Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૬૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૐ નિવૃત્તિ ઇન્દ્રિયની બહાર અને અંદરની પૌદ્ગલિક શકિત કે જેના વિના નિવૃત્તિ ઇન્દ્રિય જ્ઞાન પેદા કરવાને અસમર્થ છે તેને ઉપકરણેન્દ્રિય કહે છે.
નિવૃત્તિવ્યેન્દ્રિયના ચોકઠામાં ગોઠવાયેલ અથવા પોત-પોતાના વિષયોને ગ્રહણ કરવાની શકિત ધરાવનારા જે પુદ્ગલ દ્રવ્યોના બનેલા તીવ્રશકિતવાળા સૂક્ષ્મ અવયવો. તેનું નામ ઉપકરણેન્દ્રિય.
જે અવયવોમાં જાણવા યોગ્ય વિષય પકડવાની તાકાત હોય છે. તેને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય કહે છે. આ ઇન્દ્રિયમાં વિષય પકડવાની તાકાત હોય છે. પણ જાણવાની શકિત હોતી નથી. (તે શકિતતો ભાવ ઇન્દ્રિયમાં જ હોય છે)
ઉપકરણેન્દ્રિય એટલે એટલે અત્યંતર નિવૃત્તિ માં રહેલી પોત-પોતાના વિષયને ગ્રહણ કરવાની શકિત.
૩
ૐ બાહ્ય નિવૃત્તિ ખડ્ગ સમાન કહીએતો અત્યંતર નિવૃત્તિ ખડ્ગની ધાર સમાન છે. આજ વાતને પ્રજ્ઞાપના સૂત્ર માં- લોકપ્રકાશ સર્ગઃ ૩ શ્વ્લો. ૪૭૬ બાદના ગદ્યખંડમાં જણાવ્યા મુજબ‘‘ખડ્ગસમાન બાહ્ય આકૃત્તિ વાળી ઇન્દ્રિય તથા ખડ્ગધારા સમાન અને અત્યન્ત નિર્મળ પુદ્ગલ સમૂહરૂપ અભ્યન્તર આકૃત્તિની વિશિષ્ટ શકિતને ઉપકરણેન્દ્રિય કહે છે.’’
શંકા - અભ્યન્તર નિવૃત્તિરૂપ દ્રવ્યેન્દ્રિય કરતા ઉપકરણ વ્યેન્દ્રિયમાં શી વિશેષતા છે? -લોકપ્રકાશ ૩:૪૭૭ અભ્યન્તર નિવૃત્તિનો સદ્ભાવ હોય તેા પણ ઉપકરણેન્દ્રિય દ્રવ્યાદિ વડે પરાધાત પામે ત્યારે અર્થનું જ્ઞાન થતું નથી.
સ્વોપજ્ઞ ભાખ્યમાં સૂત્રકાર મહર્ષિએ નિવૃત્તિ ઇન્દ્રિયના બે ભાગ જણાવેલા નથી પરંતુ ઉપકરણ ઇન્દ્રિયના ’’વાહ્યમયનાં ૬'' એવા બે ભાગ જણાવેલ છે. જેની વ્યાખ્યા કરતા શ્રીમાન્ હરિભદ્રસૂરિજી સ્પષ્ટતયા જણાવે છે. કે- વાદ્યરાં રાળુચાવીતિ, તત્ર સભ્યન્તર खड्गस्थानीयाया निर्वृत्तेस्तद्धारा शक्ति कल्पं स्वच्छतर पुद्गल जाल निष्पादितं तदभिन्नदेशमेवेति.
સિધ્ધસેનીયટીકામાં પણ જણાવે છે કે -૩પરમેન્દ્રિય વિર્તિ, અન્તર્તિ 7. निर्वृर्त्तिद्रव्येन्द्रिय अपेक्षया अस्य अपि द्वैविध्यमावेद्यते ।
દિગંબરીય ટીકામાં તેનો અર્થ જણાવતા સ્પષ્ટ કથન જોવા મળે છે. (૧)બાહય ઉપકરણેન્દ્રિયઃ-નેત્રમાં પાપણ-ડોળા વગેરે બાહય ઉપકરણ રૂપ સમજવા. (૨) અભ્યન્તર ઉપકરણેન્દ્રિય - નેત્રમાં ધોળુ-કાળુ મંડળ તે અત્યંતર ઉપકરણ સમજવું આરીતે બીજી ઇન્દ્રિયો માટે પણ સમજી લેવું.
જો કે ઉપકરણ-ઇન્દ્રિયના બાહય અભ્યન્તર ભેદ માટે સિધ્ધસેનીયટીકામાં તોત્યાંસુધી લખી દીધું છેકે - ’’આમે તુ નાસ્તિ વશ્વિત્ અન્તર્ષેિ, ૩૫ળસ્ય''
આ રીતે અહીં ત્રણ માન્યતાનો અભ્યાસ થયો છે.
(૧) ભાષ્યમાં ૩પ રળ-ન્દ્રિય ના બે ભેદ કહયા છે. તે એકમત
(૨) ભાષ્યમાં ન કહ્યા હોવા છતાં ટીકામાં સ્વીકારેલા તથા આગમોમાં પણ જણાવાયેલા નિવૃતિ-ફન્દ્રિય ના બે ભેદ – તે બીજો મત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org