Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [સંસારિ: અધિકાર ચાલુ છે.]
U [7] અભિનવટીકાઃ- ઈન્દ્રિયોની સંખ્યા નિયત કરતા ઉમાસ્વાતજી મહારાજા [સ્પર્શના, રસના, પ્રાણ,ચક્ષુ,શ્રોત્રરૂપ] પાંચ ઇન્દ્રિયોને જણાવે છે આપાંચ ઈન્દ્રિયોની એક થી પાંચની સંખ્યા વડે જીવના પાંચ વિભાગ થઈ શકે છે. શરીરમાં આત્માના અસ્તિત્વની ઓળખ માટે પણ આ ઈન્દ્રિયો બાહ્ય ચિહ્ન રૂપ છે. અર્થાત્ ચૈતન્ય વ્યકિત કે જીવ ઈન્દ્રિય દ્વાર વડે ઓળખી શકાય છે.
જ પશ્વ:–ઇન્દ્રિયોની સંખ્યા પાંચની કહી છે. આ પર્વે શબ્દ જે આરંભે મુકયો છે તે નિયમને માટે છે. ઈન્દ્રિયો પાંચ જ છે. તેવું સિધ્ધ થાય છે અર્થાત અન્યનાધિક પણે પાંચની સંખ્યા સમજવી. ઈન્દ્રિયો છે વગેરે નથીજ [Nડાહિતિપધાર્થ:]
અથવા આ પ્રકરણ જીવોના ઉપયોગને આશ્રીને છે. સર્વત્ર જીવના ઉપયોગ પણાની જ વાત મહત્વની હોવાથી તે ઉપયોગના નિમિત્ત ભૂત પાંચ ઈન્દ્રિયોને સૂત્રકાર ઉપદેશે છે. તેથી કોઈ એક પ્રાણીને વધુમાં વધું આ પાંચ ઈન્દ્રિયો જ હોઈ શકે.
ભાષ્યકારે જESાદ્રિ પ્રતિષધાર્થ: કહ્યું તે પણ હેતુપૂર્વક છે. કેમ કે પાંચ જ ઇન્દ્રિયો હોવી એ જૈન સિધ્ધાન્ત છે. તેથી વ્યતિરિત માન્યતાનું નિરસન કરવા માટે જ આ વાકય મુક્યુ છે.
આ સિધ્ધાન્ત થી મન પણ ઇન્દ્રિય નથી તેમ સાબિત થાય છે. સૂિત્ર ૨૦૧૨ માં મનને નન્દ્રિય કહ્યું જ છે માટે મનને છઠ્ઠી ઈન્દ્રિય ગણવું નહીં --- જેમ ચક્ષુ વગેરે ઈન્દ્રિયો સ્વતંત્રપણે રૂપ વગેરે અર્થગ્રહણમાં પ્રવર્તે છે અન્યની અપેક્ષા રાખતું નથી તેમ મન પ્રવર્તી શકતુ નથી મનને રૂપાદિ વિષયનું ગ્રહણ કરવું હોય તો ચક્ષુ વગેરે ઇન્દ્રિયોને વિષયીકૃત કરીને જ રૂપાદિ વિષાયમાં પડી શકે છે. તેથી ચક્ષુ વગેરેની માફક મન એ સાક્ષાત ઈન્દ્રિયો રૂપે પ્રવર્તતુ નથી. વળી પાંચ ઈન્દ્રિયોના સ્પર્શાદિ પાંચ વિષય કહ્યા છે મનનો કોઇ સ્વતંત્ર વિષય પણ નથી માટે મન અનિયિ જ છે અને ઇન્દ્રિયોની સંખ્યા પાંચ જ છે .
શંકા? - કેટલાંક ઈન્દ્રિયોની સંખ્યા ૧૦ ગણાવે છે. પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય-વાક્ પાણિ(હાથ), પગ,વાયુ(ગુદા) ઉપસ્થ (જનનેન્દ્રિય)-તેનું શું?
# અહીંન્દ્રાનો અર્થ “જેનાથી જ્ઞાનનો લાભથઈ શકે તે એવોકરાયો છે. અર્થાત્ જ્ઞાનેન્દ્રિયને સ્વીકારેલી છે.
-તેથી વાપાણી આદિ કર્મેન્દ્રિયોની સંખ્યા સ્વીકારવાનો પ્રશ્ન જ ઉદ્દભવતો નથી.
–બીજું અહીં “ઉપયોગ”નો અધિકાર વર્તતો હોવાથી જીવનોપયોગી જ્ઞાનને આશ્રી ને સ્પર્ધાદિ પાંચ ઇન્દ્રિયો ગણાવી છે. જયારે વા-પાણી વગેરે પાંચ ઇન્દ્રિયો તો આહારવિહાર-નિહાર આદિ ક્રિયા માટે છે.
–બંને કારણ કરતાં પણ મહત્વની વાત શ્લોકવાર્તિક માં જણાવી છે. કર્મેન્દ્રિય નો સ્પશન-ઈન્દ્રિયમાં અંતર્ભાવ થઇ જ જાય છે. માટે તેને અલગ પાડવાની જરૂર જ નથી છતાં જો અલગ દર્શાવવું જ હોય તો કર્મ (ક્રિયા કરવા ની દ્રષ્ટિએ હોઠ, ત્વચા, આંગળી, નિતંબ,મસ્તક, ડોક, વગેરે સર્વે કર્મેન્દ્રિયો જ ગણવી પડશે કેમકે તે પણ ક્રિયાના સાધન છે. જે કોઈ ને પણ ઈષ્ટ નહીં બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org