Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧૦
- ૪૫ – નારકાદિ ચતુર્ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરવા વાળો જીવ તે સંસારી અથવા આ ભ્રમણ ના કારણભૂત કર્મોનો જેમાં સંબંધ જોવા મળે તે (જીવ) સંસારી જાણવો.
– સંસારી અર્થાત્ અસિદ્ધપણું જેની વ્યાખ્યા આ પૂર્વે સૂત્ર ૨:૬ માં કરાઈ છે – ભવોપગ્રાહી–ભવપ્રેરકકર્મની ઉદયાવસ્થા. જયાં સુધી કર્મનો ઉદય છે ત્યાં સુધી જીવ અસિદ્ધ કહેવાય છે. તેને પોતાની તથાભવ્યતા મુજબ લોકમાં–વિશ્વમાં જુદા જુદા ભાવો દ્વારાદવ્ય-ક્ષેત્ર-કાળ–ભાવના સંયોગોમાં ભટકવું પડે છે. ત્યાં સુધી તે જીવને સંસારી જીવ કહેવાય છે.
-દ્રવ્ય ક્ષેત્ર,કાલ ભાવ અને ભવ એ પાંચ પ્રકારે સંસાર છે.જેને સંસાર છે તે બધા સંસારી.
–જેજીવોકર્મોનાબંધનથી જકડાયેલા છે એક જગ્યાએથી બીજી જગ્યાએએસરકવાવાળા છે તેજીવસંસારી કહ્યા છે. સંક્ષેપમાં કહીએ તો સંસાર માં ફરતો જીવ તે – સંસારી
અod - સિધ્ધ ના જીવો–સંસાર રૂપ પર્યાય થી રહિત જીવ. –જેવો કર્મોના બંધનથી મુકત બનીને મોક્ષમાં સ્થિર થયા છે તેને મુક્ત જીવ કહે છે.
-તિર્યંચ-મનુષ્યનારક–દેવભવના અનુભવલક્ષણ જેનામાં વિદ્યમાન નથી અથવા તે ચતુર્વિધ અવસ્થા થી સર્વથા મુકાયેલ છે તેવા જીવ તે “મુક્ત” જીવ કહેવાય છે.
-જે જીવ ઔપથમિક આદિ ભાવોથી દૂર થતા થતા છેલ્લે ક્ષાયિક અને પારિણામિક ભાવોમાં સ્થિર થાય અને બીજા ત્રણે ભાવો તેને સર્વથા છૂટી જાય ત્યારે તે “મુકત' જીવ કહેવાય છે.
–અનેર–તિ સંસારતિમુખ્યત્વેસ્મ–મુતી:(અથવા)નિર્જુતાશે Íળ: સંસારીનુwતા:
–જેને પુદ્ગલકર્મરૂપ દ્રવ્ય બંધ અને તદ્ જનિત ક્રોધાદિ કષાયરૂપ ભાવબંધ બંને નાશ પામ્યા છે તેજીવ “મુકત જીવ કહેવાય છે.
–સર્વ કર્મોના બંધનથી મુકત થઈ સિધ્ધિ ગતિને પામેલા હોય, સચ્ચિદાનંદ સ્વરૂપે આદિ અનંત ભાગે સ્થિર હોય તેને “મુકત” જીવ કહેવાય છે.
સંક્ષેપમાં કહીએતો મોક્ષને પામેલા તે-મુત
* :-સૂત્રમાં વપરાયેલો ૨ સમુચ્ચય ને માટે છે. શ્રીમાન્ હરીભદ્રસૂરીજી જણાવે છે– ' શબ્દ: સ્વતાનેમેસમુગ્વયાર્થ
* સામાન્ય રીતે સંસારી અને મુકત શબ્દમાં પૂજયતાની દ્રષ્ટિએ “મુકત'' શબ્દનો ઉલ્લેખ પ્રથમ કરવો જોઈએ છતાં અહીં પ્રથમ સંસારી શબ્દ નું પ્રયોજન હેતુપૂર્વક થયું છે.
-૧-સંસારપૂર્વક જ મોક્ષ થાય છે તે દર્શાવવા સંસારી” ભેદ પ્રથમ મુકેલ છે.
-ર-સંસારી જીવોના ભેદોનું વર્ણન આ સૂત્રથીજ આગળ ચાલુ રાખવાનું છે. સમગ્ર અધ્યાય સંસારી જીવોના ભેદકે તે જીવ સંબધી વિશેષ બાબતોનું જ જ્ઞાન કરાવે છે. માટે તેને પ્રથમ કહયો.
-૩- અનાદિથી સંસારનો પ્રવાહ ચાલુ છે માટે તેની પ્રાથમિકતા દર્શાવી. -૪- જો બંને શબ્દના સમાસ થકી 'બુત સંપારિખ:” એવો પ્રયોગ કરવામાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org