________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચડાવે છે. આ દેરાવાસી ભાઈઓ જાણે છે કે, તીર્થકરે નગ્ન રહેતા હતા, છતાં પણ તેમને જુદી જુદી જાતનાં વસ્ત્રો પહેરાવે છે. તીર્થકરે અહિંસા ધર્મના જબરજસ્ત પ્રચારક હતા એટલું જાણતા હોવા છતાં પણ, આ દેરાવાસી ભાઈઓ કુલ વગેરે અનેક વસ્તુઓ ચડાવીને તીર્થકર નિમિત્તે અસંખ્ય (અને અનંત) જીવોની હિંસા કરે છે. તીર્થકરને હવે ફરી વખત જન્મ લેવાને નથી, છતાં પણ પત્થર કે ધાતુની જડ મૂર્તિમાં તેમની પ્રાણપ્રતિષ્ઠા કરે છે. તીર્થકર મૃત્યુથી છૂટી ગયા છે, એવું જાણતા હોવા છતાં પણ, નાશ પામી જવાવાળા પત્થર કે ધાતુનું રૂપ તીર્થકરોને આ ભાઈઓ આપે છે. એટલું જ નહિ, પણ તીર્થકરોને સર્વ શક્તિમાન માનતા લેવા છતાં, તીર્થકરોને અને તેનાં ઘરેણને ચોરની બીકો તાળામાં પૂરી રાખે છે. સારાંશ એટલો જ છે કે ભ્રમમાં પડેલા અને મિથ્યાત્વમાં ફસેલા આ મૂર્તિપૂજક ભાઈઓના કામમાં અગણિત વિરોધ દેખાય છે.
મૂર્તિપૂજકના પક્ષની પરીક્ષા અને ખંડન
મૂર્તિપૂજક ભાઈઓનું કહેવું એમ છે કે, તીર્થકરની પત્થરની મૂર્તિઓ તેમને તીર્થકરોના ગુણે યાદ દેવરાવે છે, અને તેમના હૃદયમાં તે સગુણોનું અનુકરણ કરવાની પ્રબળ ઈચ્છા ઉત્પન્ન કરે છે. પરંતુ આ વાત સાફ ખોટી છે, કારણ કે તેઓના આચાર વ્યવહાર પર આ વાતની બહુજ ઓછી અસર થતી દેખાય છે. મૂતિઓના કિમતી અને ચમકદાર ઘરેણું, મંદિરમાં થતી આંખને આંજી નાખે તેવી રેશની, બીજા અનેક ચિત્તાકર્ષક પદાર્થો, મધુર અને સુંદર
For Private and Personal Use Only