Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ક્રિયા - બોઘ વ્યાપાર અથવા ઉપયોગ–બઘાં આત્માઓમાં સમાનદેખાતો નથી. આ “ઉપયોગ' ની વિવિધતા બાહય – અત્યંતર કારણો ના સમૂહની વિવિધતા ઉપર અવલંબિત છે.
–વિષયભેદ–સાધનભેદ, દેશકાળભેદ ઈત્યાદિ વિવિધતા બાહય સામગ્રી છે. -જયારે કર્મના આવરણની તીવ્રતા મંદતા એ આંતરિક સામગ્રીની વિવિધતા છે.
આસામગ્રીવૈચિત્ર્યને લીધે એકજ આત્માભિન્નભિન્નસમયમાં ભિન્નભિન્ન પ્રકારની બોધક્રિયા કરે છે. અને અનેક આત્મા એકજ સમયમાં ભિન્નભિન્ન બોધ કરે છે.
આ બોધની વિવિધતા એ અનુભવ સિદ્ધ સત્ય છે. પ્રસ્તુત સૂત્ર આ બોધ વૈવિધ્યને સંક્ષેપમાં વર્ગીકૃત કરી દર્શાવે છે.
ઉપયોગ રાશિના સામાન્યરૂપ થી બે વિભાગ કરવામાં આવે છે. તેમજ વિશેષ રૂપથી આ બંને ભેદોને અનુક્રમે આઠ અને ચાર પ્રકારે વિભાજીત કર્યા છે.
સ્પષ્ટ સ્વરૂપે આ બે–આઠ કે ચાર ભેદ કયા તેનું સૂત્રમાં કોઈ જ સૂચન મળતું નથી. સમગ્ર અર્થઘટન સ્વીપજ્ઞ ભાષ્યના આધારેજ થઈ શકેલ છે (કંઈક અંશે સૂત્ર ૨૪ અને સૂત્ર ૨:૫માં ક્ષાયિક અને ક્ષાયોપથમિક ભાવના ભેદોમાં આરંભિક શબ્દો આ બાબતમાં ખુલાસો કરે છે. કેમકે – ““ઉપયોગ એટલે બોધરૂપ વ્યાપાર' – બોધમાં “જ્ઞાન – દર્શન’ મુખ્ય ઉપયોગી તત્વ છે)
ઉપયોગ ના મુખ્ય બે ભેદ – સાકાર અને અનાકાર સાકાર એટલે જ્ઞાન અને અનાકાર એટલે દર્શન
જ આ જ્ઞાનોપયોગ આઠ ભેદે છે. (૧) મતિજ્ઞાનોપયોગ (૨) શ્રુતજ્ઞાનોપયોગ (૩) અવધિજ્ઞાનોપયોગ (૪) મન:પર્યવજ્ઞાનોપયોગ (૫) કેવલ જ્ઞાનોપયોગ (૬) મિથ્યાત્વયુકત મતિજ્ઞાનયોગ (મતિ અજ્ઞાન) (૭) મિથ્યાત્વયુકત શ્રુત જ્ઞાનોપયોગ (શ્રુત અજ્ઞાન) (૮) મિથ્યાત્વ યુકત અવધિ જ્ઞાનોપયોગ (વિભંગ જ્ઞાન)
* આ દર્શનોપયોગ ચાર ભેદે છે. (૧) ચક્ષુદર્શનોપયોગ (૨) અચક્ષુદર્શનોપયોગ (૩) અવધિ દર્શનોપયોગ (૪) કેવળ દર્શનોપયોગ
આકાર – અહીં “આકાર' શબ્દનો અર્થ લંબાઈ-પહોડાઈ—ઊંચાઈ–ગોળ એવો થતો નથી. પરંતુ જે પ્રકારનો અર્થ હોય તે પ્રકાર જ્ઞાનમાં જણાય તેને “આકાર'' કહેવામાં આવે છે – આકારનો બીજો અર્થ “વિકલ્પ છે.
જ્ઞાન એ આત્માનો ગુણ છે. આત્મા અમૂર્ત છે. માટે જ્ઞાન પણ અમૂર્ત થશે. અમૂર્તનો કોઈ આકારના હોય. પણ તે જે દ્રવ્યને આશ્રીને રહેતેવો તેને આકાર જણાય ખરો. તેથી જોય પદાર્થ જેવો છે તેવોજ જ્ઞાન થકી જણાય છે માટે તેને સાકાર કહયું. જયારે દર્શન એક પદાર્થ થી બીજા પદાર્થ ને જુદો પાડતું નથી માટે તેનો બોધ સામાન્ય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org