Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સર્વથા ક્ષય થતા સમસ્ત સાધનની પ્રાપ્તિ નો સંભવ થાય છે. જેને માટે પ્રાપ્તિ અવિધાતારી લક્ષણ કહ્યું છે.
સંક્ષેપમા કહીએ તો લાભાંતરાય નામક અંતરાય કર્મનો સર્વથા ક્ષય થતા પ્રગટ થતી લાભલબ્ધિ.
* ભોગ[ક્ષાયિકભોગ]—જેએક વખત ભોગવાય તેને ભોગ કહેછે. અથવા શુભવિષયના સુખાનુભવ તે ભોગ. તેને માટેનું શ્રી હરીભદ્રસૂરિજી લક્ષણ જણાવે છે કે ક્ષાયિષ્ઠ પુરુષાર્થસાધનપ્રાપ્તો વિઘ્ન વૃત મો: * ભોગાન્તરાયના સર્વથા ક્ષય થકી કશુંજ ભોગવવાનું કે તે રૂપ અભિલાષ બાકી રહેતો નથી.છતાં અનન્ત ભોગ નો સંભવ રહે છે. તેને ક્ષાયિક કહે છે.
સંક્ષેપમાં કહીએ તો ભોગાંતરાય નામક અંતરાય કર્મનો સર્વથા ક્ષય થતા પ્રગટ થતી ભોગલબ્ધિ.
૧૮
ઉપભોગ [ક્ષાયિક ઉપભોગ] : વસ્ત્ર પાત્રદિરૂપ જે વારંવાર ભોગવાય તે ઉપભોગ. શ્રીહરીભદ્રસૂરીજીના જણાવ્યા મુજબ ૩વિત મોળ સાધનાવાષ્યવધ્ય હેતુ: ૩૫મો: બાકી રહેલા સર્વ ઉપભોગાન્તરાય કર્મના ક્ષય થકી અનંત ઉપભોગ પ્રાપ્ત થાય છે. [સંભવ બને છે] જોકે તેનો અભિલાષ રહેતો નથી.
સંક્ષેપમાં કહીએ તો ઉપભોગાંતરાય નામક અંતરાય કર્મનો સર્વથા ક્ષય થતાપ્રગટ થતી ઉપભોગ લબ્ધિ.
* વીર્ય-[ાયિક વીર્ય] ઉત્સાહ શક્તિ એટલે વીર્યા વીર્યાન્તરાય કર્મના સંપુર્ણ ક્ષય થી જન્મેલ તે વીર્ય, જેના વડે ઉચિત સર્વ કંઇ કરે છે. અથવા જેને અનંત વીર્ય કહે છે તે શાયિક વીર્ય. ટુંકમાં વીર્યાન્તરાયનામક અંતરાય કર્મના સર્વથા ક્ષય થકી ઉત્પન્ન થતી વીર્યલબ્ધિ.
* સમ્યક્ત્વ [ક્ષાયિક સમ્યક્ત્વ] સમ્યગદર્શન નો ઘાત કરતી સાત પ્રકૃતિ[સમ્યક્ત્વ મોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય, અનંતાનું બંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ] નો સર્વથા ક્ષય કરવા થકી પ્રગટ થતી ક્ષાયિક શ્રદ્ધા - ક્ષાયિક દર્શન કે જીવાદિપદાર્થ શ્રદ્ધા લક્ષણ ક્ષાયિક તત્વરુચિ,
જે ચારિત્ર [ક્ષાયિક ચારિત્ર] : – સઘળા મોહનીય [ચારિત્ર મોહનીય કે તેની અપ્રત્યાખ્યાનો, પ્રત્યાખ્યાન, સંજવલન કષાય ચોકડી તથા હાસ્યાદિ નવ નોકષાય] નો સર્વથા ક્ષય થવાથી સર્વવિરતિલક્ષણ રૂપ ક્ષાયિક ચારિત્ર પ્રગટ થાય છે.
સમ્યક્ત્વ પૂર્વક જ ચારિત્ર હોય તે અપેક્ષાએ સઘળા મોહનીય નો ક્ષય કથન યોગ્ય છે. જો અલગ વિવક્ષા કરીએ તો ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિનો સર્વથા ક્ષય જ્ઞાયિકચારિત્રનું કારણ બને છે.
કેટલીક શંકા ઃ
♦ સિદ્ધોને માયિક દર્શન કઇ રીતે ઘટે ?
સમ્યગ્દર્શન એટલે તત્વરુચિ તત્વરુચિ માનસિક ભાવછે. સિદ્ધોને મન હોતું નથી માટે સિદ્ધોને ક્ષાયિક દર્શન ન હોય. આવો પ્રશ્ન વ્યવહારથી યોગ્ય છે. પણ નિશ્ચયથી યોગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org