________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોલી જેવી લાગે છે. અને જે ધર્મ અનાદિ કાળથી ચાલ્યા આવે છે, તે ધર્મના સંબંધમાં યુરેપીઅન અને બીજા વિદ્વાનોએ જે મેટી મેટી ભૂલ કરેલી છે તે જોઈને ખરેખર ખેદ થાય છે. આનું કારણ એટલું જ છે કે, જેનેએઆપણે આ બાબતમાં બહુજ ઉપેક્ષાવૃત્તિ–ઉદાસીન ભાવ રાખે.
કેઈ વિદ્વાનોએ જૈન ધર્મને નાસ્તિક મત હવાને દેષ લગાડ્યો, કેઈએ જેનધર્મને બૌદ્ધ ધર્મની શાખા માન, કેઈ લેકેએ જૈન ધર્મ ઉપર દશન–શાસ્ત્ર રહિત હોવાનું કલંક મૂક્યું, કેઈ લોકોએ એમ પણ કહી નાખ્યું કે-જૈન ધર્મની ઉત્પત્તિ શંકરાચાર્ય પછી થઈ છે, વળી કઈ કોઈ લેકેએ તો ત્યાં સુધી કહેવાનું સાહસ કર્યું કે-શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર તો કલ્પિત પુરુષ છે અને જૈન ધર્મના અસલી સ્થાપનાર તે ગાતમબુદ્ધ છે.
યુરોપીઅન વિદ્વાનની સાથે પૂર્વના વિદ્વાનોને પણ આપણી પ્રાચીનતા, આપણું સિદ્ધાન્ત અને આપણાં દર્શન શાસ્ત્ર (Philosophy ) ની બાબતમાં બહુજ મોટો ભ્રમ ફેલાઈ ગયો છે. આપણું સમાજના આભૂષણ જેવા આપણું જૈન વિદ્વાનોએ આ અપમાન બહુજ લાંબે વખત સહન કર્યું, અને આ વિદ્વાનેની ભૂલો સુધારવાનો પ્રયત્ન જ ન કર્યો, તે એક બહુ ખેદની વાત છે.
* વનસ્પતિમાં જીવ હેવાની જે વાત આજથી ૨૫ વર્ષ પહેલાં વિજ્ઞાનથી સર જગદીશચંદ્ર બોઝે શોધી કાઢી, તે વાત આજથી હજારો વર્ષ પહેલાં જેનના તીર્થકર કહી ગયા છે. એટલે વિજ્ઞાનની આ નવી શોધ જૈન મતથી તે મામુલીજ છે.
For Private and Personal Use Only