Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૫
[આ ત્રણે અજ્ઞાન વિશે પૂર્વે અધ્યાયઃ ૧ ના સૂત્રઃ ૩૨ માં વિગતે ચર્ચા કરેલી જ છે
સિદ્ધસેનીય- હારિભદ્દીય ટીકામાં જણાવે છે કે આ ત્રણે લાયોપથમિક ભાવો મૂળ તો જ્ઞાનને સ્પર્શે છે. પણ મિથ્યાત્વના સાહચર્ય વાળા હોવાથી તે જ્ઞાન જ અજ્ઞાન રૂપ બનતા તેને અજ્ઞાન કહયું છે.
અહીં જ્ઞાન નો અભાવ તે અજ્ઞાન નથી કહયું પણ વિપરીત જ્ઞાન ને અજ્ઞાન કહયું છે.
(૮) ચક્ષુદર્શન ચક્ષુ વડે જોવું સામાન્ય અર્થગ્રહણ તેને “ચક્ષુ દર્શન” અહયું છે, તે ચઉરિન્દ્રિય ઉપરના જીવોને થાય છે. ચા દર્શનાવરણ કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતો ભાવ તે ચક્ષુદર્શનાવરણ.
(૯) અચક્ષુદર્શન ચક્ષુ સિવાયની અર્થાત્ સ્પર્શ – રસ – પ્રાણ-શ્રોત્ર વડે કરીને જાણવું તે અચક્ષુર્દર્શન કહયું છે – તે સર્વ પ્રાણીઓને થાય છે
અચક્ષુ દર્શનાવરણ કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતો ભાવ તે અચશુદર્શન.
(૧૦) અવધિ દર્શન – અવધિદર્શનના આવરણના ક્ષયોપશમથી વિશેષ ગ્રહણ કરવામાં વિમુખ - એવું જે અવધિજ્ઞાન-તે અવધિદર્શન કહેવાય છે. નિયમ ફકત એટલોજ છે કે તે સમ્યગ્દષ્ટિવાળાને જ હોય છે. તેવાથમિ સૂત્ર-સિદ્ધસેનીટી.મા-ગ.૨ {. ૬ પૃ. ૨૪૪.
(૧૧) દાનલબ્ધિ – દાનાંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાયતે દાનલબ્ધિ (૧૨) લાભલબ્ધિઃ- લાભાંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાયતે લાભલબ્ધિ. (૧૩) ભોગલબ્ધિ:-ભોગાંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાયતે ભોગલબ્ધિ. (૧૪) ઉપભોગ લબ્ધિઉપભોગતરાય કર્મના ક્ષયોપશમ થી ઉત્પન્ન થાય તે (૧૫) વીર્યલબ્ધિ – વયતરાયકર્મના ક્ષયોપશમ થી ઉત્પન્ન થાયતે વીર્ય લબ્ધિ. આ પાંચે લબ્ધિ વિશે ઉપરોકત સૂત્રઃ૪ માં કહેવાઈ ગયું છે.
(૧૬) સમ્યક્તઃ અનન્તાનુબન્ધિકષાય તથા દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતી તત્વચિ તે સમ્યક્ત.
– વિશેષથી કહીએ તો – અનંતાનુબંધી કષાયના સર્વથા રસોદયના અભાવથી, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયના સર્વથા ઉદયાભાવથી તથા સમક્વમોહનીય રૂપ દર્શનમોહનીયના દેશપાતી સ્પર્ધકો ના ઉદયથી ક્ષાયોપથમિક સમ્યક્ત ગુણ પ્રગટ થાય છે.
(૧૭) ચારિત્રઃ- સર્વવિરતિ અર્થમાં અહીં ચારિત્ર શબ્દ વપરાયેલો છે અનંતાનું બંધી કષાય, અપ્રત્યાખ્યાન કષાય, પ્રત્યાખ્યાન કષાય, ક્રિોધાદિાચાર એમ બાર કષાય રૂપ ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રગટતો ભાવ તે ક્ષાયોપથમિક ચારિત્ર. ત્યાં બારે કષાયોના રસોદયનો અભાવ હોય છે. ગુણસ્થાનક છઠ્ઠ હોય.
(૧૮) સંયમસંયમ – તેને દેશવિરતિ ચારિત્ર કહે છે. કહે છે કેમકે તેમાં સંયમ અને અસંયમ બંનેનો સદ્ભાવ હોય છે.
અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાની આવક કર્મોના ક્ષયોપશમથી પ્રગટ થતો ભાવ તે દેશવિરતિ ચારિત્ર જેને વિરતાવિરત કે સંયમસંયમ પણ કહે છે. સંક્ષેપમાં શ્રાવકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org