Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જિનાગમમાં સાનિપાતિક નામક છઠ્ઠો ભાવ પણ દર્શાવેલો છે. પરંતુ આ ભાવ ઔપશમિકાદિ પાંચ ભાવના મિશ્ર સ્વરૂપ જ હોવાથી સૂત્રકાર મહર્ષિએ વર્ણન કરેલ નથી.
આગમશાસ્ત્ર-કર્મગ્રન્થકર્મપ્રકૃતિ–લોકપ્રકાશાદિગ્રન્થોમાં તેનો ઉલ્લેખ–ભેદપ્રભેદો વગેરેનું વર્ણન આવે છે.
જેમકે-ઔપથમિક અને ક્ષાયિકઅથવા ઔપશમિક અને ક્ષાયોપથમિક વગેરે ભાવોના સંયોજનથી આ સાન્નિપાતિક ભાવ પ્રગટ થાય છે. જોકે લોક પ્રકાશમાં સ્પષ્ટ લખેલ છે. સાન્નિપાતિક ભાવોના રભેદમાં ૨૦ભેદો તો નામ માત્ર છે.ઉપયોગી ભેદ તો માત્ર છે.
જેમકે-ક્ષાયિક અને પરિણામિક વગેરે. અનુયોદ્વારવૃતિમાં પણ આ છભેદોનો સ્વીકાર કરેલો છે.
OOOOOOO
(અધ્યાય : ૨ સુત્રઃ ૮) U [1] સૂત્ર હેતુ જીવના સ્વત્વ જણાવ્યા બાદ હવે જીવના લક્ષણને જણાવે છે. જે જીવમાં વ્યાપક રૂપે પ્રાપ્ત થાય છે. ત્રિકાલ વિષયક છે અને સર્વથા અવ્યભિચારી છે.
[2] સૂત્રમૂળઃ ૩પયોગક્ષણમ્ || [3] સૂત્ર પૃથકઃ ૩પયો: ક્ષમ્
[4] સૂત્રસાર – ઉપયોગ એ જીવનું લક્ષણ છે.[અર્થાત્ અસાધારણ ધર્મ છે U [5] શબ્દશાનઃ
૩૫યો: ઉપયોગ – બોધ રૂપ વ્યાપાર * ક્ષણમ: લક્ષણ – જેનાથી લક્ષ્મ વસ્તુ ઓળખાય છે.
O [6] અનવૃતિ: ગૌપમવ-ક્ષય પાવૌ. સૂત્ર ૨:૧ થી નવસ્થ શબ્દની અનુવૃતિ આ સૂત્રમાં ગ્રહણ કરી છે.
U [7] અભિનવટીકાઃ અત્યાર સુધીની વિચારણા જીવના સ્વરૂપ વિશે કરી. હવે જીવના લક્ષણને જાણવા માટે જ સૂત્રકાર આ સૂત્ર પ્રયોજે છે. જીવનું લક્ષણ કે તેને ઓળખવાની મુખ્ય નિશાની કઈ? સૂત્રકાર કહે છે “ઉપયોગ”
* ૩૫યો. સામાન્ય અર્થમાં – “ઉપયોગ એટલે બોધરૂપ વ્યાપાર' -જ્ઞાન દર્શનની પ્રવૃતિ તે ઉપયોગ – ચૈતન્ય ગુણ સાથે સંબંધ રાખવાળા જીવના પરિણામને ઉપયોગ કહે છે - જ્ઞાન દર્શન સામીપ્રવર્તી નિત્ય સંબંધ એટલે ઉપયોગ. -उपयुज्यते वस्तुपरिच्छे दं प्रति व्यापार्यते जीवोऽनेन ईति उपयोग (प्रज्ञापना-मलयगिरि वृति -बोधरुप जीवस्य तत्वभूतो व्यापारःप्रज्ञप्त: (पञ्चसङ्ग्रह १/३)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org