Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ શંકા-મિથ્યાત્વના અભિગ્રહીત, અનભિગ્રહીત વગેરે ભેદ હોવા છતાં અહીં મિથ્યાદર્શનનો એકજ ભેદ કેમ કહ્યો?
v સમાધાનઃ-મિથ્યાદર્શનના તમામ ભેદોમાં “અશ્રધ્ધાનું લક્ષણતો સર્વત્ર વ્યાપેલું છે. તેથી “અશ્રધ્ધા' લક્ષણ વિવક્ષાએ માત્ર એકજ ભેદ સૂત્રકારે જણાવેલ છે. કોઇપણ ભેદને આશ્રીને ન વિચારતા “મિથ્યાદષ્ટિ” પણું એ એકજ ભાવની મુખ્યતા સ્વીકારેલ છે. ટુંકમાં –“તત્વાર્થ નો અશ્રધ્ધારૂપ પરિણામ તે મિથ્યાદર્શન
(૧૩)અજ્ઞાન - જ્ઞાનથી અન્ય તે અજ્ઞાન. મિથ્યાત્વ મોહનીય યુકત જ્ઞાનાવરણ દર્શનાવરણ કર્મના ઉદયથી પ્રગટ થતો ભાવ તે અજ્ઞાન જેમાં અતત્વમાં તત્વબુધ્ધિ વગેરે સ્વરૂપ કહ્યું
બીજા શબ્દોમાં કહ્યું કે-“જ્ઞાનાવરણ–દર્શનાવરણ ના ઉદયથી તેના ફળ રૂપે અંધકાર જેવો જે જ્ઞાનાભાવ થવો તે અજ્ઞાનભાવ છે.
તત્વાર્થાધિગમસૂત્રસિધ્ધસેનીય ટીકા–''જ્ઞાનદર્શનાવરણસર્વધતિદર્શનમોહનીયો अज्ञानम्-अनवबोध स्वभावम् एकरूपम्, तथैवाभेदमाधाय मनसि व्यपादिशद् अज्ञानीति
(૧૪)અસંયતત્વ - વિરતિનો સર્વથા અભાવ અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાની કષાય, પ્રત્યાખ્યાન કષાય (ચતુષ્ક) એ બાર પ્રકારનાં ચારિત્ર મોહનીયના ઉદયથી અસંયતત્વ (ભાવ) ઉત્પન્ન થાય છે.
અહીંપણ અવિરત પણે એકજ લક્ષણને ધ્યાનમાં રાખી એકજ ભેદ અસંયતત્વનો જણાવેલ છે. જેટલે અંશે સંજવલન કષાય ચતુષ્ક વર્જિત ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી તે કર્મનું વિપાક વેદન, તેટલે અંશે અસંમતપણું
(૧૫) અસિધ્ધત્વઃ- આઠે કર્મોના ઉદય થી ઉત્પન્ન થતું અસિધ્ધત્વ છે. બીજી વ્યાખ્યાનુસાર–વેદનીય, આયુ,નામ, ગોત્ર કર્મનો ઉદય તે અસિધ્ધત્વ (કમ કે ધાતી એવા ચાર કર્મોનો ક્ષય તો પૂર્વે જ થઈ જાય છે)
“નિસ્તાર નથી થયો તેજ અસિધ્ધપણું” એ અપેક્ષાએ અહીં અસિધ્ધત્વનો એક ભેદ કહ્યો છે.
“જેટલે અંશે આયુષ્યકર્મની ભવવિપાકી પ્રકૃતિ અને તેની સહકારી જીવવિપાકી,
પુલવિપાકી તથા ક્ષેત્રવિપાકી પ્રકૃતિઓનો ઉદયનો પ્રવાહ ચાલુ હોય તેટલેઅંશે અસિધ્ધત્વ–સાંસારિક ભાવ કહેવાય” એવી પણ એક સુંદર વ્યાખ્યા જોવા મળી છે.
* લેશ્યા - નિતિ તિ છે. આત્મા સાથે એકાકાર થાય તે લેશ્યા નામક કોઈ કર્મ નથી છતાં લેશ્યારૂપ ભાવ, પર્યાપ્તિનામકર્મના ઉદયથી અથવા પુદ્ગલવિપાકી શરીરનામ કર્મ અને કષાય એ બંનેના ઉદયથી થતા હોય છે.
ભાવલોક પ્રકાશ વેશ્યાના અર્થને સ્પષ્ટ કરતા જુદાજુદા મતો ટાંકીને જણાવે છે કે -
-જેના મતે કષાયના ઝરણારૂપ લેશ્યા છે તેના મતે કષાયમોહનીય ના ઉદયથી ઉત્પન્ન થયેલી છ વેશ્યાઓ છે.
–જેના મતે અષ્ટકર્મના પરિણામરૂપલેશ્યાછેતેનામતે અસિધ્ધત્વની જેમઅષ્ટકર્મોદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org