________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી રહેતું કે, આ મૂર્તિપૂજાથી તો ફક્ત મારી વાસનાઓની જ તૃપ્તિ થાય છે, અને સત્યથી તે હું દૂર જતે જાઉં ! પૂજ્ય તીર્થકરના ઉચ્ચ સિદ્ધાંતો ન જાણતો હોવાથી, તે આવા વ્યર્થ આડંબરેમાં પોતાના ધનનો નાશ કરે છે, અને પિતાના જીવનનો બહુ મૂલ્ય વખત આવા બિન જરૂરી પૂજનની વિધિઓમાં નકામે ગુમાવે છે. સાધુઓના દબાણ અને ડરથી શ્રાવકો જરા પણ ચૂં કે ચાં ન કરી શક્યા અને સ્વાથી સાધુઓએ બતાવેલી નવી નવી પૂજન વિધિઓને શાંતિપૂર્વક તેઓએ સ્વીકારી લીધી. આ શોચનીય સ્થિતિ અત્યારે પણ મોજુદ છે અને જેનેના મૂળ પૂ. સંપ્રદાયમાં સેંકડો વર્ષોથી તે ચાલી આવે છે.
આ નકામી પૂજન વિધિઓ અને ક્રિયા આડંબર, આમ કલ્યાણના સાધન થવાં તો દૂર રહ્યાં, પણ એક નકામો બોજો છે. જ્યારે પૂજન વિધિઓ દિવસે દિવસે વધતી ગઈ, અને તેનાથી નુકશાન થવા લાગ્યું, ત્યારે કુદરતી રીતે જ લેકના હૃદયમાં આત્માને સંતોષ આપવા માટે કે સારા સાધનની તપાસ કરવાની ઈચ્છા પેદા થઈ, અને આ જુલ્મી સાધુઓના સકંજામાંથી છુટવા માટે તેઓ તૈયાર થઈ બેઠા.
ક અને કરે પણ કેવી રીતે ? આ સાધુઓએ શ્રાવકેને સૂત્રો વાંચવા માટે પહેલેથી જ નાલાયક ઠરાવી દીધા. પછી કેવી રીતે ચું ચાં કરી શકે. જે મૂળ સૂત્રે વાંચે તો તે આ બધી વાતની પિલની ખબર પડે, પણ તેમ તો મૂ.પુ. જેન બંધુઓ કરી શકે નહિ. એટલે પછી જેમ આ સાધુઓ કહે તેમજ કરવાનું રહ્યું.
For Private and Personal Use Only