે આ ભાવ ઇન્દ્રિય પણ લબ્ધિ અને ઉપયોગ એમ બે પ્રકારે કહી છે.
જો કે સમગ્ર ઇન્દ્રિય પ્રકરણની સમજાવટમાં સૂત્રકારની સુંદર શિક્ષણ શૈલી પ્રગટ થઈ રહી છે. એટલે જ તેઓ એ “પ્રસિધ્ધ થી અપ્રસિધ્ધ'નો સિધ્ધાંત જાળવી અહીં રજૂઆત કરેલી છે.
અન્યથા સમગ્ર રજૂઆત આ રીતે હોત
મતિજ્ઞાનના ક્ષયોપશમ રૂપે શકિતભાવે ઈન્દ્રિય લબ્ધિ છે. તેનો ઉપયોગ પણ પ્રવર્તે છે આ ઉપયોગ પ્રવર્તનમાં શરીરના ઈન્દ્રિયોરૂપ અભ્યન્તર અવયવો મદદ કરે છે. તે અવયવોના રક્ષણ માટે બાહ્ય આકારો પણ હોય છે.
આવો ક્રમ જાળવીને પણ રજુઆત થઈ શકત. પરંતુ લોકપ્રસિધ્ધ પણે આંખ-કાન-નાક વગેરે પાંચ ઈન્દ્રિયો ને સૌ જાણે છે. આ જાણકારી પછી તેના બાહય-અભ્યત્તર આકારોનો પણ સાધારણ પરિચયછે.આટલી જાણકારી બાદ સૂત્રકાર પ્રસ્તુત સૂત્રરચના કરી તે જ વાતને વિશેષ ઉંડાણમાં લઈ જાય છે.
જે આ બાહય અભ્યત્તર આકારો છે. તેની પાછળ મહત્વનું તત્ત્વ છે જ્ઞાનશકિત,તેમજ તે જ્ઞાનશકિતનો પ્રવૃતરૂપ ઉપયોગ જેનું નામ ભાવેન્દ્રિય.
બીજી મહત્વની વસ્તુ એ છે કે ઇન્દ્રિયોના કાર્ય રૂપે પ્રવૃત્તિમાં સૌથી પહેલા દૂબેન્દ્રિય સાથે જે-તે ઇન્દ્રિયના વિષયનો સંબંધ જોડાય છે. ત્યાર પછી તેનો ભાવેન્દ્રિય સાથે સંબંધ થાય છે.તેથી ભાવની પ્રધાનતા હોવા છતાં સર્વપ્રથમદબેન્દ્રિયનું વર્ણન કરી સૂત્રકાર ભાવેન્દ્રિયને જણાવે છે.
આ ભાવેન્દ્રિયને માત્મ પરિતિક્ષણમ્ કહી છે જેના વર્ષ અને ૩યો એવાબેભેદો જણાવે છે.
તલ બાવેન્દ્રિય: –મતિ આદિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જે એક પ્રકારના આત્મિક પરિણામ છે તે “લબ્ધિ-ઇન્દ્રિય' છે.
જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી નિષ્પન્ન થતી જ્ઞાનશકિત-લાભ તે લબ્ધિ.
-લબ્ધિ એટલે પ્રાપ્તિ જે ગતિ-જાતિ-શરીર આદિ નામકર્મના ઉદયનું નિમિત્ત પામીને ઉત્પન્ન થાય છે અને કર્ણ-ચક્ષુ વગેરે તે-તે ઇન્દ્રિયના આવરક કર્મના ક્ષયોપશમને પામીને તે જીવ ને તે-તે ઇન્દ્રિયના વિષયોને ગ્રહણ કરવાની જે-જે શકિત પ્રગટ થાય છે તે લાભને લબ્ધિ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org