Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૬
(૨)તિર્યંચગતિઃ- તિર્યંચગતિ નામકર્મના ઉદયનું ફળ તે તિર્યંચ(યૌન). (૩)મનુષ્યગતિ - મનુષ્ય ગતિ નામકર્મના ઉદયનું ફળ તે માનુષ્ય. (૪)દેવગતિ - દેવગતિનામ કર્મના ઉદયનું ફળ તે દેવ.
નરક આદિ ચાર ગતિ નામકર્મના ઉદયથી નરકગતિ વગેરેની પ્રાપ્તિ થાય છે. આથી જીવ નારક આદિ રૂપે ઓળખાય છે.
* કષાય:- કષ એટલે સંસાર. આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ એટલે કે પ્રાપ્તિ થાય–સંસારમાં પરિભ્રમણ થાય, સંસારને માટે ઉપાદાન કારણ વિશેષ કહ્યું તે કષાય.
કષાય ચારિત્ર મોહનીય કર્મના ઉદય થી ક્રોધ-માન-ન્યાયી–લોભ. એ ચાર ભાવો ઉત્પન્ન થાય છે તે ભાવવાળા ક્રોધી–માની–માયા-લોભી તરીકે ઓળખાય છે.
(૫) ક્રોધકષાય - ક્રોધકષાય મોહનીય કર્મના ઉદયથી ક્રોધનો ભાવ પ્રગટ થાય છે. આવો ક્રોધનો ભાવ જેને છે તે ક્રોધી
(દ)માનકષાય -માનકષાય મોહનીય કર્મના ઉદયથી માનનો ભાવ પ્રગટ થાય છે. આવો માનનો ભાવ જેને છે તે માની.
(૭)માયાકષાય -માયા કષાય મોહનીય કર્મના ઉદયથી માયાનો ભાવ પ્રગટ થાય છે. આવો માયાનો ભાવ જેને છે તે મારી (માયાવી)
(૮)લોભ કષાયઃ-લોભ કષાય મોહનીય કર્મના ઉદયથી લોભનો ભાવ પ્રગટ થાય છે. આવો લોભનો ભાવ જેને છે તે લોભી નોંધઃ- ભાષ્યમાં કોળી-માન-માયા-લોભી શબ્દો છે માટે અહીં પણ શબ્દાનુસાર જ વ્યાખ્યા કરાઇ છે.
* લિંગ:- ટીનવીન્ ત્રિમ લિંગ એટલે ચિહ્ન, જેને શાસ્ત્રીય પરિભાષામાં વેદ”પણ કહે છે. વેદ(મોહનીય) એટલે મૈથુનની ઇચ્છા કે કામ વાસના
વેદ (નોકષાય) મોહનીય ઉદયથી પ્રગટ થતો જે ભાવ. (૯) સ્ત્રીલિંગ:- સ્ત્રી વેદ(નોકષાય) મોહનીય કર્મના ઉદય થી પ્રગટ થતો ભાવ તે સ્ત્રીલિંગ. જેના કારણે સ્ત્રી પુરુષભોગની અભિલાષા કરે છે.
(૧૦) પુરુષલિંગઃ-પુરુષવેદ (નોકષાય) મોહનીય કર્મના ઉદયથી પ્રગટ થતો ભાવતે પુરુષ લિંગ જેના કારણે પુરુષ સ્ત્રીભોગની અભિલાષા કરે છે.
(૧૧) નપુંસકલિંગ-નપુંસકવેદ (નોકષાય) મોહનીયકર્મના ઉદયથી પ્રગટ થતોભાવ તે નપુસકલિંગ. જેના કારણે પુરુષ અને સ્ત્રી બંનેભોગની અભિલાષા પ્રગટે છે.
આ રીતે ત્રણે વેદના ઉદય થી પ્રગટતો અભિલાષ વિશેષ લિંગભાવ, ઔદયિક છે.
શ્રીમાન હરિભદ્રસૂરિ તથા શ્રી સિધ્ધસેન ગણિત ટીકા માં એક વિશેષ ઉલ્લેખ પણ છે કે, “પ્રગટ સ્વરૂપે પુરુષ લિંગની આકૃતિ હોવાછતાં કદાચિત સ્ત્રીલિંગનો ઉદય થાયતે સંભવ છે” તો ત્યાં સ્ત્રીનવી ફિમ્ અર્થાનુસાર જે કર્મોદય હોય તેજ લિંગ ઘટાવવું. એજ રીતે સ્ત્રી કે નપુંસક બાબત પણ સમજી લેવું
(૧૨)મિથ્યાદર્શન - મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી તત્વ વિશે અશ્રધ્ધા થવી અથવા કિચિંત પણ શ્રધ્ધા ન થવી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org