Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
પ૨.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આવા સંસારી જીવોના મુખ્ય બે ભેદ કહ્યા ત્રસ અને સ્થાવર 8 શાસ્ત્રમાં ત્રસ અને સ્થાવરની વ્યાખ્યા બે રીતે કરવામાં આવી છે. (૧)ગતિને આધારે
(૨) નામકર્મને આધારે ગતિને આધારે થયેલ વ્યાખ્યાનો સામાન્ય અર્થ પ્રગટ કરતા એટલુંજ કહ્યું કે ત્રસ એટલે ગતિશીલ અને અને સ્થાવર એટલે સ્થિતિશીલ (અગતિશીલ) જો કે આ વ્યાખ્યા અપર્યાપ્ત છે. અર્થના પ્રતિપાદન માટે ત્રસ અને સ્થાવરની અલગ અલગ વ્યાખ્યા રજુ કરીએ છીએ.
* :- “ત્રસ' જીવ કોને કહેવાય?
–જેમને ત્રસ નામકર્મનો ઉદય થયો હોય અર્થાત જે ત્રાસ પામવાથી ગતિ કરી શકે છે. તેને ત્રસ જીવ જાણવા.
-જીવમાં દુઃખને છોડવાની અને સુખને મેળવવાની પ્રવૃત્તિ સ્પષ્ટ દેખાય છે ત્યાં ત્રસ નામકર્મનો ઉદય સમજવો
–જે પ્રાણી ગતિશીલ છે તેને ત્રસ જાણવા. - परिस्पष्ट सुखदुःखेच्छा द्वेषादिलिङ्गाः त्रस नाम कर्मोदयात् वसा: – [નિરુકિત અર્થ] ત્રણનીતિ સા: - परिस्पन्दादिमन्तः वसनामकर्मोदयात् त्रस्यन्तीति वसा: * સ્થાવર- “સ્થાવર'' જીવ કોને કહેવાય?
–જેને સ્થાવર નામકર્મનો ઉદય થયો હોય અર્થાત્ ત્રાસ પામવાછતાં જે ગતિ ન જ કરી શકે તે “સ્થાવર''.
-દુઃખને છોડી દેવાની અને સુખને પ્રાપ્ત કરવાની સ્પષ્ટ પ્રવૃત્તિ જે જીવોમાં ન દેખાય ત્યાં સ્થાવર નામ કર્મનો ઉદય સમજવો.
- જે પ્રાણીઓ ગતિશીલ નથી (સ્થિતિશીલ છે) તે સ્થાવર જાણવા - अपरिस्फुटसुखादिलिङ्गः स्थावर नाम कर्मोदयात् स्थावराः – [ નિરુકિત અર્થસ્થાની સ્થાવરી: - अपरिस्पन्दादिमन्तः स्थावर नाम कर्मोदयात् तिष्ठन्तीति स्थावरा: જે વિશેષ:
$ આ સૂત્રથી આરંભીને ચોથા અધ્યાયના અંત સુધી સંસારીજીવોનો અધિકાર ચાલે છે. પાંચમા અધ્યાયના આરંભે અજીવ અધિકાર શરૂ થાય છે આમ અહીં સંસરિખ: શબ્દ એ અધિકાર સૂત્ર રૂપે છે.
દિગંબર આમ્નાયાનુસાર આ શબ્દ -અધિકાર કથન હોવા ઉપરાંત-પૂર્વસૂત્ર-૨૦૧૧ માટે પણ સંસી જીવ એવો સંબંધ જોડવા ઉપયોગી છે અર્થાત્ પૂર્વસૂત્ર માટે વિશેષણ પદ છે. '' ૪ અહીં સ્વાભાવિકપ્રશ્ન થાય કે તો શું સંપાળિોમુતબ્ધ સૂત્રમાં જે સંસારી શબ્દનું ગ્રહણ કર્યું તે અધિકાર સૂત્ર ન બની શકે? અનન્તર સૂત્ર નો સંબંધ છે. વળી તમે સમનસ્ક્રીમન: સૂત્ર માં પણ સંસારીજીવોના ભેદ છે. તેમ સુચવેલ છે, પછી અહીં ફરીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org