Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩
૧૫
(૩) ભવ્યત્વ, પંચેન્દ્રિય પણું, સમનસ્કત્વ, પર્યાપ્તક અને પરિણામ વિશુદ્ધિયુકત જીવ ઔપશમિક સમ્યક્ત્વ ને પામી શકે છે.
(૪) જાતિસ્મરણ-જિનમહિમાદર્શન વગેરે કારણે પણ સમ્યક્ત્વ ઉત્પન્ન થઇ શકે છે. – ટુંકમાં ઉપરોકત કોઇપણ યોગ્યતા પામેલા જીવ, આત્માના વિશુદ્ધ અધ્યવસાય થકી દર્શન સપ્તક [સાત કર્મ પ્રકૃતિ] ના ઉપશમન થકી ઉપશમસમ્યક્ત્વને પામે છે.
* ઉપશમ ચારિત્ર : શુભ-અશુભ ક્રિયાઓની પ્રવૃતિ–નિવૃતિને ચારિત્ર કહે છે. ચારિત્ર મોહનીય કર્મની ૨૧પ્રકૃતિ નવ નોકષાય, અપ્રત્યાખ્યાની – પ્રત્યાખ્યાની સંજવલન ક્રોધ માન માયા લોભ એ ૧૨] નો ઉપશમન થવાથી ઉપશમ ભાવનું જે ચારિત્ર પ્રગટે છે તેને ઔપશમિક ચારિત્ર કહે છે.
બીજા શબ્દોમાં કહીએ તો જીવ જે ચારિત્રભાવ વડે ઉપશમ શ્રેણીને લાયક ભાવ પ્રગટ કરે તેને ઔપશમિક ચારિત્ર કહેવાય છે. તે વખતે મોહનીય કર્મની અપ્રત્યાખ્યાના વરણાદિ ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ થાય છે.
* ઉપશમસમ્યક્ત્વ–ઉપશમ ચારિત્રનો કાળ
ઉપશમ ભાવનું સમ્યક્ત્વ કે ચારિત્ર વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. તેથી અંતમુહૂર્ત સુધી દર્શન મોહનીયાદિ ના જેટલા દલિકો ઉદયમાં આવવાના હોય તેટલા કર્મદલિકોને ઉપશમાવી અંતમુહૂર્ત સુધી આત્મપ્રદેશોને તે કર્મદલિકથી રહિત કરે છે.
જેમ ઉખરભૂમિ આવતા ઘાસ વગેરેના અભાવે અગ્નિ શાંત બની જાય છે તેમ અહીં પણ કર્મોના ઉપશમનથી કર્મોનો ઉદય સ્થગિત બની જાય છે.
પરંતુ આ અંતર્મુહૂર્ત કાળ પૂરો થતા જીવ ઉપશમ ભાવથી ફરી પડે છે.
ઔપમિક ભાવ અને ગુણ સ્થાનક ઃ
– ઉપશમ સમકિત ચોથા થી અગ્યામા ગુણ ઠાણા સુધી હોય.
– ઉપશમ ચારિત્ર નવમા થી અગ્યારમા ગુણ ઠાણા સુધી હોય. સમ્યક્ત્વનો ભેદ કેમ કહયો ?
-
ઔપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી જ ઔપશમિક ચારિત્ર પ્રાપ્ત થાય છે અથવા ચારિત્ર સમ્યક્ત્વ પૂર્વકનું જ હોય છે માટે પૂજય બુદ્ધિએ અહીં સમ્યક્ત્વ પ્રથમ મુકેલ છે. ઉપસંહાર –
(૧) સૂત્રમાં દૌ મેવૌ શબ્દ વાપરેલ નથી. પણ સૂત્રમાં જે શબ્દ વાપરેલ છે. તેના અન્વય સામર્થ્ય થી ઔપશમિક ભાવના બે ભેદ એવો અર્થ ગ્રહણ કરેલ છે. તેમજ ઔપશમિ શબ્દ પણ અનુવૃતિથી આવેલ છે.
(૨) સમ્યક્ત્વ અને ચારિત્ર એ બેજ ઔપશમિક ભાવ થાય છે. બીજા કોઇ ઔપશમિક ભાવ થતા નથી.
(૩) જો કે સમ્યક્ત્વ અને ચારિત્ર ક્ષાયિક અને ક્ષાયોપશમિક ભાવના પણ હોઇ શકે છે (પરંતુ ઔપશર્મિક ભાવનો ત્રીજો કોઇ ભેદ નથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org