Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –જેનાથી વિચાર કરી શકાય એવી આત્માને શકિત તે મન છે. અથવા એ શકિત વડે વિચાર કરવામાં સહાયક થનાર એક પ્રકારના સૂક્ષ્મ પરમાણુંઓને પણ મન કહે છે.
–અહીં પ્રથમ વ્યાખ્યા માવ ને આશ્રીને છે. જયારે બીજી વ્યાખ્યા દ્રવ્ય ને આશ્રીને છે કેમકે મને ના પણ ડ્રવ્યમને અને ભાવમન એવા બે પ્રકારો કહ્યા છે.
જ ડ્રવ્યમન-મનન કરવા ગ્રહણ કરેલા મનોવર્ગણાના પુદ્ગલો તે દ્રવ્યમાન છે. –મનોવર્ગણા થકી સમગ્ર શરીર વ્યાપી અંતઃકરણ તેને “દવ્યમન'' કહે છે.
-પુદ્ગલદ્રવ્યના સ્કંધોનું મન શરીરમાં સર્વત્ર છે. તે દ્રવ્યમાન છે. પરંતુ સુક્ષ્મ પુદ્ગલસ્કંધ હોવાથી ઇન્દ્રિય ગ્રાહ્ય નથી સિવાર્તિક]
-પુદ્ગલવિપાકી નામકર્મના ઉદયથી દ્રવ્યમાન હોય છે.
* પાવમન:-ગ્રહણ કરેલા મનોવર્ગણાના પુદ્ગલો દ્વારા મનન-વિચાર કરવાની શકિત તે ભાવમન છે.
–જીવ ઉપયોગ રૂપ પરિણામ તે ભાવ મન
-આત્માની એક વિશેષ પ્રકારની વિશુધ્ધિ તે ભાવમન તે જીવની વિચારાદિ ક્રિયામાં ઉપાદાન રૂપ છે.
વિર્યાન્તરાય તથા નોઈન્દ્રિયાવરણનાલયોપશમથી થતી એકપ્રકારની આત્મવિશુધ્ધિને પણ ભાવમન કહે છે. રિનિવર્તિક]
સમન:- જે જીવો મનસહિત હોય છે તેને સમનસ્ક કહયા છે. -જેને દ્રવ્યમાન અને ભાવમન બંને પ્રકારના મન હોય તેમને “સમન્સક” જાણવા. - દેવ, નારક, ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો બધા સમનસ્ક કહયા છે. –સમનસ્ક અર્થાત મનવાળા જીવોને સંશી પણ કહયા છે.
– સમનસા મત્યન્ટિમેદવ્યરૂપે ત સમન: મન: પર્યાપ્તમન્ત: (મનઃ પર્યાપ્તિ પુરી કરી છે તેવા જીવો).
- સમનસ્ક કે મનવાળા સંશી જીવો મનોવર્ગણાના પુદગલોને ગ્રહણ કરીને તેમની મદદથી વિચાર કરી શકે છે. સત્યાસત્યનો વિવેક કરી શકે છે. હિતમાં પ્રવર્તવાની અને અહિતથી દૂર રહેવેની શિક્ષા ગ્રહણ કરી શકે છે.
જ મમનસ્વ:- જે જીવો મનરહિત છે તેને અમનસ્ક કહયા છે.
– જે જીવો સમનસ્ક નથી અથવા તો ભાવમન વાળા છે પણ દ્રવ્યમનના અભાવે મનોવર્ગણાના પુદગલો ગ્રહણ કરી શકતા નથી તેમને “સમનસ્ક' જાણવા.
- એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય તથા સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીવો સર્વે અમનસ્ક જાણવા.
– અમન્સક અર્થાત મનવગરના અસંશી પણ કહયા છે. - મન વિદિતા મમ: મન: તિરહિતી: (મનઃ પર્યાપ્તિ વગરના જીવો).
– અમન્સક કે મનવગરના જીવો દ્રવ્યમનના અભાવે વિચારી શકતા નથી. વિશેષ સ્પષ્ટતા કરતા જણાવે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org