Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તો-“જેણે સંસારનો ત્યાગ કર્યો છે તેવો જીવ'' એમ અનિષ્ટ અર્થની પ્રાપ્તિ થશે.
-પ-સંસાર એ સ્વસંવેદ્ય કે અનુભૂત સત્ય છે. જયારે મુકિત એ પરોક્ષ વસ્તુ છે. છમ સ્થોને તેનો અનુભવ અપ્રાપ્ત છે.
જ આસૂત્રમાં બહુવચન વાપર્યું છે તે પણ સુચક છે ?
-૧-સંસારી અનન્ત છે. મુકત પણ અનન્ત છે. આ તેની અનન્તતા સૂચવવા માટે સૂત્રકારે ઉભય માં બહુવચન પ્રયોજેલ છે
-૨-સંસારિખ રૂતિ કુત્તા રૂતિ વહુત નિર્દેશા વદવ: ગીવા ક્ષળીયા: બંને શબ્દોમાં બહુવચન નિર્દેશ થી અનેક સંસારી જીવો–અનેક મુકત જીવોને લક્ષમાં રાખવાનું સૂત્રકારનું લક્ષ્ય છે.
સૂત્રમાં સંસારિ મુwત એવો દ્વન્દ સમાસ કરેલ નથી કેમકે જો આવો સમાસ કરેતો એક સંસારી જીવકે એકમુકત જીવ એવો અનિષ્ટઅર્થ પણ નીકળી શકે અને મુકતજીવએકજ છે તેમ કહેતા “પરમાત્મા” એકજ છે તેવી પણ પ્રતીતી થાય જે વાત સ્વીકારવામાં અનેક આપત્તિનો સંભવ છે.
U [8] સંદર્ભ ૪ આગમ સંદર્ભઃ
- दुविहा सव्वजीवा पण्णत्ता तं जहा सिद्धा चेव असिद्धा चेव. स्था. स्था. २૩-૮-જૂ. ૨૦૭
- संसारसमावन्नगा चेव असंसारसमावन्नगा चेव स्था. स्था. २ उ.१ सू. ५७ – આ ઉપરાંત નવ તથા નવાનવામાન માં પણ સંદર્ભ મળે છે. ૪ અન્યગ્રંથ સદર્ભ– (૧) જીવ વિચાર ગાથા–ર–વૃત્તિ : (૨) નવતત્ત્વ ગાથા–૧–વૃત્તિ (૩) દ્રવ્ય લોક પ્રકાશ સર્ગઃ૨ શ્લોકઃ૭૪ U [9પદ્ય (૧) સૂત્ર ૧૦ અને સૂત્ર ૧૧ નું સંયુકત પદ્ય સૂત્ર ૧૧માં જુઓ (૨) જીવરાશિ તણા મુખ્ય સંસારી મુકત ભેદ બે
સંસારીજીવના બીજા ભેદ પ્રભેદ છે ઘણા U [10]નિષ્કર્ષ - સંસારનો અર્થ સરી જવું પોતાના શુધ્ધ સ્વરૂપમાંથી સરી જવું તે સંસાર જીવનો સંસાર સ્ત્રી, પુત્ર, લક્ષ્મી,મકાન વગેરે નથી તેઓ જગતના સ્વતંત્ર પદાર્થો છે. જીવ તે પદાર્થો ઉપર પોતાપણાની કલ્પના કરી ને તે પદાર્થ ને ઈષ્ટ અનિષ્ટ માને છે. આ વિકારી ભાવતે સંસાર.જીવની આ સંસારી દશામાં પોતાના સ્વરૂપની ભ્રમણા પણ કારણભૂત છે. તે ભ્રમણાને મિથ્યાદર્શન કહે છે. અનાદિથી જીવનું આ મિથ્યાદ્રષ્ટિ પણે ચાલ્યુ આવે છે. તેને લીધે થતું પરિભ્રમણ સંસાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org