Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્ર: ૯.
૪૧ હોવાથી તે નિરાકાર કહેવાય છે.
જ સાકાર –આકાર એટલે વિકલ્પ (અથવા પર્યાય) કારેળસદાર એટલે સવિકલ્પ પરિણતિ અર્થાત જ્ઞાન.
જે બોધ ગ્રાહય વસ્તુને વિશેષ રૂપે જાણે તેને સાકારોપયોગ, જ્ઞાનોપયોગ અથવા સવિકલ્પયોગ કહે છે.
* અનાકાર – એટલે નિર્વિકલ્પ પરિણતિ અર્થાત દર્શન.
જે બોધ ગ્રાહય વસ્તુને સામાન્ય રૂપે જાણે તે નિરાકાર ઉપયોગ તેને દર્શન - ઉપયોગ અથવા નિર્વિકલ્પોપયોગ પણ કહે છે.
* સાકારોપયોગ (જ્ઞાન) ના ભેદો – આિઠ] :
જ્ઞાનોપયોગના આઠ ભેદો દર્શાવ્યા છે. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન (મિથ્યાત્વ સહવર્તીજ્ઞાન) આ મત્યાદિ જ્ઞાન વિષયક વ્યાખ્યા પૂર્વે અધ્યાયઃ ૧ સુત્ર ૯ માં અને અત્યાદિ અજ્ઞાન સંબંધે અધ્યાય : ૧ સૂત્રઃ ૩૩ માં સવિસ્તાર સમજૂતી અપાઈ જ છે. અહીં તેના પુનરાવર્તનની આવશ્યકતા નથી છતાં સમજવા ખાતર મતિજ્ઞાનોપયોગની વ્યાખ્યા અહીં કહી એ છીએ.
मतिज्ञानाकारपरिणाम: तदात्मकत्वम् आत्मन: ईति मति-ज्ञानोपयोग में ४ रात मति શબ્દને બદલે કુત, અર્વાધ આદિ ગોઠવતા જઇએ તો આઠે જ્ઞાન ની વ્યાખ્યા થઈ જશે.
- અનાકારોપયેગ (દર્શન) ના ભેદોઃ- [ચાર) દર્શન શબ્દના ત્રણ અર્થ સૂત્રકારે પ્રયોજેલા છે – (૧) દર્શન એટલે “શ્રદ્ધા” – જુઓ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧ . (૨) દર્શન એટલે “નેત્ર વડે જોવું'' – ઇન્દ્રિયોના વર્ણનમાં દર્શનનો અર્થ
(૩) દર્શન એટલે “સામાન્ય બોધ' – આ અર્થમાં જ ર્શન શબ્દને અત્રે સ્વીકારવો. તે ચાર પ્રકારે છે.
$ ચક્ષુદર્શનઃ– નેત્ર દ્વારા થતો વસ્તુનો સામાન્ય બોધ x અચક્ષુદર્શન - નેત્ર સિવાયની ચાર ઇન્દ્રિયો સ્પિર્શ-રસ–પ્રાણ-શ્રોત્ર) તથા મનદ્વારા થતો વસ્તુનો સામાન્ય બોધ.
૪ અવધિદર્શન – ઈન્દ્રિયોની સહાય વિના, અવધિલબ્ધિથી રૂપી(મૂત) પદાર્થોનો થતો સામાન્ય બોધ.
જ કેવળદર્શનઃ- કેવળ લબ્ધિથી થતો રૂપ-અરૂપી સમસ્ત પદાર્થોનો સામાન્ય બોધ. શંકા અને સમાધાન:
# સૂત્રમાં દ્વિવિધ: અને વર્ષે એમ અલગ કેમ કહ્યું? કિંગષ્ટ-ગ્રતુર્મા: પણ કહી શકત
આ પ્રશ્ન અયુકત છે. સૂત્રકારે ભેદ સૂચક શબ્દ માટે પ્રથમ વિધ: શબ્દ વાપર્યો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org